World

બાઈડેન વહીવટમાં રેકોર્ડ : 130 ભારતીય-અમેરિકન મુખ્ય પદો પર

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ જો બાઈડેને (Joe Biden) અત્યાર સુધીમાં 130થી વધુ ભારતીય-અમેરિકનની (Indian-American) તેમના વહીવટમાં (Administration) મુખ્ય પદો (Key positions) પર નિમણૂક (Appointment) કરી હતી જે ભારતીય સમુદાયમાંથી અત્યાર સુધીનું સૌથી વધુ પ્રતિનિધિત્વ (Representation) છે, ભારતીયો અમેરિકન વસ્તીના લગભગ એક ટકા છે.અને જેમાં આ નિમણુંક થવા પામી છે.

સંઘીય સ્તરે 40 થી વધુ ભારતીય-અમેરિકનો ચૂંટાયા
તેમણે 2020માં પ્રમુખપદના ઉમેદવાર તરીકે ભારતીય સમુદાયને આપેલું પોતાનું વચન તો પૂરું કર્યું જ હતું પણ તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પના રેકોર્ડને પણ તોડી નાખ્યો જેમણે 80થી વધુ ભારતીય-અમેરિકનોની નિમણૂક કરી હતી અને તેમના અગાઉના પ્રમુખ બરાક ઓબામા જેમણે તેમના આઠ વર્ષના પ્રમુખપદ દરમિયાન 60 ભારતીય-અમેરિકનોને મુખ્ય પદો પર નિયુક્ત કર્યા હતાં.યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચાર સહિત વિવિધ રાજ્ય અને સંઘીય સ્તરે 40 થી વધુ ભારતીય-અમેરિકનો ચૂંટાયા હતાં. આ ઉપરાંત 20થી વધુ ભારતીય-અમેરિકનો જેઓ અગ્રણી અમેરિકી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે તેમને ભૂલશો નહીં.

  • ડોનાલ્ડ ટ્રમ્પે રેકોર્ડ 80થી વધુ ભારતીય-અમેરિકનોની નિમણૂક કરી હતી
  • યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચાર ભારતીયો સામેલ

બાઈડેનના સંબોધનના લેખક વિનય રેડ્ડી છે
જ્યારે રોનાલ્ડ રેગનના સમયમાં પ્રમુખના વહીવટી ખાતાઓમાં કોઈ ભારતીયની પ્રથમ નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આ વખતે બાઈડેને તેમના વહીવટના લગભગ તમામ વિભાગો અને સંસ્થાઓમાં ભારતીય-અમેરિકનોની નિમણૂક કરી છે.
બાઈડેનના સંબોધનના લેખક વિનય રેડ્ડી છે, જ્યારે કોવિડ-19 પર તેમના મુખ્ય સલાહકાર ડો. આશિષ ઝા છે, તેમના હવામાન નીતિના સલાહકાર સોનિયા અગ્રવાલ છે, ફોજદારી ન્યાય પર વિશેષ સહાયક ચિરાગ બેન્સ છે, કિરણ આહુજા કર્મચારી પ્રબંધન કાર્યાલયના વડા છે, નીરા ટંડેન તેમના વરિષ્ઠ સલાહકાર છે અને રાહુલ ગુપ્તા તેમના ડ્રગ ઝાર છે.

વિવિધ ભારતીય-અમેરિકનોને મહત્વના રાજદ્વારી પદો પર નિયુક્ત કર્યા
યુવા વેદાંત પટેલ હવે ગૃહ મંત્રાલયમાં ઉપ-પ્રવક્તા છે જ્યારે ગરીમા વર્મા પ્રથમ મહિલાની કચેરીમાં ડિજીટલ ડિરેક્ટર છે. બાઈડેને આ સાથે જ વિવિધ ભારતીય-અમેરિકનોને મહત્વના રાજદ્વારી પદો પર નિયુક્ત કર્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે રેકોર્ડ 80થી વધુ ભારતીય-અમેરિકનોની નિમણૂક કરી હતી.યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચાર ભારતીયો સામેલ કરાયા છે.અત્યાર સુધીમાં 130થી વધુ ભારતીય-અમેરિકનની તેમના વહીવટમાં મુખ્ય પદો પર નિમણૂક કરી હતી

Most Popular

To Top