સાવલી: સ્વામીજી સાવલીવાળાની 34મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યાગથી પ્રારંભસ્વામીજીની...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હાલ ચાલતી ચોમાસાની ઋતુને લઈ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ...
વડા પ્રધાન અને મુખ્યમંત્રીઓને દૂર કરવા માટે માળખું નક્કી કરતા ત્રણ બિલો પર વિચાર કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નેતૃણમૂલ...
ટેરિફને કારણે અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે ભારતે એક મોટું પગલું ભર્યું છે. ભારતે 25 ઓગસ્ટથી અમેરિકા માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી...
હનુમાનજી ભગવાન શ્રી રામના ધ્યાનમાં ભજન કિર્તન કરતાં દર્શાવ્યા મંદિર ખાતે સવારે આરતી, બપોરે સુંદરકાંડના પાઠ તથા રાત્રે શયન આરતીનું આયોજન કરાયું...
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં એક ચોંકાવનારી સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અહીં એક સરકારી કર્મચારીને વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું...
મુંબઈ-કુશીનગર એક્સપ્રેસના એસી કોચના બાથરૂમમાં કચરાપેટીમાંથી પાંચ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ માહિતી મળતાં જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં હોબાળો મચી...
દુનિયામાં ઘણી વાર કેટલાક લોકો વચ્ચેની મિત્રતા એવી હોય છે કે તેનું ઉદાહરણ આપવામાં આવે છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન...
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શનિવારે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના વાર્ષિક દિવસ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ જાહેર સુનાવણી દરમિયાન...
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આરજેડી નેતા તેજસ્વી યાદવ સામે તાલબેહટ કોતવાલીમાં વડા પ્રધાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે....
ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રના પ્રતિબંધને ફરી એકવાર લંબાવ્યો છે. આ પ્રતિબંધ હવે તા.24 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. બીજી બાજુ...
વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ ટેરિફ પર ટ્રમ્પને યોગ્ય જવાબ આપ્યો છે. જયશંકરે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલા 50...
સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના એક દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટક કોંગ્રેસના નેતા કે.સી. વીરેન્દ્રના ઘરેથી 12 કરોડ રૂપિયા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત બાદ ભારતે મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારત હવે ફ્રાન્સ સાથે...
વાઘોડિયા ટીપીઓ અને પોલીસ દ્વારા તપાસ શરૂ અહેવાલ બાદ સત્ય હકીકત સામે આવશે,સ્કૂલ દોષી જણાશે તો કડક કાર્યવાહી કરાશે : મહેશ પાંડે...
ઉત્તરાખંડમાં કુદરતી આફતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યે થરાલી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની...
અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ...
ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે એવા અહેવાલો પર અંત આવ્યો છે....
કપડવંજ: ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અસલ મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી કપડવંજ ટાઉન પોલીસ ટીમે સારી કામગીરી કરી છે....
કપડવંજ કપડવંજ એસટી ડેપોની બસ નંબર GJ18Z7352 થવાદ નાઈટથી કપડવંજ લોકલ રૂટ પર જઈ રહી હતી. તે સમય દરમિયાન ચપટીયા પાટીયા સ્ટેન્ડ...
લાંબા સમયથી નેશનલ હાઈવે નં 48 પર ટ્રાફિક જામની સમસ્યા , સમસ્યા ઉકેલવામાં સાંસદ સહિતની નેતાગીરી નિષ્ફળવાહનોની લાંબી કતાર લાગી,વાહનચાલકો અટવાયા (...
દુનિયાનાં રાજકીય સમીકરણો બહુ જલદીથી બદલાઈ રહ્યાં છે. જે રશિયા અને અમેરિકાને એક વખત કટ્ટર દુશ્મન માનવામાં આવતાં હતાં તેઓ દોસ્તીનો હાથ...
સરકાર જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી રહી છે. ચાર સ્લેબમાંથી હવે બે સ્લેબ રહેશે 5% અને 18% જ્યારે કાપડ ઉદ્યોગ માટે આ...
આપણી સંસ્કૃતિમાં ઘણાં ઘણાં આશ્ચર્યો અને આઘાતો ભર્યા પાડ્યાં છે. ધર્મનાં નામે પોતાને કાંઈ ખોટું કરવું છે અને વળી તેનું વાજબીપણું શોધી...
શનિવારે સવારે પટણા જિલ્લાના દાનિયાવાન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત બન્યો જેમાં 8 લોકોનાં મોત થયા છે અને 6 જેટલા લોકો ગંભીર...
શિક્ષણ વિભાગને લાંછન લગાડતા તેમજ શિક્ષકની વ્યાખ્યાને શરમાવતા અનેક સમાચારો હાલ રોજિંદી હેડલાઇન બને છે. માત્ર સુરતમાં છેલ્લા ૩ મહિનાની ગતિવિધિ અને...
લાગે છે કે આવનારા દિવસોમાં ધીરે ધીરે ફ્લાઈટોની સંખ્યા ઓછી થઇ જશે. પ્રગતિના પંથે અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું સાથે સાથે ક્રિકેટ સ્ટેડિયમ...
કોલેજમાં સૌથી હોંશિયાર ગણાતો નિરજ, કોલેજ બાદ તેણે એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું, સ્ટાર્ટ અપ સફળ થયું. સફળતા પણ મળી અને અચાનક...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના રાજકીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં આગામી યુનાઇટેડ સ્ટેટ્સ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ગોર હાલમાં વ્હાઇટ...
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ધારણા કરતાં વહેલા ચૂંટણીયુદ્ધની રેખાઓ ખેંચાઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) પોતાના ઉમેદવારનો નિર્ણય ઝડપથી...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.