Comments

યુએસ પ્રવાસથી મોદી પાસે મોટી આશાઓ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત ખૂબ જ મોટી ગેમ ચેન્જર બનવા જઈ રહીં છે. ભારત અને યુ.એસ. બંને દેશને ચીનના યુદ્ધજ્વરની ચિંતા છે. મોદી અને બિડેન બંને દેશો વચ્ચે નજીકના સંબંધ હોવાનો સંકેત આપશે. મોદી એવા સમયે ન્યૂયોર્ક અને વોશિંગ્ટનની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે ભૌગોલિક રાજનીતિ બદલાઈ રહી છે. યુક્રેનમાં યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી.

ચીન-યુએસ સંબંધો ક્યારેય આટલા વણસેલા નહોતા. તેથી ભારત પાસે અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવાની ઉત્તમ તક છે. ચીને આર્થિક વર્ચસ્વ વડે પોતાની પ્રભાવશાળી હાજરી નોંધાવી એથી અમેરિકાને પણ ભારતનું મહત્ત્વ સમજાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ‘જો 2000માં બિલ ક્લિન્ટનની ભારત મુલાકાતને એક નવા દ્વિપક્ષીય સંબંધોના અધ્યાય તરીકે જોવામાં આવે તો 2023માં મોદીની અમેરિકા મુલાકાત એ સંબંધોના નવા યુગની નિશાની હશે.’ 22 જૂનના રોજ મોદીનું સ્વાગત કરવામાં આવશે ત્યારે હજારો ભારતીય અમેરિકનો વ્હાઇટ હાઉસના સાઉથ લૉન પર ભેગાં થશે.

આ પહેલી વાર છે, જ્યારે મોદી અમેરિકાની સરકારી મુલાકાતે છે,  આ સન્માન મેળવનારા ત્રીજા ભારતીય નેતા બન્યા છે. જેમને યુએસ કોંગ્રેસને એકથી વધુ વખત સંબોધવાની તક મળશે તેમાં મોદી સ્વતંત્ર ભારતના પ્રથમ અને યુએસ ઈતિહાસમાં પાંચમા નેતા બનશે. મોદી અને પ્રેસિડેન્ટ જો બિડેન વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરમાં અને સંભવતઃ ટેક ઇવેન્ટના ખાનગી કાર્યક્રમમાં, દ્વિપક્ષીય અને વન-ઓન-વન ચર્ચા દરમિયાન કલાકો સાથે રહેશે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ દ્વારા આયોજીત લંચમાં પણ મોદી હાજરી આપશે અને જીલ બિડેન સાથે એક કાર્યક્રમમાં સંવાદ કરશે. મોદીની આ સ્ટેટ વિઝીટ બિડેનના દુનિયામાં સૌથી નજીકના દેશ વિશેના વિચારને સમર્થન આપશે અને મજબૂત કરશે. આ સંબંધો સફળ વાસ્તવિકતામાં પરિણમશે.

યુએસ પોતાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટમાં ઉપયોગ માટે ભારતમાં GE જેટ એન્જિનના ઉત્પાદન માટે મંજૂરી આપવાનું છે. બીજું, પાકિસ્તાન અને ચીન સાથે સરહદોની સુરક્ષા માટે ભારત 31 પ્રિડેટર ડ્રોન ખરીદશે. બંને પક્ષો તેમના ડિફેન્સ સ્ટાર્ટ અપ્સના સંપર્કો વધારવા ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ સ્પેસ બાબતે સહકારને વધુ ગાઢ બનાવશે. કમ્પ્યુટર મેમરી અને કોમ્પ્યુટર ડેટા સ્ટોરેજની અમેરિકી કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા સેમિકન્ડક્ટર્સ માટે ભારતમાં પ્લાન્ટ સ્થાપવાની મોટી જાહેરાત થશે. હજારો ભારતીય એન્જિનિયરોને ટ્રેનિંગ આપવા અન્ય અમેરિકન કંપનીઓ ખાતરી આપી.

ટેલિકોમમાં 5G અને 6G ટેક્નોલોજી બનાવવા માટે યુ.એસ. ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક (ORAN)ની મંજૂરી આપશે. H1B વિઝા ધારકો માટે યુ.એસ.માં જ આ વિઝા પ્રોસેસને મંજૂરી આપી રાહત મળી શકે છે. આ તમામ બાબતો સંબંધોને ગાઢ બનાવશે અને ભારતીય- અમેરિકન વ્યાપારને વધુ તકો આપશે. જે ભારતને આર્થિક, વ્યૂહાત્મક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓ વધારવામાં મદદ કરશે. બદલામાં યુએસને એક મજબૂત ભાગીદાર મળશે, જે 21મી સદીમાં શાંતિ અને સુરક્ષા માટે સર્વોપરી હશે.

અમેરિકન કંપની અને સત્તા લાગ્યું કે સિવિલ-ન્યુક્લિયર ડિલ પછી તેઓ ભારતના કાયદાને કારણે વ્યાવસાયિક તકોમાં રોકાણ કરવા કે આર્થિક ફાયદો લેવા સક્ષમ નથી. સરકાર-થી-સરકાર વચ્ચે કરાર સમજૂતી હેઠળ મોદી અને બિડેન આ જવાબદારી અને અધિકારોનાં વિઘ્નો દૂર કરી શકે છે. યુ.એસ. ભારતમાં વધુ કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે, જે લોકો વચ્ચે સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે. અવરજવર માટે યુ.એસ. H1B વિઝા ફરીથી અમેરિકામાં જારી કરવાની પણ મંજૂરી આપશે. આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે હજારો લોકોને ભારત પાછા ફરવા અને રિન્યૂ કરવા માટે વિઝા એપોઇન્ટમેન્ટની રાહ નહીં જોવી પડે.

આજે ભારત-યુએસ વચ્ચે વેપારનું પ્રમાણ વધી રહ્યું છે. 2022 માં ગુડ્ઝ અને સર્વિસમાં $191 બિલિયન હતું – બંને પક્ષો બાકીનાં કેટલાક વ્યાપાર સમસ્યાને ઉકેલવા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન તરફ નજર કરી રહ્યા છે. અલબત્ત, મોદીને ‘ભારતમાં લોકશાહી ખતરામાં છે’ તેમ કહેવા બિડેન અમેરિકાના કેટલાક લોકોનાં દબાણ હેઠળ છે. પરંતુ બિડેન અને મોદી ભારતમાં લોકતાંત્રિક હાલાકી કે માનવાધિકારના ઉલ્લંઘન વિશેની ધારણાઓને આ મુલાકાત પર હાવી નહીં થવા દે. બિડેન કદાચ મોદીને કહેશે કે ભારતીય લોકશાહીની જાળવણી એ વૈશ્વિક નેતૃત્વની ચાવી છે. જો કે, મોદી પણ બિડેનને સમજાવવાનો પ્રયાસ કરશે કે ભારતમાં સ્થિતિ એટલી પણ ખરાબ નથી જેટલી તેમના રાજકીય હરીફો અને કાર્યકર્તાની લોબી દ્વારા બતાવવામાં આવી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top