National

શિક્ષણ ભરતી કૌભાંડ મામલે મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ(West Bengal)ના શિક્ષણ ભરતી કૌભાંડ(Education Recruitment Scam)માં મમતા બેનર્જી(Mamata Banerjee)ની સરકાર(Government)ના મંત્રી(Minister) પાર્થ ચેટરજી(Partha Chatterjee)ની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અર્પિતા મુખર્જી(Arpita Mukherjee)ને પણ ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે, જે તેની નજીકની હોવાનું કહેવાય છે. EDના અધિકારીઓ હાલમાં તેની પૂછપરછ કરી રહ્યા છે. ગત રોજ 26 કલાકની પૂછપરછ બાદ EDએ પાર્થ ચેટરજીની ધરપકડ(Arrest) કરી છે. શનિવારે સવારે પાર્થ ચેટર્જીએ તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. જેથી બે ડોક્ટરોની ટીમ પણ સારવાર માટે તેમના ઘરે પહોંચી હતી. ધરપકડ બાદ પાર્થ ચેટરજીને મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા છે. તેઓને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવશે.

અર્પિતા મુખર્જીની અટકાયત કરાઈ
શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે શુક્રવારે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેના ઘરમાંથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. EDએ તેની પણ પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. EDએ દરોડા દરમિયાન અર્પિતાના ઘરેથી 20 ફોન પણ જપ્ત કર્યા છે. તે ફોન દ્વારા અર્પિતા શું કરતી હતી તે હજુ સ્પષ્ટ નથી થયું, EDના રડાર પર વધુ લોકો છે. તેમની સામે પણ દરોડા ચાલુ છે. ED નીચલા સ્તરના અધિકારીઓ સુધી પહોંચી શકી નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ ફરાર થઈ શકે છે.

કૌભાંડમાં વધુ આટલા લોકોનું કનેક્શન ખુલ્યું
અર્પિતા સિવાય EDએ અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ યાદીમાં માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મોય ગાંગુલી જેવા નામ સામેલ છે. બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડમાં આ તમામનું કનેક્શન સામે આવ્યું હતું. પરંતુ સૌથી મોટી કાર્યવાહી અર્પિતા સામે થઈ છે, જેના ઘરે 20 કરોડ રોકડા મળ્યા છે.

આ રીતે થયું સમગ્ર કૌભાંડ
તપાસમાં જાણવા મળ્યું છે કે અધિકારીઓએ પસંદગીના ઉમેદવારોને તેમની OMR જવાબ પત્રકો માટે RTI અરજીઓ ફાઇલ કરવા અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવા કહ્યું હતું. તેઓએ આજ પ્રકારે અરજી કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ કેટલાક ઉમેદવારોનાં માર્ક્સ વધારી ઉચ્ચ રેન્ક આપવા માટે OMR શીટ્સ સાથે છેડછાડ કરી હતી. અસફળ ઉમેદવારોને નિમણૂકની યાદીમાં લાવવા માટે તેણે કથિત રીતે બનાવટી માર્કસ પણ બનાવ્યા હતા. માર્કસ બદલાયા બાદ OMR શીટનો નાશ કરવામાં આવ્યો હતો. કમિટીના સભ્ય અને HCના વકીલ અરુણવ બેનર્જીએ જણાવ્યું હતું કે, મૂળભૂત રીતે, આરટીઆઈનો ઉપયોગ કેટલાક ઉમેદવારોના સ્કોરને વધારવા માટે એક હથિયાર તરીકે કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top