ગુજરાત મિત્ર ન્યૂઝ ડભોઇ: ડભોઇ તાલુકાના કનાયડા ગામની જર્જરિત માધ્યમિક શાળાનું મકાન અભ્યાસ કરતા બાળકો માટે ખુબજ જોખમી હતું. જેથી બાળકો માટે...
રાજ્યમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર ચોપડા પર જ હોય તેવું લાગે છે. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય છે....
પ્રતિનિધિ ગોધરા તારીખ ૧૫મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના...
ફાયર વિભાગ બાદ શહેરમાં કૂતરાના ખસીકરણમાં પણ ભ્રષ્ટાચારની ગંધ વડોદરામાં કરોડો ખર્ચ છતાં કૂતરાનો ત્રાસ યથાવત, યોજનાઓના પરિણામો સવાલ હેઠળ વડોદરા: વડોદરા...
યુવા કામદારોના કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ થતા શોષણ સામે સામાજિક આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું વર્ષોની સેવા પછી પણ કાયમી નોકરી ન મળતી...
તક્ષ પટેલને વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવતા તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો ડભોઇ: ડભોઇ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ અગ્રણી ભાવેશ પટેલના પુત્રના વિચારોથી...
ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે છત્રસાલ સ્ટેડિયમમાં સાગર ધનખરની હત્યા કેસમાં તેમને આપવામાં આવેલા...
વન વિભાગે મહાકાય અજગરને જંગલમાં છોડી મુક્યોકપડવંજ: વાત્રકકાંઠાના ચરેડ ગામથી મહાકાય ૧૦ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને પકડવામાં આવ્યો હતો. રવદાવતના કિરીટભાઈ...
ડભોઇ: દેશની રક્ષા કાઝે શહીદી વહોરનાર દેશના વીર સપૂતોના બલિદાનની યાદમાં તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું. દેશ ની આઝાદીના ૭૯ માં...
દાહોદ : દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી વાતાવરણમા નોધપાત્ર પલટો આવ્યો છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને સમન્સ જારી કર્યું હતું અને 13 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે દિલ્હી...
આવું તો બધા જ કરે છે એવું વિચારીને ખોટું કરતા નહીં, વિઝાના ઈન્ટરવ્યૂમાં જુઠ્ઠું બોલતા નહીં, ગભરાટ મુખ ઉપર લાવતા નહીં, વિઝા...
15ઑગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો અને આ દિવસે દેશની રાજધાની દિલ્હીમાં જશ્નનો માહોલ હતો. આઝાદીના આગલા દિવસે સંસદમાં વિઝિટર ગૅલરીમાં...
દાહોદ: દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર...
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને મથુરામાં વિશાળ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. તા.16 ઓગસ્ટે લાખો ભક્તો મથુરા પહોંચવાના હોવાથી પોલીસ...
સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી ત્યારથી, પાકિસ્તાન પાણીના દરેક ટીપા માટે તડપી રહ્યું છે. પાકિસ્તાનની હતાશા હવે ખુલ્લી રીતે...
રશિયા અને યુક્રેન વચ્ચેના સાડા ત્રણ વર્ષના યુદ્ધ પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા...
પશુ પક્ષી પ્રેમીઓને અસર કરે તેવા સુપ્રીમ કોર્ટના બે આદેશો આ સોમવારે આવ્યા. પ્રથમ આદેશમાં મુંબઇ શહેરમાં આવેલા કબૂતરખાનાઓમાં કબૂતરોને ચણવા માટે...
વરસાદના દિવસો હતા. એક ગામમાં ભારે વાવાઝોડું આવ્યું. જોરદાર પવન સાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો હતો.ગામમાં વીજળી ન હતી. બધાં ઘરો અંધારામાં...
રાજસ્થાનના જેસલમેરમાં દેશની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં આવેલા DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના ગેસ્ટ હાઉસના કોન્ટ્રાક્ટ...
બાળકોને પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. બાળકને બધું જ પોતાની જાતે કરવું છે. જાતે કામ કરીને બાળક પોતે સ્વાવલંબી છે...
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) સામે ‘ગુનાહિત છેતરપિંડી’ના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે...
હાલમાં જ દિલ્હી એન.સી.આરમાંથી 8 સપ્તાહ માં તમામ રખડતા કૂતરાઓ ખસેડી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે એ કર્યો. આ સમાચાર વાંચી પહેલો વિચાર...
પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધનાનો મહિનો કહેવાય. શ્રાવણના દર સોમવારે શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જામે છે. શિવલિંગ પર બિલી પત્ર...
રાજસ્થાનના દૌસા જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત બન્યો હતો. ખાટુ શ્યામ મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન એક ટ્રક સાથે...
ભારતીય શાસ્ત્રોમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો કહીને માતાપિતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતાપિતા સંતાનોને સાર સંભાળ અને સારું શિક્ષણ મળે તે માટે...
આપણા દેશમાં 1991 ના વર્ષમાં પ્રારંભ થયેલ ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિને પરિણામે સમગ્ર દેશમાં ખાનગી શાળાઓ અને કોલેજો કૂદકે અને ભૂસકે વધી...
તો સોસાયટીમાં પાડોશીઓ નક્કી કરશે કૂતરું પાળી શકશો કે નહીં? તે અંતર્ગત, ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન-પાડોશીના બાંહેધરી ફરજિયાત તેમજ સોસાયટીમાં રહેતા...
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ડાઉન ટાઉન હોન્ડા ટુ વ્હીલર ડીલરશીપ સામે ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાની ફરિયાદ સામે આવી છે. અહીં સર્વિસ...
ઇન્ડસ્ટ્રીઝની ગંદી દુર્ગંધ અને જાહેરમાં કચરો બળવાથી ફેલાતી ખરાબ હવા અંગે સૌથી વધુ ફરિયાદ વોર્ડ 11ની બે ફરિયાદોનું હજુ સુધી નિકાલ કરવામાં...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.