Latest News

More Posts

ચાલુ વર્ષે અનરાધાર વરસાદના લીધે તાપી નદી સતત બે કાંઠે વહી હતી, જેના લીધે સુરતના એક માત્ર વિયર કમ કોઝવેની ઉપરથી પાણી વહ્યું હતું. પરિણામે કોઝવેને લાંબા સમય માટે સામાન્ય જનતાના વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી.

આ વખતે 144 દિવસ સુધી કોઝવેના દરવાજા બંધ રહ્યાં હતાં, જે આખરે આજે તા. 21 મી નવેમ્બરની સવારે 10.30 કલાકે ખુલ્યા છે. આ સાથે જ અડાજણ, રાંદેર અને વેડરોડ વચ્ચેનો વાહનવ્યવહાર સરળ બન્યો છે. લોકોને લાંબો ફેરો મારવામાંથી મુક્તિ મળી છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 23 જૂને કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચી હતી, તેથી વાહનવ્યવહાર માટે કોઝવે બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદ 11 ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહનવ્યવહાર માટે કોઝવેના દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ 7 જ દિવસમાં ફરી એકવાર કોઝવે 6 મીટરની ભયજનક સપાટીએ પહોંચી જતા દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી. આમ, છેલ્લાં 144 દિવસથી કોઝવે બંધ હતો જે આજે ખુલ્લો કરાયો છે. કોઝવેની સપાટી 6 મીટરથી નીચે ઉતરી 5.56 મીટરે પહોંચતા દરવાજા ખોલવામાં આવ્યા છે.

કોઝવેની બન્ને બાજુનું RCCના સ્ટ્રક્ચરને નુકસાન થયું
ચોમાસાની સિઝનમાં જૂન માસમાં 8 દિવસ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 25 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, ઓક્ટોબરમાં 31 દિવસ અને હાલમાં નવેમ્બરમાં 20 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. પરંતુ હવે કોઝવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી 5.56 મીટરની સપાટીએ પહોંચી છે. આ વખતે સતત પાણીના વહેણને લીધે કોઝવેની બન્ને તરફનું RCCના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે.

To Top