વડોદરા: સમગ્ર રાજ્યભરમાં ધો 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ ધો. 6 થી 8ના વર્ગો પણ શરૂ થયા છે. જ્યારે...
ક્રૂડના હાલના ભાવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આશરે 42 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ. દેશમાં પેટ્રોલ લગભગ 91 રૂપિયા અને ડીઝલ 85 રૂપિયા...
દાહોદ: ઝાલોદ બાયપાસ પર બુધવારની સવારે દારૂ ભરેલી કાર અને ઉભેલી પિક અપ વચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી...
ડભોઈ: ડભોઇ રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ ઐતિહાસિક અને ૫૦૦ વર્ષ પૌરાણીક પાંચ બીબી ની દરગાહ નાઉર્સની અકીદત મંદો અને શ્રદ્ધાળુઓ...
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ( LALU PRASHAD YADAV) આજે જેલની બહાર આવી શકે છે. આજે તેમના પુત્રો...
પાદરા: પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી સામે અંસતોષનો અગ્નિ ભભૂકી રહ્યો છે. નેતાગીરીએ ભાજપના 20 જેટલા સભ્યોને ફરી વખત રીપીટ કરી પોલીસ...
નવ વર્ષ પહેલા નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઇની જાનલેવા હુમલો કરનાર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીએ ફરી એકવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે....
ડભોઈ: ઝોનલ ઓફિસર અને ઈવીએમ મશીન ટ્રેનર તથા અન્ય સ્ટાફ દ્વારા ડભોઇ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિજાણું મતદાન યંત્ર(ઈ.વી.એમ) મતદાન યોજાનાર છે જેને...
વડોદરા : વડોદરા મહાનગર સેવાસદનની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવા સીમાંકન પ્રમાણે યોજાનાર ચૂંટણી માટે કોરોનાને કારણે બુથની...
વડોદરા: વડોદરા-ભારે આતુરતા પૂર્વક જેની રાહ જોવાઇ રહી હતી. એ આઈપીએલ ફ્રેન્ચાઇજી માટેની હરાજજી આજે ગુરૂવારના રોજ યોજાઇ હતી. બપોરે ત્રણ કલાકે...
અમેરિકાએ એચ-વનબી વિઝા માટેની નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેની સંસદ દ્વારા ઠરાવવામાં આવેલી ૬૫૦૦૦ની ટોચમર્યાદા માટે પુરતી અરજીઓ મેળવી લીધી છે અને ભારતીયો...
એક આંચકાજનક વળતા પગલામાં ફેસબુકે ઓસ્ટ્રેલિયનોને ન્યૂઝ શેર કરતા અટકાવી દીધા છે, જે પગલું સરકારો, મીડિયા અને શક્તિશાળી ટેક કંપનીઓ વચ્ચેના વધતા...
સર્વોચ્ચ અદાલતે ભારતના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ વિરુદ્ધના જાતીય સતામણીના આક્ષેપોમાં વ્યાપક કાવતરા અંગે શરૂ કરવામાં આવેલી તપાસની કાર્યવાહી તથા સુપ્રીમ...
ટ્વીટરના ટોચના વકીલ વિજય ગડ્ડે અને યુકેના નાણા મંત્રી ઋષિ સુનાક સહિત પાંચ ભારતીય મૂળની હસ્તિઓને અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિનની ૧૦૦...
વોર્ડ: 30, બેઠક: 120, ઉમેદવાર: 484 ભાજપ: 120 કોંગ્રેસ: 117 આપ: 114 અન્યો: 133દેશની સૌથી વધુ ઝડપથી વિકસતા શહેરોમાં અગ્રક્રમે મનાતાં સુરત...
સુરત: સુરતમાં મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે મેટ્રો રેલના ટ્રેક અને સ્ટેશન માટેની ડિઝાઈનો...
સુરત: (Surat) આગામી તારીખ 21 મી ને રવિવારે યોજાનારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે ચૂંટણી (Election) તંત્ર મતદાન મથકોને ત્રણ વિભાગોમાં વિભાજીત...
અમદાવાદમાં (Ahmedabad) રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ (Condoms) મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મહિલા...
ટકારમા દેલાડ, મોસાલી, અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાને કારણે છેલ્લા ઘણા મહિનાથી શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ...
ગાંધીનગર (Gandhinagar): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. એક અહેવાલ મુજબ આજે 18 ફેબ્રુઆરી એટલે કે એક મહિના સુધી...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલન (Farmers’ Protest) શરૂ થયાને હવે ત્રણ મહિના પૂરા થશે. એવામાં થોડા દિવસો પહેલા ખોડૂતોએ દિલ્હી બોર્ડર...
pratapgadh : ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના પ્રતાપગઢના એક યુવકે એક કિન્નર સાથે લગ્ન કરીને સમાજ માટે દાખલો બેસાડ્યો છે. પ્રતાપગઢના...
50 વર્ષની વયે લોકો પોતાની જાતને વૃદ્ધ માનવા માંડે છે. પરંતુ ઉંમર માત્ર એક સંખ્યા છે. જો હૃદયમાં જુસ્સો અને જુસ્સો હોય,...
સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે...
કોકા-કોલા ( coca cola) કંપનીના ટ્વિટમાં જણાવ્યું છે કે, “અમે વિશ્વભરના ઉત્પાદનો માટે ટકાઉ પેકેજિંગ વિકલ્પો પ્રદાન કરી રહ્યા છીએ. યુરોપમાં અમારું...
સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે...
surat : નર્મદ યુનિ.માં (University) આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી પીએચ.ડી.ની પ્રાવેશિક પરીક્ષાઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લેવાશે. બીજી તરફ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝન માટે હરાજી ચેન્નઈમાં ચાલુ છે. 292 શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી 61 માટે બોલી લગાવાઈ છે....
પ.બાગંળમાં (West Bengal) રાજકીય ગરમા ગરમીનો માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં હવે બંને પાર્ટીઓએ સામ,દામ, દંડ ભેદની...
SURAT : ચૂંટણી સમયે જાતિ સંપ્રદાયના આધારે ઉમેદવારોને પસંદ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે જે સમાજ અને જ્ઞાતિના મતદારો વધારે હોય...
ભારત સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કિવી ટીમ માટે ડેરીલ મિશેલ અને વિલ યંગે અડધી સદી ફટકારી હતી. મિશેલે 129 બોલમાં 82 રન અને યંગે 138 બોલમાં 71 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. આકાશ દીપને એક વિકેટ મળી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે. કિવી ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપથી પોતાને બચાવવા મેદાનમાં ઉતરી છે. ન્યુઝીલેન્ડે બેંગ્લોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે અને પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ 113 રનથી જીતી હતી. ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 235 રનમાં સમેટાઈ ગયો હતો. કિવિઝ તરફથી ડેરિલ મિશેલે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. આ સિવાય વિલ યંગે 71 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ અને વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ લીધી હતી. આકાશ દીપને એક વિકેટ મળી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પહેલો ઝટકો 15ના સ્કોર પર લાગ્યો હતો. આકાશ દીપે ડેવોન કોનવેને LBW આઉટ કર્યો હતો. તે ચાર રન બનાવી શક્યો હતો. આ પછી કેપ્ટન ટોમ લાથમે વિલ યંગ સાથે 44 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી વોશિંગ્ટન સુંદરે તોડી હતી. તેણે લાથમને ક્લીન બોલ્ડ કર્યો હતો. લાથમ 28 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુંદરે રચિન રવિન્દ્રને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો. તે પાંચ રન બનાવી શક્યો હતો. સુંદરે સતત ત્રણ ઇનિંગ્સમાં ત્રીજી વખત રચિનને આઉટ કર્યો હતો.
રચિનના આઉટ થયા બાદ યંગે ડેરિલ મિશેલ સાથે ચોથી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન યંગે તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી અડધી સદી ફટકારી હતી. આ ભાગીદારી રવિન્દ્ર જાડેજાએ તોડી હતી. જાડેજાએ કિવી ઇનિંગ્સની 44મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે પહેલા યંગને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ટોમ બ્લંડેલ ક્લીન બોલ્ડ થયો હતો. યંગે 71 રનની ઇનિંગ રમી હતી. બ્લંડેલ ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ પછી જાડેજાએ ગ્લેન ફિલિપ્સને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 17 રન બનાવી શક્યો હતો.
આ પછી જાડેજાએ આ ઇનિંગમાં બીજી વખત એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે કીવી ઈનિંગ્સની 61મી ઓવરમાં ઈશ સોઢી અને મેટ હેનરીને પેવેલિયન મોકલ્યા હતા. સોઢી એલબીડબ્લ્યુ આઉટ થયો હતો જ્યારે હેનરી ક્લીન બોલ્ડ થયો હતો. સોઢીએ સાત રન બનાવ્યા હતા, જ્યારે હેનરી ખાતું પણ ખોલી શક્યો નહોતો. વોશિંગ્ટન સુંદરે ડેરીલ મિશેલ અને એજાઝ પટેલ (7)ને આઉટ કરીને ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સને 235 રનમાં સમેટી દીધી હતી.