Entertainment

લાખોનું જેકેટ અને શુઝ પહેરીને સુકેશ કોર્ટમાં પહોંચ્યો, સત્યેન્દ્ર જૈન માટે કહ્યું કે તેને…

નવી દિલ્હી: એક તરફ કે જયાં પોતાની અય્યાશીના કારણે એટલે કે 200 કરોડના મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં સુકેશ ચંદ્રશેખર જેલમાં બંધ છે ત્યારે તે પોતાની અય્યાશીવાળું જ જીવન જેલમાં જીવી રહ્યો છે. તે હાલ દિલ્લીની (Delhi) મંડોલી જેલમાં બંધ છે. ગુરુવારના રોજ જ્યારે જેલના પ્રશાસને છાપો માર્યા હતો ત્યારે તેની પાસેથી દોઢ લાખ રુપિયાની ચપ્પલ તેમજ 80 હજાર રુપિયાના બે જીન્સ (Jins) મળી આવ્યા હતા. આ પછી તે રડવા લાગ્યો હતો પરંતુ આ કિસ્સો અહીંજ અટકતો નથી. શુક્રવારના રોજ જયારે સુકેશ કેસ અંગેની સુનાવણી કોર્ટમાં થવા જઈ રહી હતી તે સમયે તેને કોર્ટમાં લઈ જવામાં આવતો હતો તે સમયે તે પોતાની આલિશાન અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે મોંધા શઝ તેમજ જેકેટ પહેર્યું હતું. આ સાથે તે આવતા વર્ષ ચૂંટણી લડશે તેવું એલાન પણ કર્યું હતું.

જાણકારી મુજબ આજે જયારે સુકેશ પર લાગેલા કેસ અંગેની સુનાવણી કોર્ટમાં થવા જઈ રહી હતી તે સમયે તેણે અંદાજે 70 હજારના બેલેસી કંપનીના શુઝ પહેર્યા હતા જેની કિંમત અંદાજે 70 હજાર રુપિયા છે. તેમજ તેણે જે જીન્સ પહેર્યો હતો તેની કિંમત અંદાજે 30 હજાર રૂપિયાની હતી. ખાસ તો તેનું જેકેટ હતું જેની કિંમત અંદાજે 1 લાખ રુપિયા હતી. જણાવી દઈએ કે જે જેલમાં સુકેશ બંધ છે તે જ સેલમાં ગઈ કાલે છાપો મારવામાં આવ્યો હતો.

કોર્ટમાંથી બહાર આવતા જ સુકેશે એલાન કરી દીધું છે કે તે ચૂંટણી લડવાનું વિચારી રહ્યો છે. તેણે જણાવ્યું કે તેની પાસે ચૂંટણી લડવા માટે પૂરતુ ફંડ છે. આ ઉપરાંત લગભગ 70 કરોડ રૂપિયા તેણે સત્યેન્દ્ર જૈનને આપ્યા છે. બીજી તરફ સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજકરીવાલ પાસે રાજીનામાની માગણી કરી હતી. તેણે કહ્યું કે તેઓની શરમ આવવી જોઈએ. જેકલીનની તરફદારી કરતા તેણે જણાવ્યું કે જેકલીન આ કેસમાં સંકળાયેલી નથી તેમજ તેણે ચિંતા કરવાની જરુર નથી કારણ કે હું તેની સાથે છું.

Most Popular

To Top