કોવિડ-૧૯ રસીઓની બાસ્કેટ વિસ્તારવા અને ભારતમાં રસીકરણની ઝડપ વધારવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે તેણે એવી વિદેશ-નિર્મિત રસીઓને ઇમરજન્સી...
આફ્રિકાના કેન્યાના એક પૂરગ્રસ્ત ટાપુ પર પાણીનું સ્તર વધતા એક સ્થળે નવ જીરાફ ફસાઇ ગયા હતા. આ બધા જીરાફ રોકુ વનવિસ્તારનકા બેરિન્ગો...
વિશ્વના ઓછામાં ઓછા ૫૩ દેશો એવા છે કે જેઓ ચીની રસીઓનો ઉપયોગ પોતાના દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે કરી રહ્યા છે અને...
ફાર્મા મેજર કંપની ડૉ. રેડ્ડીઝ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે તેણે ભારતમાં સ્પુટનિક-વી રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની નિયંત્રક મંજૂરી મંજૂરી મેળવી...
શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટુકડે ટુકડે...
રાજપીપળા: નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં નર્મદા જિલ્લા (Narmada District) વહીવટી તંત્ર દ્વારા (Remdesivir) ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે...
સુરતઃ (Surat) શહેર અને જિલ્લામાં હવે કોરોના બેકાબૂ બનતા દાખલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. સુરત શહેર...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ કોરોનાના કેસો વધી રહયા છે, ત્યારે રાજય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને...
દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર લોકો દ્વારા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરાયું છે. કોરોના મહામારીથી બચવા અને કોરોનાની ચેન તોડવા માટે વિવિધ...
કોરોનાની ( corona ) બીજી લહેર દેશમાં ચિંતાનો વિષય બની છે ત્યારે હરિદ્વાર ( haridwar ) માં લાખો લોકોને એકત્રીત કરવાની તૈયારી...
સુરત: કોરોના(CORONA)ની સારવાર(TREATMENT)માં કારગર રેમડેસિવિર ઈન્જેક્શન (REMDESIVIR INJECTION) દર્દી સુધી પહોંચાડવાની સિસ્ટમમાં ખામીઓને લીધે દર્દીઓના સગાઓને મુશ્કેલી (DIFFICULTY) નડી રહી છે, તે...
સુરત: કેન્દ્રના નાણા મંત્રાલયે (FINANCE MINISTRY) ચેપ્ટર 50,52 અને 54 હેઠળ એચએસએન કોડ જારી કર્યા છે. હવેથી સિલ્ક,કોટન, પોલિયેસ્ટર અને જરી સાથે...
એકબાજુ કોરોનાના વધતા કેસોના ( CORONA CASE ) કારણે લોકો પરેશાન છે જ ત્યારે બીજી બાજુ હાલ છત્તીસગઢ ( CHATTISGADH ) માં...
સુરત : કોરોના(CORONA)માં સંજીવની સમાન ગણાતા રેમડેસિવિર ઇન્જેકશન (REMDESIVIR INJECTION) માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. રેમડેસિવિર ઇન્જેકશન નહીં મળવાના...
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Kejriwal) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 13,500 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકામાં (Corporation) કોરોનાએ વધુ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. થોડા દિવસ પહેલાં જ ગાર્ડન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી...
વ્યારા: તાપી જિલ્લા (TAPI DISTRICT) માં કોરોના સંક્રમણ (CORONA INFECTION) અટકાવવા અન્ય રાજ્યોમાંથી અવરજવર કરનારાઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ (RT-PCR REPORT) ફરજિયાત હોવાના...
સુરત: ગત વર્ષે લગ્નસરાં(MARRIAGE)ની સિઝનના સમયે જ કોરોના પીક પર હતો, તેમ ચાલુ વર્ષે પણ એપ્રિલ-મે-જૂનમાં લગ્નસરાંની સિઝન ટાળે જ કોરોનાના કેસો...
સુરત: સ્મીમેર હોસ્પિટલ (SURAT SMIMMER HOSPITAL) માં દિવસે દિવસે દર્દીઓ (PATIENTS) ની સંખ્યા વધી રહી છે. જેના કારણે તબીબો (DOCTORS) પણ ચિંતા...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણનું કારણ લોકો દ્વારા ગાઇડલાઇનના પાલન બાબતે રખાતી બેદરકારી પણ છે. ત્યારે મનપા દ્વારા આદેશ...
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં ( TARAK MEHTA KA ULTA CHASMA ) શોમાં દયાબેનની ( DAYABEN ) ગેરહાજરી વિશે વાત કરતાં અસિત...
સુરત: કોરોનાના કેસો વધતાં (CORONA CASES INCREASE IN SURAT) શહેરમાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કાયદો (LAW OF CURFEW)...
સુરત (SURAT) શહેરના વિવિધ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિ(NAVRATRI)ના પ્રથમ દિવસે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જો કે...
દેશમાં રસીની ( CORONA VACCINE ) અછતને સમાપ્ત કરવા સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. વિશ્વના કોઈપણ દેશની સરકારી એજન્સી દ્વારા મંજૂરી...
સુરત: (Surat) એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મુકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઉજવવા દેશવાસીઓને અપીલ કરી છે. જેના ભાગરૂપે...
ફેસબુક ( FACEBOOK ) અને હેકરો ( HACKERS ) નો આજીવનનો સાથ થઇ ગયો છે. ફેસબુક યુઝર્સનો ડેટા દરરોજ લીક થતો રહે...
ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ (SUNRIZERS HYDERABAD) સામે જોરદાર પ્રદર્શન કરીને જીત મેળવનારી બે વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આવતીકાલે અહીં ઇન્ડિયન...
પ્રિન્સ ફિલિપ ( prince philip ) બ્રિટનથી લગભગ 16,000 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગર ( pacific ocean ) ના એક ટાપુ પર ભગવાન...
છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસ ( CORONA VIRUS ) દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત કરી રહ્યો છે. આ સાથે દેશમાં રસીકરણ ( VACCINATION...
હમેશા વિવાદમાં રહેતી સુરતની સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)માં ઇન્જેક્શન કૌભાંડની ફરિયાદ ઉઠવા પામી છે. મળતી માહિતી મુજબ દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.