ગુજરાતમાં રાજ્યની સ્થાપનાથી જ દારૂબંધી અમલમાં છે પણ એનો અમલ કડકાઈથી થતો નથી. કાયદા છે, સજા છે છતાં ગુજરાતમાં દારૂ બહુ સહેલાઈથી...
રખડતાં કૂતરાંના મામલે આખરે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આખા દેશમાં લાગુ પાડ્યો. જોકે, સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના 11મી ઓગષ્ટના આદેશમાં ફેરફાર કરીને...
નવી દિલ્હી, તા. 22 (PTI): સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તે બિહારમાં મતદારયાદીમાંથી બાકાત થઇ ગયેલા મતદારોને તેમના...
ન્યૂયોર્ક, તા. 22 : શુક્રવારે વોલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી, કારણ કે અમેરિકી મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વના વડાએ વ્યાજ દરોમાં ઘટાડાનો...
નવી દિલ્હી, તા. 22 (PTI): સુપ્રીમ કોર્ટે આજે તેનો અગાઉનો આદેશ સુધાર્યો હતો અને રસી આપ્યા પછી પણ રખડૂ કૂતરાઓને દિલ્હી-એનસીઆરમાં છોડવા...
ઇસ્લામાબાદ, તા. 22 (PTI). દેશના પ્રથમ આર્થિક વસ્તી ગણતરી અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં 6,00,000 થી વધુ મસ્જિદો અને 36,000 ધાર્મિક પાઠશાળાઓ છે જ્યારે...
તાત્કાલિક સમારકામ સાથે ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત ઐતિહાસિક વારસાની જાળવણી તરફ વડોદરા મહાનગરપાલિકાનો પહેલુ પગલું વડોદરાની ઓળખ સમાન ઐતિહાસિક માંડવી ચાર દરવાજો હવે...
નવી દિલ્હી, તા. 22 (PTI): નવી દિલ્હીમાં શરૂ થયેલા બે દિવસના નેશનલ સ્પેસ ડેની ઉજવણી દરમિયાન શુક્રવારે ઈસરોએ ભારતીય અંતરીક્ષ સ્ટેશન (બીએએસ)...
વૉશિંગ્ટન, તા. 22: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનના વિદેશ વિભાગે એક નવી નીતિ અમલમાં મૂકી છે જેના હેઠળ જેઓ અમેરિકાના માન્ય વિઝા...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) ડૉ. સી.જી.ડી.એન. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના કેબિનેટ...
સુરત: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ સિદ્ધીઓ હાંસલ કરી રહેલા સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલને ફેમિના ઇન્ડિયા દ્વારા સોશિયલ સર્વિસીસમાં શ્રેષ્ઠ યોગદાન...
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સો તથા એટ્રોસિટીના ગુનાનો આરોપી શુભમ શર્મા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે....
સુરત : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ, ઇઝરાયેલ સાથે હમાસ અને ઇરાનના સંઘર્ષ તથા વૈશ્વિક મંદીની ગંભીર અસર ગુજરાતના હીરાઉદ્યોગ અને રત્નકલાકારો...
વાપી : વાપીથી બગવાડા ટોલનાકા સુધી નેશનલ હાઈવે-૪૮ ઉપર બંને તરફ ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેસાન થયા હતા. શુક્રવારે સાંજે કલાકો સુધી ટ્રાફિક...
સુરત: કતારગામ ખાતે નાના હીરાના કારખાનામાં ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ કારખાનામાં કામ કરતી પરિણીતાના વાળ હીરાની ઘંટીમાં ફસાઇ ગયા હતાં....
સુરત: સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક બનેલા ઘટનાક્રમમાં, ગુરુવારે એક નિષ્ણાત ટીમ દ્વારા ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) સર્વે શરૂ કરવામાં આવ્યો છે....
સ્થાનિક કાર્યક્રમમાં અમારી અવગણના, ફક્ત બાળુ શુક્લ જ બોલાવે છે” વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે પાર્ટીની સંકલન બેઠક યોજાઈ હતી. શહેરના...
ટેન્ડર વિના 19 વેન્ડિંગ મશીન ખરીદીમાં વિભાગના વિરોધાભાસી નિવેદનોથી ભ્રષ્ટાચારની શંકા ટેન્ડર વિના જ વેન્ડિંગ મશીન ખરીદી લેતા ઇજારદાર એન્વીપયોરને સીધો ફાયદો...
બેંચ પરથી સામાન હટવાની નાની વાત બની જીવલેણ ઝઘડાનું કારણ, ઘાયલ વિદ્યાર્થીએ આરોપ મૂક્યો કે હુમલાખોર પાસે ચાકૂ હતું વડોદરા: આજવારોડ સ્થિત...
બીસીએની એપેક્ષ કાઉન્સિલની અગત્યની બેઠક મળી : કોર્ટના નિર્ણય બાદ એપેક્સ કાઉન્સિલ આગામી એજીએમનું સમયપત્રક નક્કી કરશે :( પ્રતિનિધી )વડોદરા,તા.22 બરોડા ક્રિકેટ...
ઐતિહાસિક માંડવી દરવાજાની જાળવણી માટે મ્યુનિસિપલ કમિશનરની કસોટી વડોદરા: વડોદરાની ઓળખ સમાન ઐતિહાસિક માંડવી ચાર દરવાજો હવે તેની ભવ્યતા ફરી પ્રાપ્ત કરી...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આવકવેરા બિલ 2025 ને મંજૂરી આપી છે જે જૂના આવકવેરા કાયદા, 1961 ને બદલશે. આવકવેરા કાયદો 2025 આગામી નાણાકીય...
સ્થાયી સમિતિમાં 17 કામોની દરખાસ્તમાંથી 12 મંજૂર, 1 મુલતવી, 4 નામંજૂરવડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ આજે કુલ 17 કામોની દરખાસ્તો રજૂ...
“સ્થાનિક કાર્યક્રમમાં અમારી અવગણના, ફક્ત બાળુ શુક્લ જ બોલાવે છે” બેઠકમાં બાળુ શુક્લે કહ્યું, આ ફક્ત વોર્ડનો મુદ્દો નહીં પરંતુ આખી પાર્ટીનો...
બિહાર બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસે છે. પીએમ મોદીએ પહેલા કોલકાતા મેટ્રોના ત્રણ નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું અને પછી જાહેર...
હરણી ભીડભંજન મંદિર ખાતે શ્રાવણના છેલ્લા શનિવારે મેળો યોજાશે, જાણો શું છે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા વાહન ચાલકોને ટ્રાફિકના કારણે અગવડ...
વાઘોડિયા ખાનગી યુનિવર્સિટી પાસે સમી સાંજની ઘટના વાઘોડિયાવડોદરા થી વાઘોડિયા તરફ આવતી વિટકોસ સીટી બસે પારુલ યુનિવર્સિટી પાસે આઇસર સાથે અકસ્માત સર્જ્યો...
વિદ્યાર્થી સંગઠનની યુનિવર્સીટીના અધ્યાપકોમાંથી વીસીની નિમણુંક કરવા માંગ રાજ્ય બહારના પ્રોફેસરો પરિસ્થિતિથી વાકેફ નહિ હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ( પ્રતિનિધી )વડોદરા,તા.22 વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના...
બિલ્ડર દ્વારા મકાન બાંધકામ માટે નિર્ધારિત કરાર કરતાં વધુ રકમ મેળવી લીધા છતાં યોગ્ય બાંધકામ ન કરી છેતરપિંડી આચરી ગ્રાહક સાથે મજૂરી...
ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લીલી ઝંડી આપી દીધી છે જેના પછી...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.