હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપીઓને ઝડપાયા ઝઘડીયામાં રાજકારણને રકતરંજીત બનાવનાર રણજીત વસાવા ફરારભરૂચ, તા.16ઝઘડીયા તાલુકાના શિયાલી ગામે બનેલી ચકચારી ઘટનાનો...
સુખસર પોલીસે હત્યારા પતિને ગણતરીની મિનિટોમાં દબોચી લીધો:ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલાયા* ( પ્રતિનિધિ ) સુખસર,તા.16 દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં માનવ...
ભાજપના અગ્રણી ચાદર ઓઢી લોકોથી બચતા કારમાં નાસી છૂટ્યા સાધી ગામે ભાજપના અગ્રણી મહિલા મિત્રને મળવા મધરાત્રીએ પહોંચ્યા : ફોર્ચ્યુનર કારમાં બેસીને...
વાઘોડિયામાં 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે વહિવટી વિભાગની બેદરકારી જોવા મળી એમ્બ્યુલન્સ હાજર નહિ હોવાથી શાળાના શિક્ષકોની દોડાદોડી થઈ ગઈ વાઘોડિયા:...
ધ્વજ વંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રોબોટે આકર્ષણ જમાવ્યું રોબોટે ધ્વજ વંદન માટે સમિતિના અધ્યક્ષને દોરી હાથમાં આપી ( પ્રતિનિધી )વડોદરા,તા.15 વડોદરા...
ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ભુમાફિયા સામે કાર્યવાહી કરી ખેડા જિલ્લાના માતરના મહેલજના ભાઠા વિસ્તારમા ખાણ ખનીજ વિભાગની ટીમે રાત્રીના સમયમાં રેડ...
વડોદરા તારીખ 1515મી ઓગસ્ટને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કોડ સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પર વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું...
આજે સમગ્ર દેશમાં ભારત દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે...
આજે દેશના 79 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 79મા સ્વાતંત્ર્ય...
નેશનલ એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 1 ઓગસ્ટ 2026થી પ્રતિ કૂતરા પાછળ 1,650 રૂપિયા નક્કી કરાયા સમયાંતરે કૂતરાના ખસીકરણ અને રસિકરણની સંખ્યામાં ઘટાડો...
બ્રહ્માકુમારી અટલાદરા ખાતે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના સંગમ સાથે જન્માષ્ટમીનો તહેવાર ધામધામ થી ઉજવાશે. વડોદરા: બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આ વર્ષે...
સ્વતંત્રતા દિવસ પર તમારા મનમાં સકારાત્મકતાનો ધ્વજ લહેરાવીને સાચી સ્વતંત્રતાનો અનુભવ કરો અને બીજાઓને પણ તેનો અનુભવ કરાવો ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા...
વિસ્તારના કાઉન્સિલરો તો કામ નથીજ કરતા પણ આ વિસ્તારના ધારાસભ્ય પણ નિષ્ક્રિય, માત્ર પોતાના રોટલા શેકે છે વડોદરા અકોટા બ્રિજ નજીક પરશુરામ...
હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તીરંગા અને જાગૃકતા રેલીનું આયોજન સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો (...
બ્રહ્માકુમારી અટલાદરાની પ્રેરણાદાયી યુવા પદયાત્રા*વડોદરા: વિશ્વ યુવા દિવસના અવસરે બ્રહ્માકુમારી અટલાદરા સેવાકેન્દ્ર દ્વારા “વોક વિથ હોપ” થીમ પર યુવા પદયાત્રાનું આયોજન કરવામાં...
ફાયર વિભાગ સાધન ખરીદી ભ્રષ્ટાચારમાં ટેન્ડર કમિટીની જવાબદારી નક્કી કરવા માંગ ટેન્ડરની સ્ક્રુટીની બેઠક બ્રિજ વિભાગના તત્કાલીન હેડ રવિ પંડ્યાના અધ્યક્ષ સ્થાને...
જીમખાનાના બાંધકામના પ્રયાસ સામે નાગરિકોનું કલેક્ટરને આવેદન વડોદરા શહેરના મધ્યમાં આવેલું ઐતિહાસિક તથા જાહેર ઉપયોગનું પોલો ગ્રાઉન્ડ હાલમાં એક નવા વિવાદના કેન્દ્રમાં...
ગ્રામજનોનો જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે ધસારો, 4 કરોડના કામોની તપાસની માંગ વડોદરા::વડોદરા જિલ્લાના અણખોલ ગામની ગ્રામ પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા લોકશાહીનું નિર્માણ આપણા દ્વારા અપનાવવામાં આવેલા...
પાલિકાની દબાણ શાખા અને શહેર પોલીસની સંયુક્ત કાર્યવાહી લહેરીપુરા દરવાજાથી લહેરીપુરા રોડ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોચેલી ટીમને જોઈ દબાણકારોમાં નાસભાગ...
ફક્ત કેશ પેમેન્ટથી ચાલતા વડોદરા બસ ટર્મિનલ પર મુસાફરોને મુશ્કેલી મુસાફરો પાસે છૂટા પૈસા ન હોય તો કાઉન્ટર પર કર્મચારીઓ સાથે તકરાર...
દીકરાના પાડોશી યુવતી સાથે સંબંધ હોય તેના પરિવારે જાહેરમાં ગાળો આપતા મહિલા ડિપ્રેશનમાં સરી પડીઅભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેણી ફરીવાર આવુ...
એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ફેકલ્ટી ડીનને રજૂઆત બાયોમેટ્રિક એટેન્ડન્સ હટાવવામાં નહિ આવે તો લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે મોટા પાયે આંદોલન કરવાની...
મહીસાગર ખાતે નવીન ફીડરલાઇનનું જોડાણ દોડકાથી રાયકા ગામ સુધી કરવામાં આવતા વડોદરા શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણી વિતરણમાં સુધારો થયો છે....
પ્રાણાયામ હોસ્પિટલમાં સારવાર કરાવવા જાવ તો સો વાર વિચાર કરજો હોસ્પિટલમાંથી સારવાર કરાવી ઘરે આવ્યાં બાદ દર્દીના ગળામાં સોજો આવી ગયો અને...
સુપ્રીમ કોર્ટે બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ત્રીજા દિવસે સુનાવણી કરી. આ સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની...
ભારતે પાકિસ્તાની નેતાઓને પોતાની જીભ પર કાબુ રાખવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે...
સ્વતંત્રતા પર્વ અવસરે ‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનારા 16 બહાદુર BSF સૈનિકોને શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવશે. ‘ઓપરેશન સિંદૂર’માં બહાદુર સરહદ...
ફરી એકવાર રખડતા પશુની અડફેટે બાઈક સવારનું મોત નીપજ્યુ હોવાની ઘટના સામે આવી વાઘોડિયા: વાઘોડિયા ટાઊન સહિત તાલુકામાં રખડતા પશુના કારણે મોતનો...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આરોપો વચ્ચે ચૂંટણી પંચે વિપક્ષી પક્ષો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમણે ‘મત ચોરી’ જેવા...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.