જીવનમાં ઘણી વાર ઘણું બધું બહુ મોડું સમજાય છે. સહજ ભાવે જોતાં જીવનના ઘણા પ્રસંગો સામાન્ય લાગે છે, પણ જેમ જેમ સમય...
મિત્રો, ગયા અંકમાં આપણે જોયું અને અનુભવીએ પણ છીએ કે વિશ્વ પેનડેમીકમાં બાળકોનો સર્વાંગી વિકાસ ખોરંભે પડયો છે. બાળકો પણ કુટુંબમાં, આજુબાજુમાં...
હાલ બૉલીવુડ ( bollywood) દુનિયામાં કાઈને કઈ માથાકૂટ ચાલી રહી છે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ સિતારાઓ ઘણી કાયદાકીય ગૂચાવણોમાં અટવાઈ...
વરસાદમાં વરસતો વરસાદ અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી મન મોહી લે છે. તનમન તરબતર કરી દેતી આ મોસમમાં ઘરના ઈન્ટીરિયરમાં પણ થોડો...
કેમ છો? ચોમાસું જામી રહ્યું છે. આપણા જીવનમાં પણ કોઇ ને કોઇ ક્ષણે વિવિધ લાગણીઓનું ચોમાસું જામતું હોય છે. તમારા જીવનને પોષતો...
ટેકનોલોજીની દુનિયામાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં આપણાં લશ્કરના હાથમાં રમકડાં જેવાં ડ્રોન વિમાનો મૂકવામાં આવ્યાં ત્યારે તેનો...
આ સુરતીલાલાઓએ ભારે કરી. કોર્પોરેશનમાં કોંગ્રેસના ભોગે કેજરીવાલ પાર્ટીએ, ઝાડુએ, પંજાને પછાડયો. આમ તો રાજયમાં રાષ્ટ્રિય પાર્ટી બીજેપી-કોંગ્રેસ સત્તામાં હોય છે અને...
આજે દરેક જણને રાતોરાત સફળ થવું છે. કોઈને પણ સખત પરિશ્રમ કે ધીરજ રાખવામાં રસ નથી. આજના સમયમાં અલગ – અલગ કૌભાંડ...
વિકાસની રાજનીતિની શરૂઆત કરનારની ઓળખ ધરાવતું મારું,તમારું,આપણા સૌનું ગુજરાત.જે રાજ્યે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરીને દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો...
સમાજમાં દરેક માનવી વારસામાં સંપત્તિ, જર, ઝવેરાત, આપી શકે, પણ કળા અને સાહિત્ય એવી સંપત્તિ છે કે જાતે જ વિકસાવવી પડે. કોઇને...
આપણા જાડી ચામડીના શાસકોને માટે પાઠ સમાન ઘટના જોર્ડનમાં બનવા પામી છે. જયાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે છ દર્દીઓનાં મોત નીપજતાં...
તું ના મરેગા તો મર જાયેગી દુનિયા. 30/11 દેવદીવાળીના રોજ એન.વી. ચાવડાએ તેમના પત્રમાં ધરમપુરના તેરમા જયોતિર્લિંગની જિકર કરી છે ત્યારે તેરનો...
ગ્રીવાએ માર્કેટિંગ વિષય સાથે એમ.બી.એ. કર્યું હતું.અને તરત જ સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી.ગ્રીવા સુંદર હતી અને હોશિયાર પણ અને સતત...
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળનું કારણ...
વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ( cm tirthsinh raval ) રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. અને રાજીનામું...
સરકાર ક્યાં સુધી પેટ્રોલ અને ડિઝલમાં લોકોને લૂંટશે? રોજ સવાર પડે અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ ગયો હોય છે. કોરોનામાં જ્યાં લોકોની...
સાવલી: સાવલી તાલુકાના દૂધ ઉત્પાદક મંડળીના બે મંત્રીઓના મૃત્યુ થવાને કારણે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના હસ્તે બંને પરિવારને બરોડા ડેરી તરફથી...
નડિયાદ: ખેડા જિલ્લામાં જુગારનું દુષણ દિવસે-દિવસે વધી રહ્યું છે. જિલ્લામાં મોટા શહેરથી માંડી નાનામાં નાના ગામડાંઓમાં જુગારધામ ધમધમી રહ્યાં છે. ત્યારે આવા...
છેલ્લા દોઢ વર્ષથી કોરોના ( CORONA) રોગચાળો દેશમાં તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ ( COURT) સુનાવણી થઈ...
આણંદ : પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ખોટું સોગંદનામું કરનાર યુવતી સામે ગુનો ન નોંધવા રૂ.એક લાખની લાંચ માંગી હતી. બાદમાં સેટલમેન્ટ...
વડોદરા: સાંસદ રંજનબેન ભટ્ટે ભૂખી કાસ માં ઉતરીને સફાઈ ના આદેશ આપ્યા તેમાં તેમણે કામ કર્યાનો માત્ર દેખાડો કર્યા હોવાની ચર્ચા ભાજપના...
વડોદરા: પત્નીના પરપુરૂષ સાથે આડાસંબંધ મામલે ઠપકો આપતા પતિને પત્ની અને જમાઈએ મારઝૂડ કરતા છોડાવવા પડેલા નોકરને જમાઈએ તિક્ષ્ણ ખંજર હુલાવી દીધું...
રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા તેમજ આવા ગેરકાયદે વેચાણ કરતાં તત્વો સામે કડક પગલાં લેવાનો રાજ્યમાં...
રાજ્યમાં કોરોના કેસ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, સાથે મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ...
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 9,...
અમદાવાદ શહેરમાં પરંપરાગત નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં કોરોનાની પરિસ્થિતિને જોતા રથયાત્રાને હાલના...
સુરત: સુરત શહેર (Surat city)માં વેક્સિનેશન સેન્ટરો (vaccination centers) પર હોબાળાનાં દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ ગયાં છે. વેક્સિન માટે શહેરીજનો (citizen)માં...
રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમમાં ઘટાડો કરવાનો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત...
સુરત: કોરોના (Corona) સંક્રમણની બીજી લહેર (Second wave)માં પેસેન્જરો ઓછી સંખ્યામાં મળતા (Lack of passenger) સ્પાઇસ જેટ (Spice jet) એરલાઇન્સે સુરત એરપોર્ટ...
દરિયામાં વ્યવસ્થિત રીતે વિસર્જન કરવા માંગ ઉઠી :
આવતા જતા લોકોને મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે : કાઉન્સિલર
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા કુત્રિમ તળાવમાં ભાવિ ભક્તો દ્વારા દશા માતાજી અને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે તેને આજે ઘણા મહિનાઓ વીતી ગયા છતાં પણ કુત્રિમ તળાવમાંથી પ્રતિમાઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના શાસકો માત્ર ફોટો પડાવવામાં જ રસ દાખવતા હોય તેવું છાસવારે સપાટી પર આવવા પામ્યું છે. અગાઉ પણ ઘણી વખત સ્વચ્છતા અભિયાન કરી જાડું પકડી માત્ર ફોટો પડાયો હતો. જો કે ખરેખર તો સાફ-સફાઈ થતી નથી. હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ હોય છે આવી જ આસ્થા અને શ્રદ્ધા સાથેે દશા માતાજીના વ્રતની ઉજવણી અને ગણેશ ઉત્સવ ભક્તો મનાવતા હોય છે અને પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા શહેરના કુદરતી તળાવમાં પ્રતિમા કોના વિસર્જન પર પ્રતિબંધ લાદી ભાવિ ભક્તો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જોકે તેની માવજત કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે. આ વર્ષે દશા માતાજીના વ્રતની ઉજવણી કર્યા બાદ ભક્તો દ્વારા માતાજીની પ્રતિમાઓનું કુત્રિમ તળાવમાં વિસર્જન કર્યું, તેવી જ રીતે ગણેશજીની પ્રતિમાઓનું પણ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે આ કુત્રિમ તળાવની સાફ-સફાઈ કરવી જોઈએ તે પ્રકારે થઈ નથી. જેના કારણે આજે પણ નવલખી કુત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓ જે છે, તે હાલતમાં જોવા મળી છે. જેના કારણે વિસ્તારના કાઉન્સિલરે કોર્પોરેશનના તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરસાગર, સિધ્ધનાથ તળાવ સહિતના શહેરમાં આવેલા કુદરતી તળાવમાં અગાઉ જે રીતે ભક્તો વિસર્જન કરતા હતા એ બંધ થઈ ગયા પછી વડોદરા શહેરમાં ગણેશજીનો મોટામાં મોટો તહેવાર હોય દશા માતાજીનો તહેવાર હોય એ તમામનું વિસર્જન કરવા માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. એ કુત્રિમ તળાવની અંદર ગણેશજીનું વિસર્જન થયા પછી અઢી મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છતાં પણ વિસર્જન થયા પછી જે કુત્રિમ તળાવ નવલખી હોય કે પછી અન્ય બીજા જે તળાવ છે. આ પ્રતિમાઓને વિસર્જન કર્યા પછી આ મૂર્તિઓ એવી જ હાલતમાં પડી રહી છે. જેને જોતા દુઃખ થઈ રહ્યું છે. આ જવાબદારી કોર્પોરેશનની છે. વિસર્જન બાદ 10-15 દિવસ પછી ડમ્પર લાવીને આ તમામ પ્રતિમાઓ એકત્ર કરીને દરિયામાં એને વિસર્જન કરવાની હોય પણ આ વર્ષે કોઈ કોર્પોરેશનના કોઈપણ અધિકારીઓ દ્વારા એવું કામ નથી કર્યું. જેથી કરીને આજે આ નવલખી કુત્રિમ તળાવમાં પ્રતિમાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એટલે આ કેટલી ગંભીર બાબત કહેવાય. આપણે ભગવાનના નામ પર ચૂંટણી જીતી જતા હોય પછી ભગવાન માટે આવું કામ ન કરો એ દુઃખની બાબત છે. અમારું એટલું જ કહેવું છે કે, વિસર્જન થયા પછી જે અઢી અઢી ત્રણ ત્રણ મહિનાથી આ પ્રતિમાઓ નો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. એ પ્રતિમાઓને દરિયામાં જઈને સારી રીતે વિસર્જન કરવું જોઈએ. અહીં આવતા જતા લોકોને આમ મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે.