Gujarat

ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટેની યોજનામાં અત્યાર સુધીમાં 54852 કરોડના 20 એમઓયુ થયા

ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કિમસ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૬ જેટલા એમ.ઓ.યુ (MOU) સોમવારે તા. ૧૩ મી માર્ચે એક જ દિવસમાં સંપન્ન કરવામાં આવ્યા છે.

‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ ૫૪૮૫૨ કરોડના સૂચિત રોકાણોના ૨૦ એમઓ યુ થયા છે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ ૧૬ એમ.ઓ.યુ. સાથે કુલ ૩૬ એમ.ઓ.યુ. રૂપિયા ૬૭ હજાર ૫૫૫ કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે ૩૮૬૩૧ લોકોને રોજગારી મળશે. સોમવારે તારીખ ૧૩મી માર્ચે થયેલા બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે.

મોટાભાગના ઉદ્યોગો ૨૦૨૪-૨૫ સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં ૫, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં ૩-૩, પાનોલીમાં ૨ તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં ૧-૧ ઉદ્યોગો શરૂ થવાના છે.

Most Popular

To Top