Vadodara

વોર્ડ-14 ના કાઉન્સિલર, ડે.મેયર જનતાની રડારમાં

વડોદરા: વડોદરા શહેરનો સળગતો પ્રશ્ન પાણીનો છે. પાણીના પ્રશ્ન માટે પાલિકા તંત્ર વડોદરા શહેરને પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. પાણીના પ્રશ્નને લઈને નાગરવાડા પટેલ ફળિયાના રહેવાસીઓ વોર્ડ નંબર સાતના નગરસેવકના નિવાસ સ્થાને જઈને નગરસેવકનો એક કલાક સુધી ઘેરાવો કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે વોર્ડ ઓફીસ પર જઈને તાળાબંધી કરી હતી. નગરસેવકને ફોન કર્યા બાદ પણ કોઈ નગરસેવક વોર્ડ ઓફિસે આવ્યા નહોતા જેથી નગરસેવક સામે વિસ્તારનાં રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હજી તો તે સમસ્યા હજુ નિવારણ આવ્યું નથી ત્યાં તો હવે વોર્ડ સાત બાદ વોર્ડ નંબર ચૌદના રહીશો પણ ડે. મેયર નંદાબેન જોશીના ઘરે જવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિકોનું કહેવું છે કે અમે આ 4 નગર સેવકોને જોયા જ નથી જયારે વોટ લેવા આવ્યા ત્યારે જ જોયા હતા. બાદમાં ખાલી સોશીયલ મીડિયામાં પ્રજાની વાહવાહી લૂટવા માટે ફોટો મુકતા હોય છે, ત્યારે તેમને જોઈએ છે. જયારે અમારી સમસ્યા છે જે સંતકબીર રોડ પર જે અમારા પેઢીની પેઢીઓથી ચાલતી આવતી સમસ્યા છે જે ગંદકીની છે ત્યાં રોડ બનાવવા માટે એક સ્કુલ હતી જે બંધ કરાઈ હતી અને રોડ ખુલ્લો કર્યો હતો અને ત્યાં સર્કલ બનાવવાની વાત પણ થઇ હતી પરંતુ સર્કલતો ના બન્યું પણ ગંદકીનું સર્કલ બની ગયું છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. વોર્ડ નંબર 14ના સ્થાનિકોનું કહેવું છે કે જે નાગરવાડા વિસ્તારનાં લોકોએ જે નગરસેવકના ઘરે અને વોર્ડ ઓફિસમાં તાળાબંધી કરી છે તેવી જ રીતે અમારે પણ અમારા વિસ્તારનાં નગરસેવકના ઘરે જઈને તાળા બંધી કરવી પડશે.

ત્યારે જ અમારા વિસ્તારની આ ગંદકીનું સામ્રાજ્ય દુર થશે અને અમારી સમસ્યાનું નિરાકરણ આવશે. અમારા વિસ્તારનાં નગરસેવકોને અમે છેલ્લે જયારે વોટ લેવા આવ્યા હતા ત્યારે જ જોયા હતા બાદમાં આ લોકોને રજૂઆત કરવા ક્યાં જઈએ તે પણ અમને ખબર નથી. જયારે અમને રસ્તા પર મળ્યે ત્યારે તેમને રજૂઆત કરીએ છીએ પણ ત્યારે અમને ફક્ત એવું કહેવામાં આવે છે કે થઇ જશે બસ આવો જવાબ આપીને છુટી પડે છે. સંતકબીર રોડ પર આ ગંદકીની સમસ્યા વર્ષોથી છે કેટલા મેયર આવ્યા અને ગયા પણ આ ગંદકી પાછળ કોનો હાથ છે તેજ ખબર પડતી નથી આ ગંદકી હટતી નથી.

આ ગંદકી માથાના દુ:ખાવા સમાન બની છે. આ ગંદકી આખા વોર્ડનો કચરો નાખવામાં આવે છે. કચરો નાખવા માટે પણ જે ગાડી અહી ઉભી રાખવામાં આવે છે તે પણ જાહેર રોડ રસ્તા પર ઉભી રાખવામાં આવે છે. જેથી અહિયાં ટ્રાફિકની સમસ્યા પણ થાય છે. પરિણામે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે પરંતુ અમારા વિસ્તારનાં ચુંટાયેલા નગરસેવકોને આનાથી કોઈ ફરક પડતો નથી તેમને ખાલી સોશિયલ મીડિયામાં વાહવાહી લુંટવામાં જ રસ છે પ્રજાના પ્રશ્નોમાં તેમને રસ નથી.

વધુમાં જ્યારે વર્ષોથી આ વિસ્તારમાં વેપાર, ધંધા, રોજગાર કરતા દુકાનના માલિકો પણ રોડ પર પડેલી ગંદકીની દયનીય હાલતને જોઇને જુના વડોદરાની યાદ તાજા કરી સત્તાધીશો સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારનાં જાણે કોઈ નગરસેવક જ નથી તેવું લાગી રહ્યું છે કેમકે કોઈ પણ આ વિસ્તારની ગંદકીથી અજાણ નથી છતાં પણ ગંદકી દુર કરવા માટે તેમને હાથ કેમ ધ્રુજે છે તે ખબર નથી. વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી કરીને થાકી ગયા બસ હવે કંટાળી ગયા છે જો આનો જલ્દીથી નિરાકરણ નહી આવે તો અમે આ બધો કચરો ઉચકીને મનપાની વડી કચેરીએ જઈને મેયર અને ડે. મેયર નંદાબેન જોશીના ઓફિસમાં ઠાલવી આવીશું. જે પદાધિકારીઓ તેમને એસી કેબીનમાં બેસે છે તેમને અમે કહીએ છીએ કે અહી આવીને ફક્ત પાંચ મિનીટ બેસો તમારાથી બેસાય છે કે નહિ તેવું જણાવ્યું હતું. હવે તો કોઈ પણ પક્ષ હશે ચુંટણીમાં વોટ માંગવા આવતા નહિ અમે વોટ નહી આપીએ જ્યાર સુધી આ ગંદકી દુર નહિ થાય ત્યાં સુધી તેવું લોક મુખે પણ ચર્ચાય રહ્યું છે.

જો સમસ્યા પૂરી નહી કરવામાં આવે તો..!
અમે આ વિસ્તારમાં વર્ષોથી વેપાર, ધંધો કરતા આવ્યા છે. અમે નગરસેવકોને પણ સપોર્ટ કરીએ છીએ પણ નગરસેવકો અમને સપોર્ટ કરતા નથી અમે આ ગંદકીને લઈને કેટલીવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પણ નગરસેવક અહિયા જોવા આવતું નથી. જયારે આ રોડ મોટો કરવાનો હતો ત્યારે ત્યાંથી આ સ્કુલ હટાવીને રોડ મોટો કરી દીધો છે. સ્કુલ હટાવીને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય મોટું કરી નાખ્યું છે. કોઈ અધિકારી આવતા નથી કે દેખાતા પણ નથી. અમે જો આ સમસ્યા પૂરી નહી કરવામાં આવે તો અમે પાલિકાની વડી કચેરીએ જઈને આ કચરો ત્યાં ઠાલ્વીશું. -સ્થાનિક વેપારી
મારું ઘર સંતકબીર રોડ પર જે ગંદકી છે તેની બાજુમાં જ આવેલું છે કચરાનો ઢગલો જોઈં જોઇને અમે લોકો થાકી ગયા આ કચરાના ઢગલાથી તો અમે આ વિસ્તારનાં બધા જ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ કચરો નહી હઠે તો જે વોર્ડ સાત માં થયું તે હવે અમારા વોર્ડમાં થશે. – ગૃહણી, સ્થાનિક
અમે આ વિસ્તારનાં નગરસેવકોને પેટ ભરીને મતો આપ્યા છે છતાં પણ આ નગરસેવકો અમારા કોઈ કામના નથી તે ફક્ત અમારી સમસ્યા જોયા જ કરતા હોય છે. આ વિસ્તારનાં અમુક લોકોને તો માઈગ્રેન જેવી બીમારી પણ થઇ ગઈ છે. આ એક ટ્રક અહિયાં પડી રહે છે જેને પગલે પણ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખુબ ઉદભવે છે. રોડ ખુલ્લો કરવા સ્કૂલ હટાવી અને હવે ગંદકી કરી દીધી. આ વોર્ડનો બધો કચરો અહીયા જ નાખવામાં આવે છે. -સ્થાનિક

Most Popular

To Top