માતા પિતા દ્વારા ઓનલાઈન એજ્યુકેશન (Online education) માટે આપવા માં આવતી સુવિધાનો ગેરલાભ લઈ રહિયા છે બાળકો મોબાઈલમાં એજ્યુકેશનના નામ પર કંઈક...
અમદાવાદ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત કેડરના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ કેન્દ્રમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા...
નવી દિલ્હી (New Delhi): ગત મહિનાથી ભારત પર કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ પણ સાથે સાથે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ...
બિહાર ( BIHAR) ના ગયા જિલ્લાના બેલાગંજમાં ફાલ્ગુ નદીના કાંઠે પસાર થતા લોકોને ત્યાંથી પસાર થતા લોકોને એક સુગંધ તેમની તરફ ખેંચે...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) સત્તાથી પીછેહઠ કર્યા બાદ પત્ની મેલાનીયા ટ્રમ્પ ( MELANIA TRUMP) સાથેના સંબંધો કડવા બન્યા છે....
એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના ( CORONA) ના કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે નવા પ્રકારો ચિંતાનો વિષય બની રહ્યા છે. તેમાંથી...
લખનૌ (Lucknow): મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) શૂટિંગ દરમિયાન ખૂબ હોબાળો મચી ગયો હતો. શુક્રવારે કોંગ્રેસના (Indian National Congress-INC)...
ભારત અને અન્ય દેશોમાં કોરોનાનું (Corona Pandemic) જોર ભલે ઓછું થઇ ગયુ હોય પણ જો લંડન, દક્ષિણ આફ્રિકા અને યુરોપના દેશોની વાત...
જો તમે લાઇસન્સ (License) અથવા વાહન સંબંધિત કાર્ય કરો છો તો તમારા માટે આ સમાચાર તમારી માટે છે. ભારત સરકાર કેટલાક નિયમોમાં...
દેશની રાજધાની દિલ્હી (DELHI)માં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલે ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુ (DIP SIDDHU) અને ઇકબાલ સિંહ આજે ક્રાઇમ બ્રાંચની ટીમ...
રોહતક ( ROHATAK) ના એક અખાડામાં કોચ ( COACH) અને કુસ્તીબાજો ઉપર ગોળીબાર ( FIRING) ની ઘટના સામે આવી છે.આ ઘટનામાં બે...
કહેવાય છે કે મોત (DEATH)નો કોઈ ભરોષો નથી હોતો ક્યારે કઈ રીતે કયા સ્વરૂપમાં આવી જાય તેની કોઈને ખબર હોતી નથી, આવી...
કિસ ડે 2021: વેલેન્ટાઇન વીક (VALENTINE WEEK) માં 13 FEB ના રોજ કિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે, યુગલો સંબંધોમાં...
ગરબાડા: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ના સંકલિત બાળવિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો સહિત ગામડાઓમાં ૦ થી ૬ વર્ષના નાના...
મોડાસા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોમાં થનગનાટ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે....
મોડાસા: બાયડ તાલુકાનુ સાઠંબા એક વિકસિત ગામ છે,ગામમાં જીનો,માર્કેટ યાર્ડ,તથા મોટા પ્રમાણે ક્વોરી ઉદ્યોગો અને સહકારી સંસ્થાઓ આવેલી છે, તેમજ આજુબાજુ મોટા...
લુણાવાડા: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાત પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યૂ ચૂંટણી યોજાવાની...
વડોદરા: હાલ કોરોનાની મહામારી પછી જયારે બજેટ બહાર આવ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી...
વડોદરા: સામાજિક વનીકરણ વિભાગે ખેડૂતો તેમના ખેતરમાં ખેતીના પાકો ની સાથે વૃક્ષ ઉછેર કરે તેવા હેતુસર એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષ...
વડોદરા: વાઘોડિયાના નવાપુરા ખાતેના એક ખેતરમાં સંતાડેલા 4.216 કિગ્રા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી 58,296 રૂપિયાનો મુદ્દામાલ...
વડોદરા: ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ લોકોના કામો કરવાને બદલે ઉધ્ધત જવાબો આપ્યા હતા. આ તોછડાપણુ ભાજપના નવા ઉમેદવારોને નડી રહયું છે. ચુંટણી ટાણે...
વડોદરા: શહેરના ગોત્રી-સેવાસી રોડ િસ્થત ઈસ્કોન હાઈટસની ગલીમાં ખોદકામ દરમિયાન શુક્રવારે સમી સાંજે ગેસલાઈન લીકેજ થતાં પ્રચંડ અગ્ની જવાળાઓથી ઉત્તેજના વ્યાપી ગઈ...
આવતા માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત તામિલનાડુ, કેરળ અને આસામમાં પણ ચૂંટણીઓ આવી રહી છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જેટલો ઉહાપોહ જોવા મળે...
જેમ રામમંદિર માટે જ વર્ષો પહેલાં દેશના ઘરેઘરથી ઇંટ ઉઘરાવેલી તેમ અત્યારે એ જ રામમંદિર સાકાર કરવા ઘરેઘરથી ધન ઉઘરાવવામાં આવે છે....
ડુમસથી સુરત તરફ સ્પોર્ટબાઇક ઉપર સો કી.મી.ની ઝડપે, બે યુવકો આવી રહ્યા છે. યુવકોની આ બાઇક કાર સાથે અથડાય છે. સ્પીડ 100...
ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તમામ પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારની પસંદગીને લઈને ક્યાંક ગમો-અણગમો સામે આવ્યો છે....
વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે કે જે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં...
‘ગુજરાતમિત્રે’ આ વર્ષે જે પ્રકારની ટુર્નામેન્ટ યોજી છે તે પ્રતિવર્ષ યોજવી જોઇએ. તેનાથી સ્થાનિય ક્રિકેટને મદદ થશે અને વિવિધ સમાજો એક થશે....
GANDHINAGAR : કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આત્મનિર્ભર બજેટ ગણાવે છે પરંતુ તે માટે આપણા નાણા મંત્રી નિર્મલા સીતારામનજી ( NIRMALA SITARAMAN)...
કોરોના સંકટના આ યુગમાં ભારત ઘણા દેશોને કોવિડ -19 (Covid-19) રસી મફતમાં આપી રહ્યું છે. તેમ છતાં ઇન્ડિયા બાયોટેક (India Biotech) ની...
મેન્ડેટ મોડું જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામા મેદાનમાં: ‘હું લડવાનું નહીં છોડું’, સંકલન ન થતાં 3 બેઠકો પર ખરાખરીનો ખેલ
વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 15 બેઠકોમાંથી શુક્રવારે બાકી રહેલી 3 બેઠકો માટે ભાજપ વિરુદ્ધ ભાજપના હાઈ-વોલ્ટેજ જંગ વચ્ચે મતદાન યોજાયું હતું. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ કરજણ, પાદરા અને વાઘોડિયાની ત્રણ બેઠકો પર સહકારી રાજકારણનું કોકડું ગૂંચવાતા ચૂંટણી યોજવી પડી હતી. આ મતદાન પ્રક્રિયા વડોદરા શહેરના જ્યુબેલી બાગ ખાતે તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં હાથ ધરાઈ હતી.

જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જોકે, વિવાદનું મુખ્ય કારણ એ બન્યું કે ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા મેન્ડેટ સહિત ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નહોતી.
આ સમયગાળા દરમિયાન, મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આખરે, ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે તેના ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું.
ફોર્મ પરત ખેંચવાની તારીખે પરિસ્થિતિ વધુ ગંભીર બની. પાદરા અને કરજણ બેઠક પર ભાજપના મેન્ડેટથી વંચિત રહેલા પક્ષના જ સહકારી અગ્રણીઓએ પોતાના ફોર્મ પરત ન ખેંચતા, આ બંને બેઠકો પર ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો સીધો જંગ સર્જાયો છે.
જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીએ ઉમેદવારી કરતા આ બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. દરેક તાલુકામાં 30થી 35 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણ બેઠકોના પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર ટકેલી છે.
પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)નો વિરોધ…

ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ મેન્ડેટના વિવાદ પર પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો અને લડત ચાલુ રાખવાની વાત કરી હતી: તેમણે કહ્યું કે ”હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે.”
પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ સંકલનના અભાવ પર નારાજગી વ્યક્ત કરી

ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં સંકલનના અભાવને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ અંગે સવાલ ઉઠાવ્યો હતો:
”15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતીકાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય?”
”સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ના ખેંચે.”
જિલ્લા ભાજપ પ્રમુખ ફરી વાર નિષ્ફળ
વડોદરા જિલ્લામાં મોટા ભાગના સહકારી આગેવાનો ભાજપમાં પણ સક્રિય છે. સહકારી ક્ષેત્રે જે કોઈ ચૂંટણીઓ થઈ રહી છે, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને કશી ગતાગમ પડતી નથી. આ પહેલા પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ પ્રજાપતિની અપરિપક્વતા ખુલ્લી પડી ગઇ હતી અને હવે ખરીદ વેચાણ સંઘમાં પણ તેમણે પક્ષની આબરૂ બગાડી છે. આગામી સમયમાં બરોડા ડેરી સહિતની ચૂંટણીઓ થશે તેમાં પક્ષે કોઈ નિર્ણય લઈ વરિષ્ઠ આગેવાનોને સાથે રાખવા પડશે કેમકે પ્રજાપતિને સહકારી ક્ષેત્રે કોઈ અનુભવ નથી અને કોઈ તેમની વાત ગણકારતા પણ નથી.