શ્રાવણ માસમાં સુદ અને વદની રાંધણ છઠ અને શીતળા સાતમ આવે છે. રાંધણ છઠનાં દિવસે રસોઈ બનાવી શીતળા સાતમનાં દિવસે ટાઢું ખાવામાં...
ગાંધીનગર: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજય સરકાર સામે બાયો ચડાવવામાં આવી રહી છે ત્યારે રાજય સરકારે આજે કેબિનેટ બેઠક...
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 15 કરોડના ખર્ચે DVOR (ડોપ્લર વેરી હાઈ ફ્રીક્વન્સી ઓમ્ની-ડાયરેક્શનલ રેન્જ) ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરી એને વર્કિંગ કન્ડિશનમાં...
હથોડા : પીપોદરા ગામના ડાબરીયા ફળિયાના ગેટ નજીક જાહેર રોડ પર મોટર સાયકલ પર ધસી આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ કાપડના વેપારી પર...
ઝઘડિયા, ભરૂચ : ભરૂચમાં શિક્ષણ કાર્યને લજવતો ભ્રષ્ટાચારનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે, શાળાના બાળકોના ભવિષ્યના રક્ષક ગણાતા, પરંતુ વાસ્તવમાં ખિસ્સા...
સુરત: અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી વાડિયા વિમેન્સ કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર અન્ય વિદ્યાર્થી દ્વારા રેગિંગ કરાતું હોવાનો બનાવ બહાર આવ્યો હતો....
સુરત: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ સર્જાતા હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. બુધવારે શહેરના તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો...
સુરત: અબ્રામા ગામ ખાતેથી પસાર થતી તાપી નદીમાં નાવડી પલટી જતાં કુંભારિયા ગામના યુવાનનું ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે અન્ય છ...
નવી દિલ્હી, તા. 13: છેલ્લા દાયકામાં ભારતીયોએ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 1.76 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. આ રકમ એટલી...
મુંબઈ, તા. 13 (PTI): આરબીઆઈ 4 ઓક્ટોબરથી બેંકોને રજૂ કર્યાના થોડા જ કલાકોમાં ચેક ક્લિયરન્સ માટે એક નવી પદ્ધતિ રજૂ કરશે, જે...
નવી દિલ્હી, તા. 13 (PTI): મતદાર યાદીઓ સ્થિર રહી શકતી નથી અને તેમાં સુધારો થવો જ જોઈએ, એમ અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી, તા. 13: કોંગ્રેસના વોટ ચોરીના આરોપો પર વળતો પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા...
વોશિંગ્ટન, તા. 13 (AP): અમેરિકી નાણા મંત્રાલયના હાલના અહેવાલ મુજબ, અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે...
પાણી પુરવઠા વિભાગ માટે સ્ટાફની અછત માથાનો દુખાવો બન્યો પાણી પુરવઠા વિભાગમાં મહેકમ મુજબ 900 થી વધુ મંજૂર કર્મીઓની જગ્યાઓ સામે માત્ર...
શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે એલઇડી સ્ક્રીન પર રાહુલ ગાંધીએ વોટચોરી અંગે કરેલી પત્રકાર પરિષદનો વિડીયો બતાવવાનો કાર્યક્રમ રાખ્યો...
( પ્રતિનિધી )વડોદરા,તા.13 રક્ષાબંધનનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે ફળદાયી સાબિત થયો છે. તા.7 થી 10 ઓગસ્ટ દરમિયાન સેન્ટ્રલ ડેપો દ્વારા 372...
સીઆઇડી ક્રાઇમ દ્વારા આઇ ટી એક્ટ હેઠળ છેતરપિંડી કેસમાં ડીજીપી અનિલ દેસાઇની રજૂઆત અને પૂરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીના જામીન નામંજૂર કરવાનો હૂકમ...
વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા નવા ઈનોવેશનની પ્રદર્શનની યોજાઈ 600 વિદ્યાર્થીઓ સહિત પ્રાધ્યાપકો શિક્ષકો વિવિધ ફેકલ્ટીના ડીન હાજર રહ્યા ( પ્રતિનિધી )વડોદરા,તા.13 મહારાજા સયાજીરાવ...
આજવા રોડ , પાણીગેટ તથા ખિસકોલી સર્કલ પાસેના જુગાર પર પીસીસીબી તથા અટલાદરા પોલીસની રેડ રૂ.77 હજારનો મુદ્દામાલ કબજે વડોદરા તારીખ 13વડોદરા...
પાલિકાના સિક્યુરિટી કર્મીઓની ઉપસ્થિતિમાં જ કોન્ટ્રાકટર દ્વારા બાળકો પાસેથી મજૂરી કરાવતા કોન્ટ્રાકટર ને રોકવામાં ન આવ્યો? (પ્રતિનિધિ) વડોદરા તા. 13 શહેરના કિશનવાડી...
સંખેડા તાલુકાના વડીયા ગામના મુકેશભાઈ લલ્લુભાઈ વસાવાની લાશ હાફેશ્વર નર્મદા નદીમાંથી મળી પ્રતિનિધિ સંખેડાછોટાઉદેપુરના જોજ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા જમાદાર મુકેશભાઈ લલ્લુભાઈ...
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના જીવને ગંભીર ખતરો છે. આ અરજી સાવરકર પરની...
ઉત્તર પ્રદેશમાં મોટી માત્રામાં મરઘા-મરઘી અને ઈંડાને જેસીબીથી ખાડા ખોડીને દફનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારના આદેશથી જ આ કામગીરી કરવામાં...
રાહુલ ગાંધી દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના મતદાર યાદીમાં નામ મામલે...
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ બુધવાર 13 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા...
આઈસીસી દ્વારા વન ડે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ભારતીય ઓપનર શુભમન ગિલ નંબર 1 પર છે, જ્યારે પાકિસ્તાનના બાબર આઝમને પાછળ...
શિનોર: શિનોર ગ્રામ પંચાયતથી આજ રોજ બીજેપી જિલ્લા પ્રમુખ, એપીએમસી પ્રમુખ, તાલુકા મામલતદાર, સરપંચ, ઉપ સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામા...
સિંગવડ: સીગવડ તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2025-26 જી.એલ.શેઠ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત કલા...
રતનપુર સરપંચ મોતીભાઈ દ્વારા બે ત્રણ દિવસ પહેલા જંગલખાતાને જાણ કરવામાં આવી હતી રતનપુર પાસે ઓરસંગ નદી કિનારે ત્રણ ચાર દિવસ પહેલા...
પ્રતિનિધિ ગોધરા તા.13સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.