Sports

એશિયન ગેમ્સ: સેમીફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવ્યું, ફાઇનલ મેચ શ્રીલંકા સામે

એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થયો હતો. બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને ભારતે સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ભારતીય ટીમ ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. સેમીફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૫.૪ ઓવરમાં ૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ ૮૧ રનમાં ઓલઆઉટ
દીપ્તિ શર્માએ ૧૫મી ઓવરમાં સતત બે વિકેટ ઝડપીને બાંગ્લાદેશની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. ૧૫.૨ ઓવરમાં મારુફા અખ્તરને એલબીડબ્લ્યુ (LBW) આઉટ કર્યા બાદ તેણે ૧૫.૪ ઓવરમાં સંજીદા અખ્તર મેઘલાની વિકેટ લીધી હતી જેમાં જી. કમલિનીએ લોંગ-ઓન પર કેચ પકડ્યો હતો. બાંગ્લાદેશ ૮૧ રનમાં ઓલઆઉટ થયું અને ભારતે ૧૧૪ રનથી વિજય મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે.

શેફાલી વર્માની શાનદાર સદી
શેફાલી વર્માએ બાંગ્લાદેશ સામે વિસ્ફોટક ઇનિંગ્સ રમતા શાનદાર સદી ફટકારી હતી. તેણે છેલ્લા બોલ પર સિંગલ લઈને ૪૯ બોલમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા; તેની ઇનિંગ્સમાં ૩ ચોગ્ગા અને ૯ છગ્ગાનો સમાવેશ થતો હતો. તે અંત સુધી અણનમ રહી હતી. વ્હાઇટ-બોલ ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે અને તે એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની છે. તેના સિવાય, સ્મૃતિ મંધાનાએ ૩૭ રન (૧૯ બોલ) અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ૪૦ રન (૩૩ બોલ) બનાવ્યા હતા. આ ઉપરાંત, કામલિને ૩ રન, રિચા ઘોષે ૨ રન બનાવ્યા હતા અને ભારતી ફૂલમાલી ૯ રન બનાવી અણનમ રહી હતી. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તર, સંજીદા અખ્તર, રબેયા ખાન અને નાહિદા અખ્તરે એક-એક વિકેટ ઝડપી હતી.

નંદની શર્મા અને દીપ્તિ શર્માએ ૩-૩ વિકેટ ઝડપી
લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને બીજો ફટકો બીજી ઓવરના પહેલા જ બોલ પર લાગ્યો હતો, જ્યારે જુવેરિયા ફિરદૌસ ખાતું ખોલાવ્યા વિના જ ‘ગોલ્ડન ડક’ (પ્રથમ બોલ પર આઉટ) થઈને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ સતત વિકેટો પડતી રહી હતી. ઓપનર દિલારા અખ્તર અને શર્મિન અખ્તર (૧૦ રન) તથા સુલ્તાના ખાતૂન (૧૨ રન) સિવાય અન્ય કોઈ બેટર બે-અંકના સ્કોર સુધી પહોંચી શકી ન હતી. દિલારા ૨૩ બોલમાં ૨૭ રન બનાવીને આઉટ થઈ હતી; તેની ઇનિંગ્સમાં ચાર બાઉન્ડ્રી અને એક સિક્સરનો સમાવેશ થતો હતો. અન્ય બેટરો ક્રિઝ પર ટકી શકવામાં નિષ્ફળ રહી હતી. ભારત તરફથી નંદિની શર્મા અને દીપ્તિ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

ફાઈનલ મેચ ૨૨ સપ્ટેમ્બરે રમાશે
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. હવે, ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. આ મેચ ૨૨ સપ્ટેમ્બરે યોજાનાર છે. વિજેતા ટીમ ગોલ્ડ મેડલ જીતશે, જ્યારે પરાજિત ટીમે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. બીજી તરફ, બ્રોન્ઝ મેડલ માટે પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

Most Popular

To Top