શરીરથી બીજાની સેવા કરીએ, ધન યોગ્ય વ્યકિતને આપીએ. મનથી ભજન કરીએ, વાણી મીઠી બોલીએ એ જ જિંદગીની કમાણી છે. માનવીએ સુખી થવા...
આજે શહેરના કોઈક ને કોઈક ખૂણે સિગારેટના ધુમાડા કાઢતા કે ડ્રગ્સનું સેવન કરતા દીકરા દીકરીઓને જોઈને હ્રદય આઘાત અનુભવે છે.આ ઉગતી પેઢી...
છેલ્લા એક વર્ષથી દેશની સરકારનું અને પ્રજાનું ધ્યાન ચીનની ઘુસણખોરી અને કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી એ રોકી રાખ્યું છે. ત્રીજી તરફ લાખ્ખો...
આપણાં દેશમાં અનેક વાદ ચાલે છે. જેવા કે કોમવાદ, જાતિવાદ, ધર્મવાદ, પલાયનવાદ, સગાવાદ, મિત્રવાદ વિગેરે વિગેરે પરંતુ આતંકવાદી પરિબળોને લોકો ઘાતકી અને...
સાત અક્ષરોમાં સમાયેલ આ ચર્ચાપત્ર વિશ્વની સમગ્ર માનવ જાતને પ્રેમના બંધને બાંધવા સક્ષમ છે. એ જ પ્રમાણે તારું અને મારું આ બે...
એક દિવસ ઈશ્વરે પોતાના ખાસ દેવદૂતને બોલાવીને કહ્યું, ‘તારે મારાં કામ કરવા પૃથ્વી પર જવાનું છે.તું મારાં કામ કરીશ એટલે તે પાર...
‘જો મારે સારા રસ્તા પર વાહન ચલાવવા માટે રૂપિયા ચુકવવાના છે! મારાં બાળકોને સારું શિક્ષણ રૂપિયા ખર્ચીને મેળવવાનું છે. આરોગ્ય સુવિધાઓ પૈસા...
આ વર્ષે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં બે બાબતોની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રથમ તો છે કે સરકાર યોગ્ય સ્થાને ખર્ચ કરવા...
બિટકોઇન એ એક એવી વસ્તુ છે જેના અંગે વિશ્વના ઘણા બધા લોકો વાકેફ નહીં હોવા છતાં તે ઘણી ચર્ચાઇ રહી છે, આ...
દાહોદ/કાલોલ: દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ નજરે પડતું હતું ત્યારે ઘણા ગામો તેમજ તાલુકાઓમાં કમોસમી વરસાદ...
શહેરા: શહેરા નગર વિસ્તારમાં નગર પાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો નથી. નગર વિસ્તારમાં આવેલ 6 વોર્ડના 22બેઠકો પર ભાજપ અને અપક્ષ ના 44...
દાહોદ: દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ તમામ પક્ષો દ્વારા પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી...
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ભારત ( INDIA) અને ચીન ( CHINA) વચ્ચેનો તણાવ ગયા વર્ષના મે મહિનાના પ્રારંભથી ચાલુ છે....
દાહોદ/ કાલોલ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ધોરણ-૧૦ અને ૧૨ પછી ધોરણ- ૯ અને ૧૧ ના વર્ગોમાં શિક્ષણકાર્ય ની મંજૂરી અપાઇ છે....
દાહોદ: આ યુવા વયે જ વ્યક્તિને યોગ્ય દિશા માર્ગદર્શન મળે તો ઉમદા કારકિર્દી ઘડી શકે છે. આજે દાહોદના જ આવા યુવાની...
સિંગવડ: સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોવિડ 19 ને ધ્યાનમાં રાખીને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર...
કાલોલ: કાલોલ તાલુકાના ના ઘુસર સહીત ગોધરા નજીક પોપટપુરા કાંકરી ખાણ વિસ્તાર માં ગેરકાયદેસર ચાલી રહેલ બે જેટલાં રેતીના પ્લાન્ટ સીઝ...
બાલાશિનોર: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાા પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યલ ચૂંટણી યોજાવાની છે....
વડોદરા: સમગ્ર રાજ્યભરમાં ધો 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ ધો. 6 થી 8ના વર્ગો પણ શરૂ થયા છે. જ્યારે...
ક્રૂડના હાલના ભાવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આશરે 42 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ. દેશમાં પેટ્રોલ લગભગ 91 રૂપિયા અને ડીઝલ 85 રૂપિયા...
દાહોદ: ઝાલોદ બાયપાસ પર બુધવારની સવારે દારૂ ભરેલી કાર અને ઉભેલી પિક અપ વચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી...
ડભોઈ: ડભોઇ રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ ઐતિહાસિક અને ૫૦૦ વર્ષ પૌરાણીક પાંચ બીબી ની દરગાહ નાઉર્સની અકીદત મંદો અને શ્રદ્ધાળુઓ...
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ( LALU PRASHAD YADAV) આજે જેલની બહાર આવી શકે છે. આજે તેમના પુત્રો...
પાદરા: પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી સામે અંસતોષનો અગ્નિ ભભૂકી રહ્યો છે. નેતાગીરીએ ભાજપના 20 જેટલા સભ્યોને ફરી વખત રીપીટ કરી પોલીસ...
નવ વર્ષ પહેલા નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઇની જાનલેવા હુમલો કરનાર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીએ ફરી એકવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે....
ડભોઈ: ઝોનલ ઓફિસર અને ઈવીએમ મશીન ટ્રેનર તથા અન્ય સ્ટાફ દ્વારા ડભોઇ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિજાણું મતદાન યંત્ર(ઈ.વી.એમ) મતદાન યોજાનાર છે જેને...
વડોદરા : વડોદરા મહાનગર સેવાસદનની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવા સીમાંકન પ્રમાણે યોજાનાર ચૂંટણી માટે કોરોનાને કારણે બુથની...
વડોદરા: વડોદરા-ભારે આતુરતા પૂર્વક જેની રાહ જોવાઇ રહી હતી. એ આઈપીએલ ફ્રેન્ચાઇજી માટેની હરાજજી આજે ગુરૂવારના રોજ યોજાઇ હતી. બપોરે ત્રણ કલાકે...
અમેરિકાએ એચ-વનબી વિઝા માટેની નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેની સંસદ દ્વારા ઠરાવવામાં આવેલી ૬૫૦૦૦ની ટોચમર્યાદા માટે પુરતી અરજીઓ મેળવી લીધી છે અને ભારતીયો...
એક આંચકાજનક વળતા પગલામાં ફેસબુકે ઓસ્ટ્રેલિયનોને ન્યૂઝ શેર કરતા અટકાવી દીધા છે, જે પગલું સરકારો, મીડિયા અને શક્તિશાળી ટેક કંપનીઓ વચ્ચેના વધતા...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.