National

નોઈડામાં આ કંપનીએ સ્માર્ટફોનથી બનાવ્યો સૌથી મોટો એનિમેટેડ ત્રિરંગો, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

નવી દિલ્હી: 15મી ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આઝાદીના પર્વને અલગ અલગ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. લગભગ દરેક જગ્યાએ સ્વતંત્રતાની (Independence Day) ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં, મોબાઇલ ફોન (Mobile phone) ઉત્પાદક લાવાએ કંઈક એવું કર્યું કે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં (World record) નોંધાયેલું છે. કંપનીએ શોપિંગ મોલમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સૌથી મોટો એનિમેટેડ રાષ્ટ્રધ્વજ (Animated Tricolor) બનાવ્યો છે. કંપનીનું આ કામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

લાવાએ નોઈડાના એક મોલમાં 1206 એન્ડ્રોઈડ મોબાઈલ સાથે એનિમેટેડ ત્રિરંગો બનાવ્યો છે. કંપનીએ એનિમેટેડ ત્રિરંગો બનાવવા માટે Lava Blaze 2 સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હતો. કંપની તિરંગો બનાવી રહી હતી તે દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડના એક અધિકારી હાજર હતા. અધિકારીએ કહ્યું કે સ્માર્ટફોનથી બનેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો એનિમેટેડ ત્રિરંગો છે.

આ સિદ્ધિ અંગે જણાવતા લાવા ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ સુનીલ રૈનાએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય ધ્વજની સૌથી મોટી એનિમેટેડ સાઈઝ બનાવવા બદલ ગર્વ છે. તેમણે કહ્યું આ દેશના 77મા સ્વતંત્રતા દિવસની શ્રદ્ધાંજલિ છે અને અગ્નિ 2 ની સફળતાની ઉજવણી છે, જેણે ભારતીય ટેક ઉત્પાદનો સફળ ન હોઈ શકે તેવી ધારણાને ખોટી ઠેરવી હતી. અધિકારીએ કહ્યું કે Lava Agni 2 સ્માર્ટફોને ધારણાને ખોટી પાડે છે કે ભારતીય સ્માર્ટફોન ઉત્પાદકો સારા સ્માર્ટફોન બનાવી શકતા નથી. અમને ગર્વ છે કે કંપનીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

લાવા ઈન્ટરનેશનલની મેન્યુફેક્ચરિંગ અને રિપેરિંગ સુવિધા નોઈડામાં ઉપલબ્ધ છે. 31 ઓગસ્ટ, 2021 સુધીમાં, ઉત્પાદન સુવિધા પ્રતિ વર્ષ 42.52 મિલિયન ફીચર ફોન સમકક્ષ હેન્ડસેટની કુલ ઉત્પાદન ક્ષમતા ધરાવતો હોવાનો દાવો કરવામાં આવે છે. સ્થાનિક સ્માર્ટફોન કંપની Lava એ તાજેતરમાં Lava Agni 2, Lava Blaze 5G અને Lava Yuva 2 Pro સહિત સ્માર્ટફોનની વિશાળ શ્રેણી લોન્ચ કરી છે.

Most Popular

To Top