SURAT

વેસુનાં ખાટુ શ્યામ બાબા મંદિરમાં ક્રેઈનમાંથી પ્લેટ છટકતા ત્રણ ઘાયલ

સુરત :વેસુના(Vesu) ખાટું શ્યામ (Khatu Shyam) બાબા મંદિરમાં (Temple) સોમવારે સાંજે ક્રેઈન (Crane) માંથી લોખંડની વજનદાર પ્લેટ છટકતા ત્રણ ઘાયલ થયા હોવાની જાણકરી મળી છે. અહીં આઠમ નોરતે મંદિરમાં દર્શન કરવા આવેલ દર્શનાર્થી સાથે અચાનક ઘટના બનતા દોડભાગ પણ મચી જવા પામી હતી. નાની પાંચ વર્ષ નું બાળક સહીત બે વ્યક્તિઓ ને ઇજા થવા પામી હતી.જોકે ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઇ ન હતી. ઘયલોને ઉપચાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.સમગ્ર ઘટનામાં સોલારી કોર્ડ હાઈરાઈઝ પ્રોજેક્ટ અને ક્રેઈન ઓપરેટર લાપરવાહી સામે આવી હતી.જેના અનુસંધાનમાં ખટોદરા પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી.ક્રેઈન ઓપરેટર સંતોષ ગુપ્તાને ધરપકડ કરાયા હોવાની વિગતો પણ સૂત્રોએ આપી હતી.

  • ક્રેઈન મારફતે પ્લેટોને ચઢાવવાનું કામ કરતો હતો
  • સોલારી કોર્ડ હાઈરાઈઝ પ્રોજેક્ટની સાઈડ ઉપર લાંબા સમયથી કામ ચાલે છે
  • દર્શનાર્થી પૈકો એક બાળકી સહીત ત્રણ જણા ઘાયલ થઇ ગયા હતા

આઠમના નોરતા હોવાથી મંદિરમાં ખુબ ભીડ હતી
ઘટના મંદીરના પરિસરને લગોલગ અડીને આવેલા સોલારી કોર્ડ હાઈરાઈઝ પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર કામ ચાલી રહ્યું હતું. ત્યારે અહીં ક્રેઈન મારફતે પ્લેટોને ચઢાવવાનું કામ કરતો હતો.દરમ્યાન ક્રેઈનનું બેલેન્સ જતા અચાનક ધડાકા સાથે ક્રેઈન માંથી એકાએકે પ્લેટ નીચે પડી ગઈ હતી.જેને લઇને ભાગદોડ મચી જવા પામી હતી.ઘટનામાં અહીંથી પસાર થઇ રહેલ દર્શનાર્થી પૈકો એક બાળકી અને અન્ય ચાર જણા ઘાયલ થઇ ગયા હતા.ઘટના ઘટતા બચાવ કાર્યમાં લાગી ગયા હતા.અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

સોલારી કોર્ડ હાઈરાઈઝ પ્રોજેક્ટની સાઈડ ઉપર લાંબા સમયથી કામ ચાલે છે
વેસુ વીઆઈપી રોડ ખાટું શ્યામ બાબા મંદિર સોલારી કોર્ડ હાઈરાઈઝ પ્રોજેક્ટની બિલ્ડીંગમાં છેલ્લા કેટલાય વખતથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે.પીક અવર્સમાં આ વિસ્તારમાં સતત ટ્રાફિકની પણ ખાંસી અવરજવર રહે છે. મંગળવારે સાંજે બનેલ ઘટનામાં 5 વર્ષીય એક બાળક સહીત પ્રકાશ વાયડા અને હિતેશ વાયડા નામના દર્શનાર્થીઓ ઘાયલ થઇ ગયા હતા.બિલ્ડરની ગંભીર બેદરકારીને લઇ ઘટના બની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હોવાની વાતો વહેતી થઇ હતી.જયારે ક્રેઈન ઓપરેટર સંતોષ ગુપ્તાનો કામ ઉપરનો પહેલો દિવસ હોવાનું પણ સૂત્રો એ જણાવાયું હતું.

Most Popular

To Top