National

મહાદેવ એપ કૌભાંડ: EDનો દાવો, પ્રમોટર્સે CM ભૂપેશ બઘેલને 508 કરોડ આપ્યા

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી (Election) પહેલા મહાદેવ સટ્ટાબાજીની એપ અને સીએમ ભૂપેશ બઘેલ વચ્ચે જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી કહેવામાં આવ્યું છે કે એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.

કેન્દ્રીય તપાસ એજન્સીનું કહેવું છે કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ સીએમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા હતા. EDનું કહેવું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે. ચૂંટણી પહેલા આ આરોપ બાદ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. આ પહેલા ગુરુવારે EDએ રાજ્યમાં 5.39 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.

મહાદેવ બેટિંગ એપ કેસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટો દાવો કર્યો છે. EDએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. કેશ કેરિયર આરોપી અસીમ દાસની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આસિમે પૂછપરછ દરમિયાન સીએમ ભૂપેશનું નામ લીધું છે.

ED મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ અને તેના પ્રમોટર્સ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અસીમ દાસની પૂછપરછ, તેની પાસેથી મળી આવેલા ફોનની ફોરેન્સિક તપાસ અને શુભમ સોની (મહાદેવ નેટવર્કના ઉચ્ચ કક્ષાના આરોપીઓમાંના એક) દ્વારા મોકલવામાં આવેલા ઈમેલની તપાસમાં ઘણા ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ ભૂતકાળમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને નિયમિત ચૂકવણી કરતા હતા. તેમજ અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. EDએ કહ્યું કે આ તપાસનો વિષય છે.

Most Popular

To Top