Charchapatra

ભારતીય ન્યાય પ્રણાલી

ભારતીય ન્યાય પ્રણાલી કેવી છે, તે અંગે એક ખૂબ જ અર્થપૂર્ણ વાત જાણવા મળી, જે એક દૃષ્ટાંત રૂપે સમજાવવામાં આવી છે. જે આપણા દેશની ન્યાય પ્રણાલી પર વેધક પ્રકાશ પાડે છે. એક ગાય જંગલમાંથી ઉતાવળે ભાગવાની કોશિશ કરી રહી હતી. તેવામાં ત્યાંથી એક હાથી પસાર થતો હતો. હાથીએ ગાયને રોકીને તેની હડબડાહટનું કારણ પૂછ્યું. ગાયએ જવાબ આપ્યો કે સરકારે એવો હુકમ બહાર પાડ્યો છે કે જંગલમાંની તમામ ભેંસોને પકડી લો. એટલે હાથીએ કહ્યું કે તમે તો ગાય છો પછી તમે શું કામ ગભરાવ છો? ગાયનો જવાબ : હું જાણું છું કે હું ગાય છું પણ સરકારના માણસો ભૂલથી ભેંસની સાથે મને પણ પકડી લે, તો હું ભેંસ નહીં પણ ગાય છું તેવું સાબિત કરવામાં વીસ કરતાં વધારે વર્ષ નીકળી જશે. આ સાંભળીને હાથી પણ ગાયની સાથે ભાગવા માંડ્યો. નજર સમક્ષ સત્ય ડોકાતું હોવા છતાં ન્યાય મેળવવામાં 20 કરતાં વધુ વર્ષ નીકળી જાય તેવી આપણી ન્યાય પ્રણાલી છે. આપણા દેશની ન્યાય પ્રણાલી પર આ ઉદાહરણ વેધક પ્રકાશ પાડે છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top