ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં ટીમે યજમાન ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો હતો. આ...
ઇન્ડિયા બ્લોકના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પ્રસંગે સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ-રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, સપા...
સુરત : સુરત એરપોર્ટ ગોલ્ડ અને ડાયમંડ પછી હાયડ્રોપોનિક ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત બન્યું છે. સુરત DRI એ બેંગકોક – સુરત ફલાઇટમાં...
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો થયો છે. ગતરોજ સ્કૂલમાં થયેલી તોડફોડ અને મારામારી અંગે ખોખરા...
શિનોર: .શિનોર ગામમાં આવેલીજે.સી પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે 69 મો અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ -૨૦૨૫ ની વડોદરા ગ્રામ્ય જિલ્લા કક્ષા હેન્ડબોલ ની...
ઘણી વાર વ્યક્તિની ગેરહાજરી પછી ‘જો અને તો’ નો હિસાબ લગાવતો હોય છે. મુક્કદર કા સિકંદર બનેલા અમિતાભ બચ્ચન માટે હમેશા સરખામણી...
ભાઈજાન સલમાનની છેલ્લી ફ્લોપ સિકંદરનું બોક્સઓફિસ પર જે બ્લન્ડર થયું તેની ચર્ચા હજી ચાલી રહી છે. કારણ કે ત્રણેય ખાનોમાંથી શાહરુખ અને...
ફિલ્મમાં કામ કરવું હોય તો શું કેવું પડે? એ સવાલના જવાબમાં તમે કહેશો એક્ટિંગ કરતા શીખવું પડે, તે આવડે એટલે ઑડિશન આપવા...
સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય સારું નથી. તેમના નાના ભાઈ વીરેન્દ્ર કાંબલી (વીરુ કાંબલી) એ એક ઇન્ટરવ્યુમાં તેમના મોટા ભાઈ...
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તા.20 ઓગસ્ટની સવારે જાહેર સુનાવણી દરમિયાન થયેલા હુમલા મામલે નવો વળાંક આવ્યો છે. આરોપી રાજેશભાઈ ખીમજી જે...
નવી દિલ્હીમાં લોકસભામાં ગતરોજ ભારે હોબાળો સર્જાયો હતો. કલંકિત વડા પ્રધાન અને મુખ્યમંત્રીને હટાવવા માટે રજૂ કરાયેલા બિલને લઈને વિપક્ષી સાંસદોએ જોરદાર...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૫૦% સુધીના ટેરિફનો બોજ લાદ્યા બાદ પણ ભારતે વ્હાઇટ હાઉસ સામે હાર માનેલી નથી. આ...
મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ તપાસમાં ફાયરના અધિકારી-કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ બોગસ ફાયર એનઓસી કેસમાં બે મહિનાથી વધુ સમય વીત્યા બાદ પણ આરોપી આઝાદ વડોદરા શહેરના...
55MLD STP અને મેઈન પંપીંગ સ્ટેશનના 2 વર્ષના ઓપરેશન-મેંટેનન્સ માટે મંજૂરી અપાશે બે વર્ષના ઈજારાના સમયગાળા દરમિયાન મિનિમમ વેજીસ એક્ટ મુજબ વેતનદરમાં...
દૂધ, ઘી, તેલ, ખમણ, ઢોકળા સહિતના નમૂના એકત્રિત તહેવારો દરમ્યાન ભેળસેળ અટકાવવા વધુ ચકાસણીઓ થશે વડોદરા શહેરમાં તહેવારોની સીઝનને લઈ લોકો ખાદ્ય...
પરાગરજ સોસાયટીમાં આવેલા મંદિરમાં થતા ખોટા કાર્યો સામે લોકોનો વિરોધ મંદિર પર ગેરકાયદેસર ખાનગી કંપનીના લગાવાઈ રહેલા ટાવર સહિતની કરાતી પ્રવૃતિઓ સામે...
વાઘોડિયા ચોકડીથી કપુરાઈ જવાના માર્ગે રોડની બિસ્માર હાલત વાહન ચાલકો સાઈડ પરના માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 વડોદરા...
સાત માળના બદલે 13 માળનું બિલ્ડીંગ ઊભું કરાયું, પાર્કિંગની જગ્યાએ દુકાનો, સાથે સાથે રહેવાસીઓ વીજબીલ અને પ્રાથમિક સુવિધાઓથી પરેશાન લક્ષ્મીપુરા રોડ પર...
આજે બુધવારે સવારે જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા પછી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. જોકે, થોડા સમયમાં...
છેલ્લાં કેટલાંય સમયથી દેશમાં સ્કૂલ, કોલેજ, કોર્ટ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઈમેઈલ મળી રહ્યાં છે. તે સિલસિલામાં આજે...
સુરતની સેમિકન્ડકટર ટેક્નોલોજીમાં કામ કરતી કંપની ક્વાડ ક્વોન્ટમ દ્વારા સરદાર પટેલ યુનિવર્સીટી સાથે એક મહત્વપૂર્ણ (MOU) (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર થયા...
ગીર સોમનાથમાં મેઘમહેર છવાઈ છે, એવામાં તાલાલગીર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે આંબરાશ ગીર ગામ બેટમાં...
ડાંગ જિલ્લાના સાપુતારામાં મંગળવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતથી આવેલા પરિવારની અર્ટિંગા કાર સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે...
વડોદરા સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ટુ એનિમલના સભ્ય તથા પ્રાણી પ્રેમીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર સાથે રજૂઆત શીતલબેન ભાલેરવ, હીના રાવલ, ચંચલ વશિષ્ઠ...
જન્માષ્ટમીની રજાઓમાં સુરતની હીરાની ફેક્ટરીમાંથી રૂપિયા 32 કરોડની માતબર રકમના હીરા ચોરાયા હોવાનો સનસનીખેજ ઘટના બની હતી. જોકે, વધુ ચોંકવનારી બાબત એ...
સુરત શહેર – જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બુધવારે વહેલી સવારથી શહેરનાં મોટા ભાગનો વિસ્તારોમાં ગણતરીનાં સમયમાં બે ઈંચ...
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા એ ખુબ મહત્વની ક્ષણ...
મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ ડો.વીરેન્દ્ર કુમારના સત્તાવાર નિવાસસ્થાનની પાસે 43 જેટલા મતદાર ઓળખ કાર્ડ મળતાં હડકંપ મચી ગયો...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, જે હેઠળ જો કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના વડા પ્રધાન, કેન્દ્રીય...
રિસર્ચમાં આંખો ખોલનારા પરિબળો સામે આવ્યા: સુધારો લાવવા રાજ્ય સરકારે આપી હૈયાધારણા પ્રતિનિધિ ગોધરા તા.20 મનુષ્ય આદિમાનવ હતો ત્યારથી આજ પર્યંત સંશોધનો...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.