ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
નવી દિલ્હીઃ જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે તા. 11 નવેમ્બરને સોમવારે દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ ત્રીજી પેઢીના વકીલ છે.
જજ બનતા પહેલા તેમણે 1983માં તીસ હજારી કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી હતી અને હવે તેઓ આગામી છ મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાધીશની ખુરશી સંભાળશે.
જસ્ટિસ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ દેવરાજ ખન્નાના પુત્ર અને સુપ્રીમ કોર્ટના જાણીતા ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એચ.આર. ખન્નાના ભત્રીજા છે. તેમના કાકા જસ્ટિસ એચ.આર. ખન્ના 1976 માં કટોકટી દરમિયાન સમાચારમાં હતા જ્યારે તેમણે એડીએમ જબલપુર કેસમાં અસંમતિપૂર્ણ ચુકાદો લખીને રાજીનામું આપ્યું હતું.
જસ્ટિસ સંજીવ ખન્નાએ DUના કેમ્પસ લૉ સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. 2004માં તેઓ દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશના સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિયુક્ત થયા હતા અને 2005માં દિલ્હી હાઈકોર્ટના એડહોક જજ બન્યા હતા. બાદમાં તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને એમિકસ ક્યુરી તરીકે દિલ્હી હાઈકોર્ટમાં અનેક ફોજદારી કેસોની પણ દલીલ કરી હતી. આવકવેરા વિભાગના સિનિયર સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકેનો તેમનો કાર્યકાળ પણ લાંબો હતો.
CJI તરીકે તેમની પ્રાથમિકતા પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા અને ન્યાયની ડિલિવરીને ઝડપી બનાવવાની છે. જસ્ટિસ ખન્નાને કોલેજિયમની ભલામણ પર 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આવ્યા બાદ તેઓ 17 જૂન 2023થી 25 ડિસેમ્બર 2023 સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ હતા. હાલમાં તેઓ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને નેશનલ જ્યુડિશિયલ એકેડમી, ભોપાલના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. તેઓ આવતા વર્ષે 13 મેના રોજ નિવૃત્ત થશે.
ઈવીએમથી લઈને કેજરીવાલને વચગાળાના જામીન સહિત ઐતિહાસિક નિર્ણયો લીધા
સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેઓ ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો હતા. 26 એપ્રિલના રોજ જસ્ટિસ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે EVM સાથે છેડછાડની શંકાને પાયાવિહોણી ગણાવી હતી અને જૂની પેપર બેલેટ સિસ્ટમ પર પાછા ફરવાની માંગને ફગાવી દીધી હતી.
જસ્ટિસ ખન્ના એ પાંચ જજની બેંચનો ભાગ હતા જેણે બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના 2019ના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ ખન્નાની બેન્ચે એક્સાઇઝ પોલિસી કૌભાંડના કેસમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.