Vadodara

કલાલીમાં 100 થી વધુ નવીડસ્ટબીન ધૂળ ખાતી હાલતમાં

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાના નામે વારંવાર ડસ્ટબીનના નામે પાલિકાના નાણાંનો વેડફાટ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ ડસ્ટબીન નો પ્રોજેકટ 5 કરોડ ના ખર્ચે જે નિ:ષ્ફળ ગયો હતો.હવે પાલિકા 20 ટકા વધુ રકમ આપી હેગિંગ ડસ્ટબીન ખરીદશે. પાલિકાએ ઘરે ઘરે મફત ડસ્ટબીન નો પ્રોજેકટ કર્યો હતો જે ડસ્ટબીન પ્રોજેકટ ફેલ ગયો હતો.જોકે કલાલી વિસ્તાર માં 100 થી વધુ નવી નક્કોર ડસ્ટબીન ધૂળ ખાઈ રહી છે.શહેર ના રોડ રસ્તાઓ પર ગંદકી ના ઢગ અને નવી ડસ્ટ બિન ઉપયોગ માં લેવાતી નથી.સાથે અહીંયા જૂની ડસ્ટબીન લાવી નવા રંગ કરી ઉપયોગમાં લેવામાં આવે છે.

શહેરીજનો સ્વચ્છતાનો વેરો આપી રહ્યું છે પણ તંત્ર ની ઘોર બેદરકારી થી શહેરીજનો ત્રસ્ત છે.પાલિકા દ્વારા તાજેતરમાં જ સમગ્ર શહેરમાં નવા હેંગીગ ડસ્ટબીન માટે દરખાસ્તને સામાન્ય સભામાં મંજુરી આપી છે.અગાઉ પણ શહેરમાં લોખંડના હેંગીગ ડસ્ટબીન લગાડવામાં આવ્યા હતા.પરંતુ તે શોભાના ગાંઠિયા જ માત્ર સાબિત થયા હતા અને ચોમાસામાં કાટલાગી જતાં ભંગાર થઇ ક્યાંય ખોવાઈ ગયા, હાલ તે હેંગીગ ડસ્ટબીન ના ઠેકાણા નથી તે જ રીતે પાલિકા દ્વારા અગાઉ ખરીદવામાં આવેલ ડસ્ટબીન પણ ધૂળ ખાતી હાલતમાં વણ વપરાયેલા જોવા મળ્યા હતા.

તે જ રીતે સ્વચ્છતાના નામે લીધેલી હાથલારીઓ, ઈ રીક્ષા પાછળ પણ નાણાંનો વ્યય થયો હતો તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાના નામે આડેધડ અન્ય જગ્યાઓના આંધળા અનુકરણ કરી વારંવાર પ્રયોગ કરી રહી છે અને પાલિકાના નાણાં વેડફી રહ્યાં છે.અથવાતો એમાં કેટલાય અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો નું આર્થિક હિત જોવાતું હોય તેવું જણાય છે.ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય તેના માટે અનેક જગ્યાએ ડસ્ટબીનો મૂક્યા હતા.જેથી કરીને નાગરિકો કચરો નાખી શકે.પરંતુ હાલ વડોદરા શહેરના ન્યુ માંજલપુર વિસ્તારની અંદર નવા નકોર વણ વપરાયેલા 100 થી વધુ સંખ્યામાં ડસ્ટબીનો ખુલ્લામાં ફેંકી દીધેલા જોવા મળ્યા છે.

એક બાજુ માનનીય પ્રધાનમંત્રી ભારત, ગુજરાતમા સ્વચ્છતા જળવાય તેના માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતે નવા નકોર ડસ્ટબીન ખુલ્લામાં ફેંકી ને જનતાના વેરા ના નાણા નો વેડફાટ કર્યો છે હાલમાં જોવા જઈએ તો વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરમાં જમીનોની અંદર અન્ડર ગ્રાઉન્ડ ડસ્ટબીન લગાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને તે પ્રોજેક્ટ પણ ફેલ થઈ ગયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. જેમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવનાર છે.

શહેરમાં 200થી વધુ કચરા કેન્દ્ર નાબુદ કરાયા
કચરા મુક્ત વડોદરા બનાવવા શહેરમાં 200 થી વધુ કચરા કેન્દ્ર નાબૂદ કરાયા હતા.તેમ છતાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે પણ કચરના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.ઘણા વિસ્તારોમાં તો ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવતી નહીં હોવાથી રોડ પર જ કચરો ફેંકવામાં આવી રહ્યો છે.ત્યારે સ્વચ્છતાની વાત કરતા તંત્ર સામે પણ વિવિધ અભિયાનને લઈ ચકચાર મચી હતી.

Most Popular

To Top