Madhya Gujarat

લગ્નની કંકોત્રીમાં નામ છાપવા મામલે થયેલ ઝઘડામાં ત્રણ જણાએ પિતા-પુત્રને ફટકાર્યા

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે લગ્નની કંકોત્રીમાં નામ છાપવા મામલે થયેલ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં મહિલા સહિત ત્રણ જણાએ પિતા – પુત્રને લાકડી વડે, ગડદાપાટ્ટુનો માર મારી તેમજ પેટના ભાગે લાતો મારતાં ગંભીર ઈજાગ્રસ્ત પિતાને પ્રથમ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં ત્યાર વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન પિતાનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.ગત તા.૧૧મી મેના રોજ પાવડી ગામે મહેન્દ્રભાઈ રમસુભાઈ ભાભોર મોબાઈલ ફોનથી તેમના કુંટુંબી કાકા સમસુભાઈ કેહજીભાઈ ભાભોર સાથે વાતચીત કરતાં હતાં અને કહેતા હતાં કે, અમરસીંગના છોકરા અક્ષયના લગ્નની કંકોત્રી છપાલે જેમાં મારૂ, મારા પિતા તથા મારાભાઈનું નામ કેલ લખેલ છે ?

તેમ કહેતા વાતો કરતાં હતાં તે સમયે જે છોકરાના લગ્ન થવાના હતાં તે અક્ષયભાઈ અમરસીંગભાઈ ભાભોર, તેનો ભાઈ રૂચીતભાઈ અમરસીંગભાઈ ભાભોર અને સંગીતાબેન અમરસીંગભાઈ ભાભોરનાઓ સાથે મહેન્દ્રભાઈની બોલાચાલી થવા લાગી હતી અને ઝઘડાએ ઉગ્રરૂપ દારણ કરતાં અક્ષય, રૂચીતભાઈ અને સંગીતાબેન એમ ત્રણેય જણા મહેન્દ્રભાઈને લાકડી વડે માર મારવા લાગ્યાં હતાં તે સમયે મહેન્દરભાઈના પિતા રમસુભાઈ જાેતીયાભાઈ ભાભોર દોડી આવી વચ્ચે છોડવવા પડતાં તેઓને પણ તેઓને પણ લાકડી વડે, ગડદાપાટ્ટુનો માર મારી તેમજ પેટના ભાગે લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત પિતા – પુત્રને પ્રથમ દાહોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રમસુભાઈનું ઓપરેશન કર્યાં બાદ સારવાર દરમ્યાન રમસુભાઈનું મોત નીપજ્યું હતું.

Most Popular

To Top