Dakshin Gujarat

નર્મદા ગાંડીતૂર, કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ, હજારોનું સ્થળાંતર

 ઉપરવાસના ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ છલકાતાં નર્મદામાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. નદી બે કાંઠે વહેતી થતાં કિનારાના વિસ્તારોમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે અસરગ્રસ્ત લોકોના સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ હતી.


 સરદાર સરોવર ડેમમાં 16.20 લાખ ક્યુસેક પાણીની આવક સામે 19 લાખ ક્યુસેક પાણી છોડાતાં ભરૂચ, નર્મદા અને ઝઘડિયા તાલુકાના 23 ગામોને અસર થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતાં.


 ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી સાંજે 37.39 ફૂટને પાર કરી ગઈ હતી, જો કે ત્યારબાદ તબક્કાવાર સરદાર ડેમમાંથી આઉટફ્લો ઘટાડાતાં પૂરના પાણી ઓસરવા શરૂ થયા છે.


 સૌપ્રથમ વખત નર્મદાની સપાટી બુલેટગતિએ વધી હતી. ગોલ્ડન બ્રિજ ખાતે માત્ર 20 કલાકના સમયગાળામાં સપાટીમાં 30 ફૂટનો વધારો થઈ ગયો હતો.


 ભરૂચના દાંડિયા બજાર સહિતના તેમજ અંકલેશ્વર શહેરના પણ કેટલાક વિસ્તારોમાં નર્મદાના ઘોડાપૂરની અસર જોવા મળી હતી.


 ઝઘડિયા તાલુકાના 8, અંકલેશ્વરના 10, હાંસોટના બે ભરૂચ શહેર સહિત ત્રણ તાલુકાના 5744 અસરગ્રસ્તોને સલામત સ્થળે જ્યારે 3363ને રાહત શિબિરમાં ખસેડાયા હતાં


 ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકાની 43 પ્રાથમિક-માધ્યમિક શાળા પૂરની સ્થિતિને કારણે આવતીકાલે બંધ રાખવા નિર્ણય.
 ભરૂચ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલી 33 સગર્ભાને સહી સલામત હોસ્પિટલ ખસેડાઈ હતી, બે સગર્ભાઓએ બાળકને જન્મ આપ્યો હતો

Most Popular

To Top