Dakshin Gujarat

નર્મદા તંત્ર દ્વારા Remdesivir ઈન્જેક્શનની વ્યવસ્થા કરાઈ

રાજપીપળા: નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં નર્મદા જિલ્લા (Narmada District) વહીવટી તંત્ર દ્વારા (Remdesivir) ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતાં દર્દીઓને પણ તે વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવી શકાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તદઉપરાંત, કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા ડેઝિગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોના દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી Inj. Remdesivir 100 mg કોઈ પણ વધારાના ચાર્જ વગર ખરીદ કિંમતે જનરલ હોસ્પિટલ રાજપીપળા તરફથી આપવામાં આવશે.

ખાનગી હોસ્પિટલો દ્વારા Inj. Remdesivir 100 mg મેળવવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત (ડોકટરના પ્રિસ્ક્રિપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ), દર્દીના આધારકાર્ડની નકલ, RTPCR ટેસ્ટની નકલ (૭ દિવસથી ઓછા સમયનો હોવો જોઈશે), નાણાં ભરપાઈ કર્યાની પહોંચ / ચલણના પુરાવા રજૂ કરવાના રહેશે.

દર્દીના કોઈ પણ સંબંધીએ ઈન્જેક્શન લેવા આવવાનુ રહેશે નહીં. હોસ્પિટલના અધિકૃત કર્મચારીએ તમામ આધાર પુરાવા સાથે ઈન્જેક્શન લેવા આવવાનું રહેશે. તેવી જ રીતે Inj. Remdesivir 100 mgનો જથ્થો મેળવવા માટે રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ, જકાતનાકા પાસે, નાયબ વન સંરક્ષકની કચેરીની બાજુમાં જેનો સમય સવારે ૧૦ કલાકથી બપોરના ૧.૩૦ કલાક સુધી તેમજ બપોરના ૨:૩૦ કલાકથી સાંજના ૫:૩૦ કલાક સુધીમાં મેળવી લેવાનું રહેશે. આ વપરાયેલા ઈન્જેક્શનના ખાલી વાયલ બીજા દિવસે અચુક પરત જમા કરવાના રહેશે. ત્યારબાદ જ ઈન્જેક્શનના નવા વાયલ મળી શકશે.

ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં RTPCR ટેસ્ટીંગ લેબની સુવિધા મળવાની શક્યતાઓ

ભરૂચ: ભરૂચ જિલ્લામાં હાલમાં RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. ભરૂચ શહેરમાં RTPCRના કલેકશન કરીને સુરત ખાતે મોકલવામાં આવે છે. ત્યારબાદ એક બે દિવસમાં તેના રિપોર્ટ આવે છે. સિવિલમાં તેનો ટેસ્ટ કરવામાં આવે છે પણ તેનો રિપોર્ટ મોડો મળે છે, ભરૂચમાં RTPCRના ટેસ્ટને લઈને ભારે લોકબુમ પડી હતી કે ભરૂચમાં RTPCRના ટેસ્ટ નથી થતાં અને થાય છે તો તે ખાનગી લેબમાં થાય છે. ખાનગી લેબોમાં પણ વધારે પૈસા લેવામાં આવતા હતા. સરકારને જાગૃત નાગરિકો, કોંગ્રેસે, જાગૃત નાગરિકોએ જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરતા આખરે સરકારે PIUને સ્પેશિયલ તાત્કાલિક ધોરણે લેબ ઉભી કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યા RTPCRની ટેસ્ટીંગ મશીન પણ આવી ગયું છે. અહીં ભરૂચમાંથી આ ટેસ્ટ થતાં હવે જે રિપોર્ટ માટે સમયનો વેડફાટ થતો હતો તે થશે નહીં. આ યુનિટ સરકાર બનાવી રહ્યું છે. કહેવાય છે કે આવતી 19 કે 20 એપ્રિલ સુધી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં RTPCRની લેબ કાર્યરત થઈ જશે.

Most Popular

To Top