હાલોલ અધિક સેશન્સ જજ,પંચમહાલની કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવાનો હૂકમ કર્યો ગત તા.31 જૂલાઇના રોજ હાલોલ ગ્રામીણ પોલીસની એફ આઇ આર...
માહાનગરપાલિકા ખાતે જુનિયર ક્લાર્કોની મોટી સંખ્યામાં નોકરી છોડતા, કામગીરી ઉપર સીધી અસર એક વર્ષમાં 40 નોકરી છોડીને ગયા, 20 લોકોએ નૉ ઑબ્જેક્શન...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈ હાઈકોર્ટના એ આદેશ વિરૂદ્ધની અરજી ફગાવી દીધી જેમાં જેમાં બીએમસીને કબૂતરખાનાઓમાં કબૂતરોને ચણ નાંખનારાઓ સામે FIR નોંધવા માટે...
લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે (૧૧ ઓગસ્ટ, ૨૦૨૫) ચૂંટણી પંચ તરફથી મળેલી નોટિસનો ઉલ્લેખ કરીને એક નિવેદન આપ્યું...
બિલ્ડરે રૂપિયા ટેબલના ડ્રોઅરમાં મુક્યા હોવાનું જાણતો હોય રાત્રીના આવી ખેલ પાડ્યોકર્મચારી પકડાય ના તેના માટે વાયરો કાપી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ...
મુંબઈ પોલીસે હાસ્ય કલાકાર કપિલ શર્માની સુરક્ષા વધારી દીધી છે. કેનેડામાં કોમેડિયનના કેપ્સ કાફેમાં બે વાર ગોળીબારના કેસ બાદ પોલીસે આ પગલું...
ચીન પર વધુ ટેરિફ લાદવાના પ્રશ્ન પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું કે આવું પગલું ભરવું વધુ મુશ્કેલ અને નુકસાનકારક હોઈ શકે...
જાતીય ગેરવર્તણૂકના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી તા.29 ઓગસ્ટ સુધી વચગાળાના જામીનમાં રાહત મળી છે....
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં સુધારેલું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું. આ સુધારેલા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની સિલેક્ટ કમિટી દ્વારા...
એર ઇન્ડિયાની સર્વિસ અંગે મુસાફરોની ફરિયાદો સતત સામે આવી રહી છે. તાજેતરમાં દિલ્હીથી રાયપુર પહોંચેલી એર ઈન્ડિયાની એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે...
ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની ભારત વિરુદ્ધ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી પર કડક પ્રતિક્રિયા આપી છે. સરકારી સૂત્રોએ પાકિસ્તાનને...
અમેરિકાની મુલાકાતે પહોંચેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ફરી એકવાર કાશ્મીરને પાકિસ્તાનની ‘ગળાની નસ’ ગણાવી છે. એપ્રિલની શરૂઆતમાં પણ મુનીરે આવું જ...
એશિયા કપ 2025 આવતા મહિનાની 9મી તારીખથી શરૂ થશે અને તેનો ટાઇટલ મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે. આ વખતે એશિયા કપ સંયુક્ત આરબ...
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા 25 વર્ષ પહેલા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર મેધા પાટકરને કોઈ રાહત આપી...
લીમખેડા : સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર ,તા.લીમખેડા દ્વારા ગામ. રસુલપુર તા.મોરવા(હડફ )જી. પંચમહાલ પ્રા.શાળામાં અભ્યાસ કરતા 18 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ...
પ્રતિનિધિ ગોધરા તા.11 ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ટેક્નિકલ માધ્યમનો ઉપયોગ કરીને ખોવાયેલા 5 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. નાયબ પોલીસ...
ગુજરાત મિત્ર. પાવી જેતપુર પાવી જેતપુરના વનકુટિર ત્રણ રસ્તા પર રેતી ભરવા આવેલા એક હાઇવા ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. છોટાઉદેપુર...
દિલ્હી NCR માં રખડતા કૂતરાઓના વધતા ભય પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી NCR ના નાગરિક વહીવટીતંત્રને...
ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં નેશનલ હાઈવે 19 પર ગોપીગંજ કોતવાલી વિસ્તારના ગોપ્પુર નજીક ભયાનક માર્ગ અકસ્માત થયો. દિલ્હથી બિહારના ગયા જિલ્લાના તરફ...
વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ સાથે જિ.પંચાયત સદસ્યની કલેક્ટરને રજૂઆત :રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડૂતો હાલાકી વેઠવા મજબુર :( પ્રતિનિધી )વડોદરા,તા.11 ગંભીરા બ્રિજ...
ચૂંટણી પંચ સામે વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓએ કથિત ‘મત ચોરી’ વિરુદ્ધ દિલ્હીમાં એક વિશાળ કૂચ કાઢી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના...
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદની કબરને લઈને હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો કબર તોડવા માટે ત્યાં પહોંચ્યા હતા...
વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી રહ્યા...
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પક્ષોના સાંસદો ચૂંટણી પંચ તરફ કૂચ કરી રહ્યા છે. આ માટે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના...
હવે સિનિયર સિટીઝનોને હેરાન પરેશાન કરનારાઓની ખેર નથી, ચેતી જજો, અન્યથા કારાવાસ ભોગવવા તૈયાર રહેજો! અત્રેથી ભારત સરકારે એક વરિષ્ઠ નાગરિક સહાય...
દિલ્હીના ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુસ્તક મેળાને પેઢીઓની સ્મૃતિનો સાંસ્કૃતિક સંસ્કાર ગણાવ્યો હતો અને કહ્યું...
આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી બાબતે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બૂટલેગરો અને તેમની મંડળીઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ કટિબધ્ધ હોવા છતાંય આ બૂટલેગરો...
તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ તરફ વાળવી પડી હતી. ફ્લાઇટમાં પાંચ સાંસદો સવાર હતા,...
આપણાં રાજ્યમાં એવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે વિવિધ ટ્રસ્ટ/મંડળો દ્વારા માત્ર સેવાની ભાવનાથી શરૂ કરવામાં આવી હતી. આજે પણ આવાં...
ઉત્તરાખંડના હર્ષીલ અને ધરાલીમાં અચાનક જ પાણી સાથે ભૂસ્ખલન થતાં જે તબાહી સર્જાઇ છે તે કલ્પનાની બહાર છે. હર્ષિલમાં તો આખેઓખું એક...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.