Latest News

More Posts

દમણ : સંઘપ્રદેશ દમણનાં જામપોર બીચ પાસે દેશના સૌથી મોટા બનેલા પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિએ શુક્રવારે વિધિવત ઉદ્દઘાટન કર્યું હતું. આશરે 3 હેક્ટરમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એવિઅરી (પક્ષીઘરમાં) દુનિયા ભરમાંથી લાવવામાં આવેલા વિભિન્ન પ્રકારના પક્ષીઓ જોવા મળશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસ માટે તેમના પરિવાર સાથે સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવની મુલાકાતે આવ્યા છે. ઉપ રાષ્ટ્રપતિનું દમણ એર સ્ટેશન ખાતે પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ ઉમેશ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. મોટી દમણ જામપોર બીચ પાસે આશરે 3 હેક્ટરમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એવિઅરી (પક્ષીઘરમાં) દુનિયા ભરમાંથી લાવવામાં આવેલા વિભિન્ન પ્રકારના પક્ષીઓથી સજ્જ પક્ષી ઘરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉપરાષ્ટ્રપતિ, પ્રદેશના પ્રશાસકે પક્ષીઓને પાંજરામાંથી બહાર કાઢી ખુલ્લા આકાશમાં મુક્ત કર્યા હતા. પક્ષીઘરના લોકાર્પણ બાદ ઉપરાષ્ટ્રપતિએ દમણનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સરકારી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિ પટેલ, પ્રમુખ અસ્પી દમણિયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કરાયેલા પક્ષીઘરમાં દેશ વિદેશથી લાવવામાં આવેલા પક્ષીઓ પર્યટકોની સાથે ખાસ કરીને બાળકોને વધુ આકર્ષિત કરશે. આગામી સમયમાં દમણમાં પર્યટકોની સંખ્યામાં તો વધારો થવા પામશે જ સાથે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા નાના મોટા ધંધા રોજગાર ચલાવતા એકમોને પણ મોટો ફાયદો પહોંચશે.

To Top