સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં 2021 રાયોટીંગના 47 આરોપી પૈકી કેટલાક આરોપી સતત કોર્ટ મુદ્દતમાં ગેરહાજર રહેતા હોવાથી કોર્ટની આકરી કાર્યવાહી સાવલી: સાવલીની...
પાલિકાનું કડક વલણ વોર્ડ નં. 4માં નિયમભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલાયો શહેરની સુંદરતા અને સ્વાસ્થ્ય બગાડનારાઓ સામે હવે કાયમી કાર્યવાહી...
રાત્રી દરમિયાન દારૂની મહેફિલો માણી ખાલી બોટલો ફેંકવામાં આવતી હોવાના આક્ષેપ કોર્પોરેટરો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવા માંગણી ( પ્રતિનિધિ )વડોદરા,તા.21...
હુમલાખોર ભાજપના હોદ્દેદાર સહિતના લોકો તથા નબળી કામગીરી કરનાર પોલીસ સામે કડક પગલા ભરવા ગૃહમંત્રી, એસપી તથા સાંસદને રજૂઆત વડોદરા તા.21તાજેતરમાં ભાદરવા...
નિયમોની વિરુદ્ધમાં ચાલી રહેલા કામના કારણે નબળી ગુણવત્તાથી રસ્તાઓ ઝડપથી બગડે સાથે જાહેર નાણાંનો બગાડ થાય છેવડોદરા: વડોદરા મહાનગરપાલિકાના વહીવટ અંગે વારંવાર...
તંત્ર હવે તાત્કાલિક ગંભીરતા દાખવશે નહીં તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે આ લેન્ડફિલ સાઈટ પર બેસીને આંદોલન કરવાની ચીમકી લેન્ડફિલ...
ભારતીય પોલીસ સેવા (IPS) ના વરિષ્ઠ અધિકારી સતીશ ગોલચાને દિલ્હી પોલીસના 26મા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે...
આસામમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ બનાવવામાં આવશે નહીં. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે...
માર્ચમાં આપેલા ડોર ટુ ડોર ઈજારા બાદ કચરા વિભાજનની સુવિધા શરુ ન થતાં વિવાદ તીવ્ર બનવાના એંધાણ વડોદરા: વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ ઝોનમાં...
ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહનું સ્મારક તૂટેલી હાલતમાં છે તો ભગતસિંહની પ્રતિમા ઉપર લીલો રંગ પણ ચડી ગયો હોવાનું સામે આવ્યું...
જીએસટીના ચાર દરોને હટાવી લાવવામાં આવશે નવી સિસ્ટમ બિહારના ડે.સીએમના નેતૃત્વમાં છ સભ્યોના મંત્રી જૂથે 5, 12, 18 અને 28 ટકાની હાલની...
રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે ગુરુવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમને મોસ્કોમાં તમને...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ કહ્યું કે એક્સિયમ મિશન હેઠળ અમે બે અઠવાડિયા સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં રહ્યા. હું મિશન પાઇલટ...
મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે મદરેસા શિક્ષકોના કાર્યક્રમમાં પહોંચ્યા પરંતુ શિક્ષકોના એક જૂથે તેમનો વિરોધ કર્યો ત્યારે બીજું દ્રશ્ય જોવા મળ્યું. કાર્યક્રમ દરમિયાન...
એમએસયુમાં ટેમ્પરરી પ્રોફેસરોની ભરતી નહિ થતા વિદ્યાર્થીઓને હાલાકી :વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન : ( પ્રતિનિધી ) વડોદરા,તા.21...
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ના દરોને તર્કસંગત બનાવવા અંગે રાજ્યોના નાણામંત્રીઓના જૂથ (GoM) ની એક મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવામાં...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી આંશિક રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને ગયા...
બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન ઝારખંડ સશસ્ત્ર પોલીસ (JAP) ના જવાન શંભુ સિંહ (40 વર્ષ) ગુરુવારે શેખપુરામાં તેજસ્વીની ગાડી નીચે આવી ગયા...
ઉતર પ્રદેશના લખનૌમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જનતા દરબારમાં ગાઝિયાબાદના 65 વર્ષીય નિવૃત્ત સૈનિક સતબીર ગુર્જર...
વડોદરા શહેરના વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી. સોસાયટીમાં લગાવેલા કેમેરામાં આ ગેંગ કેદ થઈ ગઈ હતી. જોકે કોઈ...
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટુર્નામેન્ટની બીજી મેચમાં તા. 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચની ચર્ચા...
પ્રો.ભાલચંદ્ર મહાદેવ ભાણગે,રસાયણશાસ્ત્ર વિભાગ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અગાઉ પ્રો.વિજયકુમારે રાજીનામુ આપતા ઈ.વીસી તરીકે પ્રો.ધનેશ પટેલને...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ : ડભોઇ બોડેલી માર્ગ પર ટીંબી ફાટક પાસે છોટાઉદેપુર થી જૂનાગઢ જતી વિશ્વામિત્રી એક્સપ્રેસ બસના ચાલકને રાત્રીના અંધારા...
શિનોર: શિનોર તાલુકાના સેગવા અને આનંદી વચ્ચે રેતી ભરેલા ટાટા હાઇવો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આનંદી ગામ અને સેગવા ચોકડી...
જેન્ટ્સ ઓફિસર વર્ગ-1-2 માટે સફેદ સાદા અથવા પટ્ટાવાળા શર્ટિંગ અપાશે રેમન્ડ, અરવિંદ, વિમલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મફતલાલ, ગ્વાલિયર, સિયારામ્સ, દિગ્જામ, સ્કુમાર અને હંસ...
60થી વધુ પરિવાર રોજગાર ગુમાવી બેરોજગાર બન્યાં, મ્યુનિસિપલ કમિશનર ન મળતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ વડોદરા મહાનગરપાલિકાની કચેરીઓમાં અલ્ટ્રા મોડેલ એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ...
તાજેતરમાં જ અક્ષય કુમાર અને અરશદ વારસીએ ‘જોલી એલએલબી 3’ ની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું ટ્રેલર જોઈ ચાહકો ખુશ થયા હતા....
સંસદના ચોમાસું સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ખટરાગ ફક્ત ગૃહની અંદર જ નહીં પરંતુ બહાર પણ દેખાય છે. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત...
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની તપાસમાં આરોપી રાજેશ ખીમજીના વિચિત્ર દલીલો પોલીસને પણ આશ્ચર્યચકિત કરી રહ્યા છે. દિલ્હી પોલીસના સૂત્રોના...
મૂળ સેલવાસના પિતા અને બન્ને પુત્રો ની લાશ પીએમ માટે હોસ્પિટલમા લઈ જવામાં આવી દાહોદ : દાહોદ તાલુકાના કઠલા ગામે સામુહિક આત્મહત્યાની...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.