National

નોકરીના સમય અને સેલેરીના બદલાશે નિયમો- હવે 12 કલાક કામ કરવું પડશે અને સેલેરી પણ ઘટશે!

નવી દિલ્હી: (Delhi) ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા વેતન મેળવતા લોકો ટૂંક સમયમાં તેમની નોકરીના (Job) સમય, ગ્રેચ્યુઇટી, પીએફ અને પગાર (salary) વગેરેમાં મોટા ફેરફારો જોઈ શકે છે. કર્મચારીઓની (Employees) ગ્રેચ્યુઇટી અને પીએફમાં (PF) વધારો થઈ શકે છે. જ્યારે ઘરે આવતો પગાર ઓછો થઈ શકે છે. સરકારના લેબર કોડના નવા નિયમોથી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે. આનું કારણ છે ગયા વર્ષે સંસદમાં પસાર થયેલા ત્રણ વેતન કોડ બિલના નિયમો. સરકાર આ વર્ષે 1 એપ્રિલથી નવા લેબર કોડમાં નિયમોનો અમલ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવને કારણે અને કંપનીઓને એચઆર પોલિસીમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યા હતા. જો કે, ટૂંક સમયમાં તેનો અમલ થવાની સંભાવના છે.

વેતનની નવી વ્યાખ્યા હેઠળ, ભથ્થાં કુલ પગારના મહત્તમ 50 ટકા હશે. નોંધપાત્ર વાત એ છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મજૂર કાયદામાં આવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારનો દાવો છે કે તે એમ્પ્લોયર અને કામદાર બંને માટે ફાયદાકારક સાબિત થશે. નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે કર્મચારી પાસે સળંગ 12 કલાક કામ કરાવવામાં આવશે નહીં. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવા નિયમોમાં સુચના આપવામાં આવી છે.

પગાર ઘટશે અને પીએફ વધશે

નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, મૂળ પગાર કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારની રચનામાં પરિવર્તન આવશે, મૂળ પગારમાં વધારો થવાને કારણે પીએફ અને ગ્રેચ્યુઇટીના પૈસા અગાઉ કરતાં વધુ કાપવામાં આવશે. પીએફ મૂળભૂત પગાર પર આધારિત છે. જોકે પીએફ વધવાને કારણે ટેક-હોમ સેલેરી ઘટશે.

નિવૃત્તિ પર મળતા પૈસામાં વધારો થશે

ગ્રેચ્યુઇટી અને પીએફ યોગદાનમાં વધારા સાથે, નિવૃત્તિ પછી મળનાર નાણાંમાં વધારો થશે. આ કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ સારું જીવન જીવવાનું સરળ બનાવશે. પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારા સાથે કંપનીઓનો ખર્ચ પણ વધશે કારણ કે તેઓએ કર્મચારીઓ માટે પીએફમાં વધુ ફાળો આપવો પડશે. તેની સીધી અસર તેમની બેલેન્સશીટ પર પડશે.

નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ડ્રાફ્ટના નિયમોમાં ઓવરટાઇમ તરીકે ગણાતા 15 થી 30 મિનિટની વચ્ચે વધારાના કામની પણ જોગવાઈ છે. વર્તમાન નિયમ હેઠળ, 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ માનવામાં આવતો નથી. ડ્રાફ્ટના નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય માટે સતત કામ કરવા માટે પ્રતિબંધિત કરે છે. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવા નિયમોમાં સુચનાઓ પણ આપવામાં આવી છે.

Most Popular

To Top