SURAT

મોંઘવારીના માર વચ્ચે ડીંડોલીમાં દૂધની થેલીઓ ચોરી અજાણ્યા ઈસમો રિક્ષામાં ફરાર : CCTV સામે આવ્યા

સુરત (Surat) : મોંઘવારીના (Inflation) માર વચ્ચે હવે લોકો દૂધ ચોરી (Milk Theft) પણ કરવા લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. ડીંડોલીમાં મોડી રાત્રે દૂધ ભરેલા કેરેટમાંથી દૂધની થેલીઓ ચોરી કરી ભાગી જતા હોવાંનું CCTV માં કેદ થઈ ગયું છે. રિક્ષા લઈ દૂધ ચોરી કરવા આવેલા અજાણ્યા ઇસમોની કરતૂત બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ડીંડોલી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એટલી પણ મોંઘવારી ન કહેવાય કે હવે લોકો દૂધ ચોરી કરવા મજબુર બની રહ્યા છે. 38 સેકન્ડના CCTVમાં સ્પષ્ટ દેખાય છે એક ઓટો રીક્ષા સ્થળ પર આવે છે અને ગણતરીની સેકન્ડમાં દૂધ ભરેલું કેરેટ ઉપાડી રિક્ષામાં ભાગી જાય છે.

ચાલક સહિત બે અજાણ્યા ઇસમોની કરતૂત બાદ અનેક પ્રશ્નો ઉભા થાય છે. જોકે આ બાબતે હવે ડીંડોલી પોલીસ સામે દૂધ ચોરોને પકડવાનો એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. ચોક્કસ આ દૂધ ચોરો દૂધ વેચી રોકડી કરવાના ઇરાદે જ ચોરી કરી ગયા હોવાની વાત પણ નકારી શકાય નહીં.

Most Popular

To Top