National

“મન કી બાત” મારા માટે માત્ર કાર્યક્રમ નહિં પણ પૂજા અને વ્રત સમાન: પીએમ મોદી

નવી દિલ્હી: પ્રથમવાર એવું બન્યું હશે કે કોઈ દેશના પ્રધાનમંત્રીએ (PM) સીધો લોકો સાથે સંવાદ કર્યો હોય. આ દેશ બીજો કોઈ નહિં પણ ભારત છે. પીએમ મોદીએ દેશની 140 કરોડ જનતા સાથે વાત કરવા માટે સોશિયલ મીડિયાના (Social Media) આ દોરમાં જૂનું કોમ્યુનિકેશન માધ્યમની પસંદગી કરી હતી. અને આ માધ્યમ છે ઓલ ઈંડિયા રેડિયો (All India Radio). વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100 એપિસોડ રવિવારે પૂરા થયા છે. આ કાર્યક્રમના પહેલા એપિસોડનું પ્રસારણ 3 ઓક્ટોમ્બર 2014માં થયું હતું. જેનું પ્રસારણ દરેક મહિનાના અંતિમ રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર થાય છે. આ ઉપરાંત આ કાર્યક્રમનું પ્રસારણ 52 ભારતીય અને 11 વિદેશી ભાષાઓમાં થાય છે. જણાવી દઈએ કે આ ખાસ અવસર સાથે પીએમ મોદીએ વિશ્વભરમાં લોકો સાથે સંવાદ સાધ્યો હતો.

સમગ્ર દેશમાં 4 લાખ કેન્દ્રો પર એપિસોડનું જીવંત પ્રસારણ
આ ઉપરાંત આ અવસરને ખાસ બનાવવા માટે સમગ્ર દેશમાં 4 લાખ કેન્દ્રો પર એપિસોડનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અને યુપીમાં પણ મન કી બાત સાંભળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 55 હજાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો મન કી બાત કાર્યક્રમ સાંભળી રહ્યા હતા. પીએમના મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે ભાજપે પણ ખાસ તૈયારીઓ કરી હતી. સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ બધા પોતપોતાના વિસ્તારોમાં લોકો સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળી રહ્યા હતા.

જાણો પીએમ મોદીએ 100માં એપિસોડમાં શું કહ્યું
આ કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે આ મન કી બાત કરોડો ભારતીયોના મનની વાત છે. મને હજારો ચિઠ્ઠીઓ મળે જેને વાંચીને ધણીવાર હું ભાવૂક થઈ જાઉં છું. મન કી બાત લોકોની ભાવનાઓને પ્રગટ કરે છે. આ વાત સાથે દરેક ઉંમરના લોકો દેશભરમાંથી જોડાય છે. તેઓએ કહ્યું મન કી બાત સકારાત્મકનો પર્વ બની ગઈ છે. લોકોના ગુણોને શીખવાનું માધ્યમ બની ગઈ છે. આના થકી જ હું સામાન્ય પ્રજા સાથે જોડાયો છું. પીએમ મોદીએ કહ્યું કે આ મારા માટે માત્ર કાર્યક્રમ નથી પણ એક પૂજા અને વ્રત છે. પીએમ મોદીએ વધારામાં કહ્યું કે મન કી બાત જે વિષય સાથે જોડાયો છે તે જન આંદોલન બની ગયું છે. તેઓએ કહ્યું કે તત્કાલિન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે હુંએ જયારે મન કી બાત કરી હતી ત્યારે તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ હતી. તેઓએ કહ્યું કે 2014માં દિલ્હી આવ્યા પછી મન કી બાતે જ મને સામાન્ય લોકો સાથે જોડાવા માટેનો રસ્તો બતાવ્યો હતો. સેલ્ફી વીથ ડોટર અભિયાન અંગે તેઓએ કહ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને તેઓના જીવનમાં છોકરીઓનું મહત્વ સમજાવવાનું હતું.

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે PM મોદીને શુભેચ્છાઓ આપી
આ ખાસ અવસરે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે PM મોદીને શુભેચ્છાઓ આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘મન કી બાતએ મહિલાઓના આર્થિક, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર વિકાસના ક્ષેત્રમાં જાગૃત ર્ક્યુ છે.’ આ ઉપરાંત UNએ પણ આ અંગે ટ્વીટ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર થઈ જાઓ! PM મોદીના મન કી બાત કાર્યક્રમનો 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ @UN મુખ્યાલયમાં ટ્રસ્ટીશિપ કાઉન્સિલ ચેમ્બરમાં પણ બતાવવામાં આવશે.’ આ ઉપરાંત ન્યૂયોર્કમાં પણ પ્રસારણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top