National

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે કેપ્ટન સહિત ત્રણ શહીદ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો (Indian Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન સહિત ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે ભારે ગોળીબાર થયો હતો કારણ કે સ્થળ પર બે આતંકીઓ ફસાયા હતા. પોલીસે (Police) જણાવ્યું કે કોર્ડન અને સર્ચ ઓપરેશન બાદ ધર્મસાલના બજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત દળો વચ્ચે અથડામણ થઈ હતી.

મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે. રાષ્ટ્રીય રાઈફલ્સના એક કેપ્ટન, સ્પેશિયલ ફોર્સના એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. આર્મી મેજર ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની આર્મી કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આતંકીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. છેલ્લા સાત કલાકથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે કાલાકોટના જનરલ એરિયા સોલકીમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 વાગ્યે જ્યારે સર્ચ ચાલુ હતું ત્યારે આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

વાસ્તવમાં, સુરક્ષા દળોને રાજૌરીના કાલાકોટ પોલીસ સ્ટેશન હેઠળના બાજી ગામના જંગલોમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ ઇનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ તે વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું.

Most Popular

To Top