વલસાડ જિલ્લા (Valsad District) પંચાયતની ૩૮ બેઠક માટે યોજાનારી ચૂંટણી (Election) માટે સોમવારે ફોર્મની ચકાસણી બાદ ૯૧ માન્ય ઉમેદવારની યાદી જાહેર કરવામાં...
સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલનું (Smimer Hospital) પાર્કિંગ જાણે ચોરોના (Thief) હવાલે હોય તેમ 13 જાન્યુઆરીએ સ્મીમેરના મેડિકલ સ્ટોરના કર્મચારીની બાઈકની ચોરી થઈ...
લતા (lata mangeshkar) અને સચિન (sachin tendulkar)ના નામે ખેડૂત આંદોલન અંગેના ટ્વીટ કેસમાં ફરી મહારાષ્ટ્ર સરકારની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા અને તાલુકા,જિલ્લા પંચાયતોની સામી ચૂંટણીએ 15મીં ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનતા ના-કર લડત સમિતિના આંદોલનને પગલે હાઇવે જામ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાતના હજારો પાસ હોલ્ડરોને ઇન્ટરસિટી, મેમુ અને શટલ ટ્રેનોમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’ સિસ્ટમથી મુસાફરી કરવા દેવામાં આવે તેવી માંગણી...
હિમાલયની બરફાચ્છાદિત ક્ન્દરામાં એક સાધુ સાવ એકલા રહેતા હતા અને પોતાની મસ્તીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા અને હરિભજન કરતાં રહેતા.આ...
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશના સીધીમાં (Sidhi Bus Accident, MP) મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં પડી હતી....
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચને 227 રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ એવો જવાબ આપ્યો હતો કે ઇંગ્લેન્ડ ટીમ આ...
મેરે સપનોંકી રાની કબ આયેગી તૂં, આઈ ઋત મસ્તાની કબ આયેગી તૂં બીતી જાયે જિંદગાની કબ આયેગી તૂં, ચલી આઆઆ તૂં ચલીઆઆઆ...
નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે રાજ્યની સંપત્તિ વેચવા અને સરકારી આવક વધારવાના નવા દબાણ હેઠળ ભારત સરકારે ખાનગીકરણ (privatization)...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનને (Farmers’ Protest) ટેકો આપતી એક પ્રોટેસ્ટ ટૂલકિટ (toolkit) ભારતની છબી ખરડવાના ઇરાદાસર બનાવવામાં અને ખાલિસ્તાન (Khalistaani...
મુશ્કેલીઓની વચ્ચે માણસ જ્યારે માર્ગ કાઢે ત્યારે ક્યારેક તેની ખુમારી પ્રગટે છે અને ક્યારેક તેની મજબૂરી. કોરોના મહામારીથી શાળામાં વર્ગખંડ શિક્ષણ બંધ...
નવી દિલ્હી . દેશમાં રોકાણ વધવાના કારણે ઓદ્યોગિક પ્રવૃત્તિ (industrial activity)માં ગતિ આવી રહી હોવાથી સરકારે મજૂર કાયદામાં સુધારણાની પ્રક્રિયા પણ ઝડપી કરી...
ગયા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસો વધવા માંડ્યા પછી દેશભરમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. આ ટેસ્ટિંગ અંગે સરકાર ભલે મોટા...
નડિયાદ: નડિયાદમાં વધુ એક સગીરા પર દુષ્કર્મના કેસને મામલે પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે. સાથે 10 હજાર રૂપિયાનો...
દાહોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજરોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. અને કેટલાક સીટો પર...
દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવી હતી. પ્રેમ...
ગાંધીનગર (Gandhinagar): મંગળવારે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોરોનાથી (Corona Virus/Covid-19) સાસંદ અભય ભારદ્રાજના (MP Abhay Bhardwaj) નિધન પછી રાજ્યસભામાં...
હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ ખાતે સોમવારે મઘાસર ગામની એક વૃદ્ધ મહિલાને એસ.ટી બસ ના ચાલકે અડફેટમાં લેતો મહિલા ગંભીર રીતે ઘવાતા...
મોડાસા: હજુતો આખો ઉનાળો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છેવાડાના ગામ હઠીપુરાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) મોહન ભાગવતે (Mohan Bhagwat) પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના (West Bengal Assembly Elections) માહોલ વચ્ચે ફિલ્મ...
મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ પહેલા ભાજપનો ભગવો અરવલ્લી જીલ્લામાં લહેરાયો હતો બાયડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ઉમેદવારની ભૂલ થી...
મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે (Mumbai-Pune expressway) પર માર્ગ અકસ્માતમાં (road accident) પાંચ લોકોનાં મોત અને પાંચને ઇજાઓ થઈ છે. ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ-પુણે...
વડોદરા: વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટને મોડીફાઈ કરી તેમજ તેના સાયલેન્સરને પણ મોડીફાઈ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટરાજાઓ ની શાન ઠેકાણે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર મેડીકલ પેરા મેડીકલ અને હેલ્થ વર્કર્સને આપ્યો હતો. જેમના 28 દિવસ...
કોવિન એપ્લિકેશન પર આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓ અને કોરોના વાયરસ રસી લેનારાઓને ઓળખવામાં મુશ્કેલીઓને લીધે રસીકરણ અભિયાનને માઠી અસર પહોંચી રહી હોવાનું...
વડોદરા: ચૂંટણી પ્રક્રિયાના એક અગત્યના અંગ તરીકે નોટા.. નન ઓફ ધી અબોવ એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ ઉમેદવાર નહિ ની...
વડોદરા: આસામમાં ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓનું ભાજપ દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનું િનવેદન કરી ટવીટ કરતા ભાજપમાં ભડકો...
વડોદરા: પોલીસ કમિશનરના નામે ફેક એકાઉન્ટ બનાવનારનું લોકેશન દિલ્હીનું ખુલવા પામતા વડોદરા સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને...
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર કાર સેવકોના કોચને આગ લગાવી દેવાની ઘટનાના મુખ્ય આરોપીની આશરે 19 વર્ષ બાદ પોલીસે ધરપકડ...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.