Charchapatra

મતાભિમાની નારેબાજી લોકસંપન્ન નારેબાજી

રાજકીય ચળવળો – પ્રવૃત્તિઓમાં નિવેદનબાજી – ભાષણખોરી અનિવાર્ય છે એવી રીતે નારેબાજી અથવા સૂત્રોચ્ચારો પણ એકદમ આવશ્યક છે. વિવિધ પોલિટિકલ પાર્ટીઓના કાર્યકરો – સ્વયંસેવકો દ્વારા બોલાતા સ્લોગનોમાં આમઓરત – આમઆદમીના આશાઅપેક્ષા – આરઝુ જણાઇ આવે છે અગર વૈચારિક પ્રતિબિંબ ઝીલાય છે. અગાઉનાં વર્ષોમાં જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, અટલબિહારી વાજપેયી, મૃણાલ ગોરે આદિની જાહેરસભાઓમાં જેઓ સામેલ થયાં હતાં તેઓને સૂત્રોચ્ચારોની બરાબર ખબર હશે. કેટલાક લોકલક્ષી – લોકપ્રચલિત – લોકરંજક અને આ લખનારના સ્મૃતિપટ પર અંકિત યાદગાર સૂત્રો આ રહ્યાં:
જીના હૈ તો મરના શીખો, કદમ કદમ પે લડના શીખો
ભાગેડુ જનતા પાર્ટી – વળતર ચૂકવો
નહીં ચલેગી નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગી
રામ – રામ હરે હરે, કમલ ખીલે ઘરે ઘરે
બેરોજગારોને રોજગારી આપો
ચલેગા આમઆદમી કા ઝાડુ
નહીં બચેગા પંજા, નહીં’ બચેગા કમલ
જો રામ કો લાએ હૈ હમ ઉનકો લાએંગે, ભગવા લહરાએંગે
બહુત બઢી મહંગાઇ કી માર,
અબ જાઓ પટેલ કી સરકાર
બાટી-ચોખા કચ્ચા વોટલ દારૂ-મુર્ગી પકકા વોટ
ગુજરાત કો અભી દુશ્મનોં સે નહીં, ગદ્દારોં સે ખતરા હૈ
ઘર કો અભી ચોરોં સે નહીં પહેરેદારો સે ખતરા હૈ
એક ધકકા ઔર દો, કોંગ્રેસ કો તોડ દો
નયે સાલ મેં અગર ખુશી હૈ પાના
તો નયા સીએમ હૈ લાના
જો બહુજન કી બાત કરેગા, વો ગુજરાત પર રાજ કરેગા
અભી તો એક અંગડાઇ હૈ
આગે એક લડાઇ હૈ
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ

સમજવા જેવી વાત
કોઈકે કહેલી આ વાત ખરેખર સમજવા જેવી છે. સમય આવે એ પહેલા બધુ સમેટી લેવું જોઈએ. માન – સન્માન ઘટે એ પહેલા જાતે હટી જવું જોઈએ.કેટલાય નિર્ણયો કલેજા કઠણ રાખીને કરવા પડે છે. બારોબાર ઉસેટાઈ જાય તે પહેલા ઉસેટી લેવું જોઇએ. ક્યાં સુધી જવાબદારીની જંજાળ લઈને ફર્યા કરશો? અફસોસ થાય તે પહેલા સઘળું આટોપી લેવું જોઇએ.આ સત્તા, સંપતિ, સફળતા નથી રહેવાના સદા સાથ સાથ, હાથમાંથી છીનવાઈ જાય તે પહેલા લપેટી લેવું જોઇએ. લોહીના સંબંધો લોહી ચૂસી ન લે એ સાચવજો જરા, વિશ્વાસે વહાણ ડૂબી જાય તે પહેલા વિટી લેવું જોઇએ. જીવન એક નાટક છે, પાત્રને પકડી બેસી કેમ રહેવાય? ઉત્તમ એ છે, રોલ પતે એટલે રંગમંચ છોડી દેવો જોઈએ. મૃત્યુ આવે તે પહેલા મોહ – માયામાંથી છૂટી જવું જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top