વિશ્વ બંધુત્વ દિવસ અને દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે એક લાખ રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો સંકલ્પ બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણિજીની ૧૮મી...
અન્ય 2 શ્રમિકો ઝેરી ગેસના અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કંપનીના માલિકોએ શ્રમિકોને ETP ટાંકીની સફાઈ કરવા ઉતારતા જ ઝેરી ગેસની અસરથી 2...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરના ‘ભારત એક ચમકતી મર્સિડીઝ છે’ નિવેદનનો જવાબ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું- હું...
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો, SSGની ઓપીડી હાઉસફૂલ *એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસો નોંધાયા જ્યારે ઝાડા ઉલટીના દૈનિક 5 કેસો સામે...
શિક્ષણાધિકારીની કચેરીનાં નિયંત્રણ હેઠળની તમામ શાળાઓએ ચૂસ્તપણે અમલ કરવા આદેશ : અનિચ્છિનિય ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાનાં આચાર્ય અને શિક્ષકોની...
પાર્કિંગ મામલે ઝઘડો થતાં વર્ષ 2023મા પાર્થ પરીખ તથા તેના સાથીદારો દ્વારા સચિન ઠક્કરની હત્યા કરવામાં આવી હતી (પ્રતિનિધિ) વડોદરા તા.22 વર્ષ...
બોડેલી, ઢોકલીયા, અલીખેરવા, ચાચક, ઝાંખરપુરાનો સમાવેશ કરવામાં આવ્યો બોડેલી: છોટાઉદેપુર જીલ્લાનું ઔધ્યોગિક હબ ગણાતા બોડેલી નગરમાં આજે ખુશીનો માહોલ છવાયો હતો. બોડેલી...
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની પોલીસે સરકારી ભંડોળનો દુરુપયોગ કરવા બદલ ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ 2023 માં...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે (22 ઓગસ્ટ, 2025) બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસની સુનાવણી દરમિયાન ભારતીય ચૂંટણી પંચ (ECI) ને નિર્દેશ આપ્યો. સુપ્રીમ...
શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં આઘાતજનક ઘટના બની છે. અહીં હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાઈ જતા મહિલા રત્નકલાકારના વાળ ખેંચાઈને માથાથી...
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ (AICC)અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના આદેશ અનુસાર “વોટ ચોર ગાદી છોડ” મુદ્દે વિશાળ ધરણાનું આયોજન કરવામાં...
સુપ્રીમ કોર્ટે રસીકરણ પછી રખડતા કૂતરાઓને તેમના વિસ્તારમાં પાછા છોડવાનો આદેશ આપવાની સાથે કૂતરા પ્રેમીઓ અને NGO ને નોંધણી માટે 25 હજાર...
સુરતમાં ખાડે ગયેલા રસ્તાઓના વાંકે વૈકિલ્પક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવે પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી થઇ રહેલ...
રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર થતાં જ રીઅલ મની ગેમિંગ ઉદ્યોગના મોટા ખેલાડીઓ MPL, ડ્રીમ11 અને ઝુપીએ તેમની મની ગેમ્સ બંધ...
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત ખરાબ થઈ ગઈ છે. આજે શુક્રવારે વહેલી સવારે તેમને...
રોકડ રકમ જમા કરાવતા ગણતરી દરમિયાન રૂપિયા ભરેલી કેસેટ ઓછી જણાઇ આવતા ભાંડો ફૂટ્યો વડોદરા તારીખ.22ગોરવા બીઆઈડીસીમાં આવેલી કંપની વડોદરા સહિત ગુજરાતની...
બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મતદાર યાદીમાં સુધારા...
લાચાર માતા-પિતાની પોલીસ કમિશનરને રજૂઆત : ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃધ્ધ દંપતીને હેરાન કર્યા હોવાના આક્ષેપ : ( પ્રતિનિધી )વડોદરા,તા.22 છાણી રોડ...
અમેરિકન સેલિબ્રિટી જજ અને સોશિયલ મીડિયા સ્ટાર ફ્રેન્ક કેપ્રિયોનું 88 વર્ષની વયે અવસાન થયું છે. ભારતમાં પણ તેમનો મોટો ચાહક વર્ગ હતો...
યુરીયા ખાતરની એક બેગના 266.50 પૈસાના બદલે 410 રૂપિયાના ભાવે ખુલ્લેઆમ **ખેડૂતો માટે મગરના આંસુ સારતી સરકાર અને ખેડૂત સંગઠનો સંતાયા છે...
વારંવારના અકસ્માત છતાં રાત્રિ પેટ્રોલિંગની ઢીલી કામગીરી, નાગરિકોમાં અસંતોષ વિડિયો વાયરલ થયા બાદ જ કાર્યવાહી, પહેલા જાગૃત રહે તો મૃત્યુનો ખેલ અટકે...
સુરત: શહેરના ખટોદરા વિસ્તારમાં યુનિક હોસ્પિટલ નજીકના મૂર્તિકારના કારખાનામાં મૂર્તિઓને નુકસાન પહોંચવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ નુકસાન અકસ્માતે થયું...
અટલાદરા પોલીસે ખિસકોલી સર્કલ પાસેથી ચોરને દબોચ્યો, રૂપિયા 25.50 લાખનો મુદ્દામાલ રિકવર વડોદરા તારીખ 22 વડોદરા શહેરના ત્રણ પોલીસ મથક વિસ્તારોમાં મીની...
વાઘોડિયા: વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કમલાપુરા ગામમાં રહેતા જોધા વિહાભાઈ ભરવાડ અને ધના ઉર્ફે દાના વિહાભાઈ ભરવાડ સામે તાલુકાના દતપુરા ગામે બિનખેતીની જમીન...
સુરત: વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સેફટી પોલિસી ૨૦૧૬ના સંદર્ભે નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવે તમામ...
સુરત: સુરત મનપા પ્રજાના કરવેરાનાં નાણાંમાંથી ઘણા લોકરંજન પ્રોજેક્ટ પણ સાકાર કરે છે, જેમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને હેલ્થ ક્લબ વગેરેનો સમાવેશ થાય...
સુરત: શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 16મી ઓગસ્ટે એક અજાણ્યા ઈસમની તિક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની...
સુરત: પીપલોદ પોલીસલાઈનમાં બે પોલીસકર્મીની પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં નાયબ મામલતદારનો હોદ્દો ધરાવતી એક પોલીસકર્મીની પત્નીએ, પોતાની મોટી બહેન સાથે...
સુરત: પાંડેસરા વિસ્તારમાં એક અજબ ઘટના બની હતી, જેમાં સિલાઈ મશીનમાં કામ કરતા એક શ્રમજીવી યુવકની છાતીમાં કાતર ઘૂસી જવાને કારણે ગંભીર...
સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.