Surat Main

શહેરમાં ઓક્સિજનની કાળા બજારી ન થાય તે માટે પોલીસ અને વહિવટ તંત્રની ચાંપતી નજર

સુરતઃ (Surat) શહેર અને જિલ્લામાં હવે કોરોના બેકાબૂ બનતા દાખલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં રોજના 200 મેટ્રીકટન ઓક્સિજનની (Oxygen) જરૂરતને પહોંચી વળવા માટે ચાર કંપનીઓ સતત સપ્લાય આપી રહી છે. આ કંપનીઓ દ્વારા ઓક્સિજનની કાળા બજારી ન થાય તે માટે કલેક્ટર (Collector) દ્વારા તેની બહાર અને અંદર રાઉન્ડ ધી ક્લોક પોલીસ અને વહીવટી તંત્રને ડ્યૂટી ફાળવી છે.

સુરત શહેર અને જિલ્લામાં 200 જેટલા સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલ અને સેન્ટરો દર્દીઓને સારવાર આપી રહ્યા છે. હજારોની સંખ્યામાં દાખલ દર્દીઓને રોજના 200 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી રહી છે. આ ઓક્સિજન હાલ શહેરમાં ચાર કંપનીઓ દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ચાર કંપનીમાંથી રોજનો 200 મેટ્રીકટન જથ્થો આવે છે. આ જથ્થો શહેર અને જિલ્લામાં સાત રિફલીંગ સેન્ટર ઉપર આવે છે. તેમાં ત્રણ સેન્ટર ગ્રામ્ય અને ચાર શહેરી વિસ્તારમાં છે. આ રિફલીંગ સેન્ટર ઉપરથી ઓક્સિજનનો જથ્થો ડિસ્ટ્રીબ્યૂટ થાય છે. જિલ્લા કલેક્ટરે તેની કાળા બજારી ન થાય અને પ્રોપર જથ્થો મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. આ રિફલીંગ સેન્ટરો ઉપર પોલીસ અને રેવન્યુ તલાટીઓને રાઉન્ડ ધી ક્લોક ડ્યૂટી ફાળવવામાં આવી છે. આ વ્યવસ્થાના સુપરવિઝન માટે તેના લાયઝન અધિકારી તરીકે નાયબ કલેક્ટર આર આર બોરડની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનર ફુડ એન્ડ ડ્રગ્સ. આરએમ પટેલ આ સમગ્ર વ્યવસ્થા ઉપર નજર રાખી રહયા છે.

એસઓજી પોલીસની ટીમ કંપનીમાં બેસાડવામાં આવી છે

એસઓજી પોલીસની પીએસઆઈ સહિતના ટીમને હજીરાની આઈનોક્સ કંપનીમાં તૈનાત કરાયા છે. પોલીસ અને વહિવટી તંત્ર ઓકિસજન પ્રોડકશન ઉપર સતત મોનીટરીંગ કરે છે. કોરોનાના પેશન્ટમાં હાલ ઓક્સિજનની સૌથી વધારે જરૂરીયાત હોવાથી કંપનીઓ દ્વારા તેનો જથ્થો સુરત શહેરની હોસ્પિટલને મળે તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કેમ કે આખા દેશમાં કોરોનાના કહેર વચ્ચે ઓકિસજનની ડિમાન્ડ વધી છે. અને ઘર આંગણે ઉત્પાદન છથાં સ્થાનિક પેશન્ટને લાભ ન મળે તેવી જાળ તોડવા માટે પણ આગોતરી વ્યવસ્થા કરાઇ છે. સૌથી વધારે ઓક્સિજન આયનોક્સ કંપનીમાંથી આવે છે. જેથી તેના ટેમ્પામાં ઓકિસજન સીલીન્ડરના જથ્થા સાથે પોલીસ કુમક પણ ગોઠવવામાં આવી છે.

શહેરમાં ઓક્સિજનનો સપ્લાય કરતી મુખ્ય કંપનીઓ

  • આયનોક્સ એર પ્રા.લી.હજીરા, સુરત
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હજીરા, સુરત
  • વિઘ્નસિયર, સુરત
  • એર લીક્વીડ, ઝઘડીયા

Most Popular

To Top