Business

હોળી પહેલા જ એલપીજીના ભાવમાં ધરખમ વધારો, કોમર્શિયલ સિલિન્ડર પણ થયો મોંઘો

નવી દિલ્હી: સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. માર્ચની પહેલી તારીખ એટલે કે બુધવારથી LPG સિલિન્ડર મોંઘા (LPG Cylinder Hike) થઈ ગયા છે. 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરની (cooking gas cylinders) કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

એલપીજીના ભાવમાં વધારો
મહનગરોમાં ઘરેલું ગેસ 50 રૂપિયા મોંઘો થયો છે. અત્યાર સુધી દિલ્હીમાં 14.2 કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડર 1053 રૂપિયામાં મળતો હતો જે હવે 1103 રૂપિયા થઈ ગયો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા થઈ જશે. અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1110 રુપિયા છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે
એલપીજી સિલિન્ડરની સાથે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો મોટો વધારો થયો છે. આ પછી દિલ્હીમાં તેની કિંમત 1769 રૂપિયાથી વધીને 2119.5 રૂપિયા, મુંબઈમાં 1721 રૂપિયાને બદલે 2071.5 રૂપિયા, કોલકાતામાં 1870 રૂપિયાના બદલે 2221.5 રૂપિયા અને ચેન્નાઈમાં 1917 રૂપિયાના બદલે 2268 રૂપિયા થઈ ગઈ છે.

જાન્યુઆરીમાં ઘરેલુ ગેસ મોંઘો થયો હતો
વર્ષ 2023ની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઈ હતી. વર્ષ 2023ના પહેલા જ દિવસે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે 1 માર્ચથી 50 રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડરની નવી કિંમતો તમારા રસોડાના બજેટ પર સીધી અસર નહીં કરે, પરંતુ રેસ્ટોરાં, હોટલ વગેરેમાં ભોજન મોંઘું થઈ જાય છે.

વર્ષ 2022માં સિલિન્ડર કેટલો મોંઘો છે
તમને જણાવી દઈએ કે વર્ષ 2022 ગેસની કિંમતોને લઈને ખૂબ જ વિસ્ફોટક રહ્યું છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં રહ્યા છે ત્યારે ગેસ સિલિન્ડર સતત મોંઘા થતા રહ્યા છે. ગયા વર્ષની વાત કરીએ તો ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો. વર્ષના મધ્યમાં કોમર્શિયલ ગેસના ભાવ રૂ. 2000ને પાર કરી ગયા હતા. જોકે લાંબા સમયથી દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ વધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.

Most Popular

To Top