ગુજરાતની દારૂબંધી વિશે ચર્ચાપત્ર વિભાગમાં ઘણા ચર્ચાપત્રો લખ્યા છે. ઘણા લોકોની દારૂબંધી હટાવવાની માંગણી હોવા છતાં સરકાર તરફથી દારૂબંધી હટાવવાના મુદ્દે કોઈ...
ગોધરા: ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા IPS અને SPS અધિકારીઓના બદલી અને બઢતીના આદેશો અનુસાર, પંચમહાલ-ગોધરાના નવા પોલીસ અધિક્ષક (SP) તરીકે...
વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે શહેર વિસ્તારમાં માંસ, મચ્છી અને ચિકનનો વેપાર નિર્ધારિત દિવસોમાં સંપૂર્ણપણે બંધ રહેશે. મહાનગરપાલિકા સંચાલિત કતલખાનું તા....
વડોદરા તા.18વડોદરા શહેર અને જિલ્લાના પાંચ આઇપીએસ સહિત 105 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં ડીસીપી ઝોન 1 જેસી કોઠીયા,...
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 18ખગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યના આઈપીએસ (IPS) અને એસપીએસ (SPS) અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જારી કરવામાં...
હાલના સરપંચ પતિ અને પૂર્વ સરપંચ પતિ અને ભાજપ કિસાન મોરચાના હોદ્દેદાર વચ્ચે પાણી છોડવા મુદ્દે મારામારી નો વિડીયો વાયરલ થતાં સમગ્ર...
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ ઝીરો નંબરથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઇ હતી*(પ્રતિનિધિ) વડોદરા તા.18 પોતાના માસીના ઘરે નવસારી ખાતે રહી...
જ્વલનશીલ પ્રવાહી સળગી જતાં એક બાળક સહિત કુલ ચાર વ્યક્તિને ગંભીર ઇજાઓ (પ્રતિનિધિ) બોરસદ તા 18બોરસદ તાલુકાના રાસ ગામમાં ભારે વીજ પ્રવાહ...
કાલોલ :;કાલોલ તાલુકાના કાલંત્રા નવીનગરીમાં શાંતાબેન કલ્પેશભાઇ રાઠવાને સાસરીયા દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવ્યું...
સમય સાથે ભાષા હંમેશા બદલાતી રહી છે. પહેલા લોકો પુસ્તકો અને અખબારોમાંથી નવા શબ્દો શીખતા હતા પરંતુ હવે ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને...
હાઇકોર્ટમાં 37મી મુદતે અપીલ પરત લેવા મંજુરી માંગી ,આત્મીય વિદ્યાધામનો કામચલાઉ વસવાટ હવે ગેરકાયદેસર* (પ્રતિનિધિ) વડોદરા તા 18 હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની...
વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે માનવ અધિકાર આયોગ સમિતિ સાથે સમીક્ષા બેઠક નદી કાંઠા, તળાવો અને વરસાદી કાંસામાં ગેરકાયદેસર કચરો નિકાલ કરનાર સામે...
વડોદરા: વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થાને ઘોર આંચકો પહોંચાડતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. મા દશામાનુ વ્રત પૂર્ણ થયા બાદ ફક્ત 15...
પૂર્વ સરપંચ અને તલાટી પર પહેલેથી જ કેસ હતો, હવે વર્તમાન તલાટી પર નવા ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગ્રામજનોએ જિલ્લા પંચાયતને ગજાવ્યું વડોદરા: વડોદરા...
તુલસીધામ ચાર રસ્તા પાસે ફરવા નીકળેલી સગીરા કુતરાથી ડરી જતા પિતા અકળાયાં માંજલપુર પોલીસ દ્વારા કુતરાને મારી નાખનાર શખ્સની ધરપકડ કરાઇ પ્રતિનિધિ...
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જઈને ઇતિહાસ રચનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સોમવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા. આ દરમિયાન તેમણે પીએમ મોદીને...
શહેરમાં દબાણ અને ગેરકાયદેસર બાંધકામ સામે મહાપાલિકાની મોટી કાર્યવાહી વોર્ડ 15માં બંસીધર સોસાયટી, બાપોદ, વાઘોડીયા રોડ પાસે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા વડોદરા...
ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત પહોંચ્યા છે. દિલ્હી પહોંચતા જ એરપોર્ટ પર ચીનના વિદેશ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ચીનના...
લાયકાતમાં છૂટછાટ ન અમલાતાં સરકારી નોકરીથી વંચિત વડોદરા કલેક્ટરને આવેદનપત્ર વડોદરા: વડોદરા સરકારની વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરિક્ષાઓમાં અનુસૂચિત જન જાતિના ઉમેદવારોને કાયદેસર...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (૧૮ ઓગસ્ટ, ૨૦૨૫) ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન પુતિને પીએમ...
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવની પૂજા...
ગોધરા વૈજનાથ સોસાયટીના બંધ મકાનમાં જુગાર રમતા 7 જુગારીયાઓને ઝડપી ₹1.40 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો અઠવાડિયા પહેલાં જ જુગારના અડ્ડા બંધ...
શહેરના રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતા વિયર કમ કોઝવે અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના લીધે તાપી નદીમાં...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન લશ્કરી જોડાણ નાટોમાં સામેલ થશે નહીં અને ક્રિમીઆ પાછું નહીં મળે, જે 2014...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના તાજેતરના અલાસ્કા પ્રવાસ દરમિયાન એક વિચિત્ર બાબત ચર્ચાનો વિષય બની છે. અહેવાલો મુજબ પુતિન સાથે તેમના બોડીગાર્ડ્સ...
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન દુલીપ ટ્રોફી 2025-26 ની પહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. ઇશાન કિશન થોડા સમય પહેલા નોટિંગહામશાયર માટે...
એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. અગાઉ દિલ્હી એરપોર્ટ પર તેમનું...
વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ના નેતાઓએ સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરવા માટે એક બેઠક યોજી...
શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં શરમજનક અને ચોંકાવનારી ઘટના બની છે. અહીં લેડિઝ વોશરૂમના વેન્ટિલેશનમાંથી મોબાઈલ મળ્યો છે. આ મોબાઈલમાં...
CJI BR ગવઈએ દિલ્હીમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ પર મોટી ટિપ્પણી કરી છે. ગવઈએ કહ્યું, “તમને ખબર છે દિલ્હીમાં શું થાય છે, જો...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.