મોડાસા: ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જે વાંચી ભલભલા કઠણ હૃદયના...
ભારતમાં કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે ત્યારે મહારાષ્ટ્ર ( MAHARASHTRA) માં ફરી એકવાર કોરોના વાયરસના ( CORONA VIRUS) કેસ...
દાહોદ: લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ...
ઓડિશા(odissa)ના સોનપુરથી એક આશ્ચર્યજનક કિસ્સો (shocking news) સામે આવ્યો છે. જી હા અહીંની એકે લગ્ન(marriage)ની ઘટના એવી બની છે જે વિદાય દરમિયાન...
વડોદરા: વડોદરા શહેર નજીક ઉંડેરા ગામ પાસે ગુરુવારે રાત્રે રોડ ઉપર આળી આવેલી ગાયે વૃદ્ધ મોપેડ ચાલકને અડફેટે લેતા તેઓ જમીન પર...
વડોદરા : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સર્વે હાથધરવામાં આવ્યો હતો.ત્યારબાદ દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સૂચિ...
રાજકોટ: જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્પલ રોપ-વે બંધ રહેશે. આગામી તા. ૭ થી જુનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાવાનો...
રાજકોટ: જામનગર રોડ ઉપર પરાપીપળિયા નજીક બનનાર એઈમ્સમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી...
GANDHINAGAR : વર્ષ 2020-21 માં રાજ્યની વિવિધ પ્રવૃતિઓ માટે કુલ રૂ 217287 કરોડનું અંદાજીત બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેની સામે વર્ષના...
પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને કડકાઈ વધારી દીધી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કહ્યું...
વિશ્વના અમુક અબજોપતિઓની ટોળકીને એક નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરવી છે અને એ માટે એમણે ગ્રેટ રિસેટની યોજના બનાવી છે. અબજોપતિઓની આ યોજનાનો...
ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો. સદીઓ, સન્નારીઓ, સાધ્વીઓનો એક જવલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડયો છે. વેદ-ઉપનિષદ કાળમાં સ્ત્રી...
GANDHINAGAR : વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા ( GANPAT VASAVA) એ જણાવ્યું હતુ કે, ગુજરાતનું અને દેશનું...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર તામિલનાડુના મુખ્યમંત્રી અડોપ્પી કે. પલાની સ્વામીએ તાજેતરમાં બારમાં નવા નોંધાયેલા જુનિયર વકીલો માટે માસિક રૂપિયા ત્રણ હજાર...
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે...
આપણા ભારત દેશમાં આપણી હિંદુ સંસ્કૃતિમાં માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:ની આદર્શ ભાવના અનેક દાયકાઓથી પ્રચલિત થયેલી છે. આપણે જયારે શાળામાં અભ્યાસ...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મુકયો અને થોડા દિવસ ભીખારીઓને જેલ ભેગા કર્યા પછી...
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, રેલવે, વીમા સાથે બેંકિંગ ક્ષેત્રમાં પણ ખાનગીકરણ તરફ પગલા ભરાિ રહયા છે. પચાસ વર્ષ પૂર્વે ગરીબો સુધી...
GANDHINAGAR : રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 18537 ઓરડા ( CLASSROOMS ) ઓની ઘટ હોવાનું ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગુજરાત...
ધોરણ છઠ્ઠામાં ભણતો સોહમ આજે ઘરે આવ્યો અને કોઈને ખબર ન પડે તેમ તેણે પપ્પાની શેવિંગ કીટ લીધી અને તેમાંથી એક બ્લેડ...
મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ધાર્યું હતું એ જ પ્રમાણે ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે. મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જિલ્લા...
‘….. આપણા વડાપ્રધાન એક ગામડામાંથી આવે છે અને ગર્વપૂર્વક કહે છે કે તેઓ કંઇ પણ ન હતા અને વાસણ માંજતા હતા તથા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm modi) કેવડીયામાં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સને સંબોધન કરવા ગુજરાતની એક દિવસીય મુલાકાતે (Gujarat visit) આવ્યા...
પાંચ રાજ્યોમાં ચૂંટણીલક્ષી ઉત્સાહ દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યો છે. આ વખતે, લગભગ બધા જ પક્ષો આંતરિક વિખવાદ અને પડકારોનો સામનો...
શહેરમાં આ વર્ષે ગરમી પાછલા વર્ષોના રેકોર્ડ બ્રેક કરવાની વાતોનું આજે ટ્રેલર જોવા મળ્યું હતું. ગયા વર્ષે માર્ચ મહિનાના છેલ્લા દિવસે જેટલું...
ગુજરાતમા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી શરૂ થશે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા આગામી તા.૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧-પ-ર૦ર૧ દરમ્યાન આ...
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 18537 ઓરડાઓની ઘટ હોવાનું ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના...
વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબમાં વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતુ કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.12મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા.12મી માર્ચના રોજ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકત લઈને આઝાદીના 75...
વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યની વિવિધ પ્રવૃતિઓ માટે કુલ રૂ.૨૧૭૨૮૭ કરોડનું અંદાજીત બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેની સામે વર્ષાના અંતે સંભવિત ખર્ચના આંકડાઓ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.