World

મિસ યુનિવર્સ 2023ની ફાઈનલમાં પહોંચી ભારતની આ હસીના, 19મીએ ફિનાલે

નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ રાહ જોવાતી સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સ 2023 (MissUniverse2023) સ્પર્ધા 18મી નવેમ્બરે યોજાવા જઈ રહી છે. મિસ યુનિવર્સ સ્પર્ધા અલ સાલ્વાડોરની રાજધાની સાન સાલ્વાડોરના જોસ એડોલ્ફો પિનેડા એરેના ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં 13,000 લોકો ભાગ લેશે. આ વખતે મિસ યુનિવર્સના તાજ માટે 90 દેશો એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. ભારતની શ્વેતા શારદા મિસ યુનિવર્સ 2023ની ફાઈનલ સુધી પહોંચી છે.

મિસ યુનિવર્સ 2023ની ફાઈનલમાં ભારતની શ્વેતા શારદા પહોંચી ગઈ છે. મિસ યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી શ્વેતા શારદા ચંદીગઢની છે. આ 23 વર્ષની મોડલે આ વર્ષે મિસ દિવાનો તાજ જીત્યો છે અને હવે તે મિસ યુનિવર્સ તાજ માટે સ્પર્ધામાં છે. શારદાનો જન્મ ચંદીગઢમાં થયો હતો પરંતુ તે 16 વર્ષની ઉંમરે મુંબઈ આવી હતી. તેણીએ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે અને વ્યવસાયે એક મોડેલ તેમજ ડાન્સર છે.

ઘણા રિયાલિટી શોનો ભાગ રહી છે
શ્વેતા શારદા ઘણા રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે અને સિલ્વર સ્ક્રીન પર જોવા મળી છે. તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ, ડાન્સ દીવાને અને ડાન્સ પ્લસમાં જોવા મળી છે. આ સિવાય શ્વેતાએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં કોરિયોગ્રાફર તરીકે પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે શ્વેતાએ મિસ યુનિવર્સ ના રેમ્પ વોક માટે તેણે આધુનિક ભારત, નવું ભારત અને તેની સુગમતા અને તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના ડ્રેસે લોકોનું દિલ જીતી લીધું હતું.

19 નવેમ્બરે ફિનાલે
ભારતમાં મિસ યુનિવર્સ સ્પર્ધાની ફિનાલે 19 નવેમ્બરે સવારે 6:30 વાગ્યાથી મિસ યુનિવર્સ યુટ્યુબ ચેનલ અને X એકાઉન્ટ પર જોઈ શકાશે. જ્યારે યુએસએમાં, ટેલિમુન્ડો ચેનલ તેને સ્પેનિશમાં સ્ટ્રીમ કરશે. આ સિવાય રોકુ ચેનલને પણ સ્ટ્રીમ કરશે.

Most Popular

To Top