વડોદરામાં પ્રતિ વર્ષ કરોડોનો ખર્ચ છતાં શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત અગાઉના વર્ષોમાં પ્રતિ વર્ષ 5 થી 7 હજાર કૂતરાનું ખસીકરણ પ્રતિ...
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અગાઉ ત્રણ અધિકારીના નિવેદન લેવાયાં હતા વિદેશ જતા રહેલા નિવૃત થયેલા અધિકારીને બોલાવાશે પ્રતિનિધિ વડોદરા તા.12વડોદરા આણંદ જિલ્લાના મુજપુર...
વડોદરા પાલિકામાં કમિશનર-સ્થાયી સમિતિ અધ્યક્ષ સ્થાને વિવિધ કામગીરીની સમીક્ષા ગણેશોત્સવને લઈને હયાત કુદરતી-કૃત્રિમ તળાવોની સાફસફાઈ કરવા સહિતના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાયા વડોદરા મહાનગરપાલિકામાં...
હરિયાણાના નુહ જિલ્લાના ફિરોઝપુર ઝીર્કામાં બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ. આ દરમિયાન છત પરથી પથ્થરમારો, કાચની બોટલો પણ ફેંકાઈ. આ સાથે...
વડોદરા.બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય યુવા દિને તથા આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઉજવાનાર પરમ પૂજ્ય...
પ્રતિબંધ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમના રોલઆઉટ સાથે લાગુ કરવામાં આવશે AI-સંચાલિત સિસ્ટમ વાસ્તવિક સમયમાં વાહનના ઉપયોગનું નિરીક્ષણ કરશે અને કેન્દ્રિયકૃત ડેટા જાળવી...
( પ્રતિનિધી ) વડોદરા,તા.12 વડોદરા શહેરના પ્રતાપનગર યાર્ડ ખાતે 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ગર્ડરના લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં...
તમારા પતિએ મુકેલા રૂ.9 લાખમાંથી 2.50 લાખ આપીશ બાકી બેન્કમાં જમા રહેશે તેમ કહી ખેલ પાડ્યોફોટો પડાવ્યા બાદ છાણી બેન્ક ખાતે માજી...
પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓના ઘરે ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. આ ઉપરાંત સ્થાનિક ગેસ સિલિન્ડર સપ્લાયર્સને પણ ભારતીય રાજદ્વારીઓને સિલિન્ડર ન...
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને સંસદ ભવન પરિસરમાં એક વ્યક્તિને ધક્કો માર્યો. સપા સાંસદ અન્ય પક્ષો સાથે ઉભા હતા આ દરમિયાન...
બિહારમાં મતદાર યાદી સુધારણા એટલે કે SIRના વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા...
સામાન્ય લોકોને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર...
મંગળવારે બિહારમાં મતદાર યાદી સુધારાને લઈને વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. તેમણે ‘મિંતા દેવી’નું ચિત્ર અને ‘124 નોટ...
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સમાધિમાં તોડફોડનો મામલો ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ ઉત્તમ પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે....
સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે. માતા બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી. માલગાડી ત્રણેય પરથી...
*ખેડૂત પ્રશ્નો નિવારણ કેન્દ્રમાં આવેલી ફરિયાદ બાદ અનંત પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરતા હેન્ડપંપ મુદ્દે તંત્ર જાગ્યું કપડવંજ: કપડવંજ તાલુકાના અનેક ગામોમાં લાગેલા...
ગોધરાની અન્ડર-૧૪ ટીમે મેદાન માર્યુ પ્રતિનિધિ ગોધરા તા.12 સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત શાળાકીય રમતોમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા...
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની અમેરિકાની ધરતી પરથી ભારત સામેની તાજેતરની પરમાણુ ધમકીની નિંદા કરી. તેમણે કહ્યું...
શિનોર: શિનોર તાલુકાના સાધલી મુકામે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 15 મી ઓગસ્ટ ને...
પ્રતિનિધિ ગોધરા તા.12 પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે વણઝારા સમાજ દ્વારા પરંપરાગત ગણગૌર મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દેશભરમાંથી...
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું, ‘ફક્ત એક બેઠક નહીં પણ ઘણી બેઠકો એવી છે જ્યાં મતદાર યાદીમાં છેડછાડ થઈ રહી છે....
મતદાર યાદી સુધારણા અંગે સંસદથી રસ્તા સુધી હોબાળો છે. આજે આ મામલે સૌથી મોટું અપડેટ એ છે કે બિહારમાં SIR અંગે આજે...
@gujaratmitra વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી...
ભરૂચઃ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વીડિયો કોલથી હેરાન કરનાર આરોપીને દબોચી લીધો છે. ઝડપાયેલો આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લામાં...
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ત્રણ વર્ષના બાળકનું અપહરણનો કિસ્સો બન્યો હતો. આ મામલે ફરિયાદ મળતા...
કાલોલ તા ૧૨/૦૮/૨૫કાલોલ તાલુકાના વેજલપુર ગામે મદારીવાસમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને વેજલપુર પોલીસે પકડી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ વેજલપુર ગામે...
કાલોલ: વેજલપુર મનરેગાના રૂ 95 લાખના 25 કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કાલોલ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તપાસની માગ...
કાલોલ : પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા, જેવા કે રંગોળી સ્પર્ધા, ચિત્રસ્પર્ધા,...
સંખેડા ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી નગરના માર્ગો પર દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા એક કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા પ્રતિનિધિ સંખેડા...
વડોદરા: આગામી 15મી ઓગસ્ટ ને લઇ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.