Dakshin Gujarat

મોબાઈલ ચોરીની શંકામાં ત્રણ ઈસમોએ યુવાનને લાકડાના ફટકા મારી પતાવી દીધો

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુંદિયા ગામે રહેતા સોમાભાઈ તુળસ્યાભાઈ મોરેનો દીકરો (Son) કિરણભાઈ મોરે તા. 13મીનાં રોજ ગામમાં મજૂરી કામ કરવા માટે ગયો હતો. તેવામાં સાંજે પિતા સોમાભાઈ મોરે ખેતરમાંથી (Farm) કામ (Work) પતાવી ઘરે આવતાની સાથે જ તેના સગાસબંધીઓએ જણાવ્યુ હતુ કે કિરણભાઈ પર ગામનાં જ પરસુભાઈ પવાર તથા તેના દિકરાઓમાં સૂરજ પવાર અને નિતેશ પવારે મોબાઈલ ચોરીનો આરોપ મૂકી લાકડાનાં ફટકા મારી ગોંધી રાખ્યો છે. જેથી કિરણ મોરેનાં પિતા સોમાભાઈ પવાર પરસુભાઈ પવારનાં ઘરે ગયા હતા. જ્યાં તેઓનો દીકરો ઓટલા પર પડેલો હતો અને મોઢામાંથી લોહી (Blood) નીકળતુ હતુ.

  • વલસાડ રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું માર્ગમાં જ મોત નિપજ્યુ
  • દીકરાએ જો મોબાઈલ ચોરેલો હોય તો ભરપાઈ કરવાની પિતાએ વાત કરી દીકરાને ઘરે લઈ ગયા હતા

અહી હાજર ઇસમો પરસુભાઈ શિવરામભાઈ પવાર અને તેના બન્ને પુત્રો નિતેશ પવાર અને સૂરજ પવારે સોમાભાઈ મોરેને જણાવ્યુ હતુ કે તમારો દીકરો અમારા સૂરજનો મોબાઈલ ચોરી કરી ગયો છે. જે આપતો નથી જેથી અમે તેને માર્યો છે. દીકરાએ જો મોબાઈલ ચોરેલો હોય તો ભરપાઈ કરવાની પિતાએ વાત કરી દીકરાને ઘરે લઈ ગયા હતા. ઘરે લઈ ગયા બાદ દીકરા કિરણને મૂઢમારનાં પગલે તેમજ નાકમાંથી લોહી નીકળતા પિતાએ આ બનાવ બાબતે આગેવાનોને જાણ કરી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડ્યો હતો. જ્યાં યુવાનની હાલત ગંભીર જણાતા આહવા બાદ વલસાડ રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિરણ મોરેનું માર્ગમાં જ મોત નિપજ્યુ હતુ. હાલમાં સાપુતારા પોલીસે લાકડી તેમજ આડેધડ ઢીકાપાટુનો મૂઢમાર મારી કિરણ મોરેનું મોત નિપજાવનાર પરસુભાઈ શિવરામભાઈ પવાર, સૂરજભાઈ પરસુભાઈ પવાર, નિતેશભાઈ પરસુભાઈ પવાર (તમામ.રે ગુંદિયા તા.આહવા) સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top