Business

રિલાયન્સ 100 બિલિયન ડોલરની કમાણી કરનાર પ્રથમ ભારતીય કંપની

નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક 100 બિલિયન ડોલરની કમાણી કરનારી પ્રથમ ભારતીય કંપની (Indian Company) બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને (Share Market) મોકલેલી નોટિસમાં (Notice) જણાવ્યું હતું કે ભારે ઓઇલ રિફાઇનિંગ માર્જિન, ટેલિકોમ અને ડિજિટલ સેવાઓમાં સતત વૃદ્ધિ અને રિટેલ બિઝનેસમાં ગતિને કારણે કંપનીનો નફો ખૂબ વધ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 16,203 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો 24.5 ટકા નોંધાવ્યો હતો.

ઓઇલથી લઇ ટેલિકોમ સેક્ટરમાં બિઝનેસ કરતી કંપનીએ નાણાકીય વર્ષ 2020-21ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 13,227 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો. જ્યારે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22 માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો વધીને રૂ. 60,705 કરોડ થયો છે. તેમજ આવક વધીને રૂ. 7.92 લાખ કરોડ ($ 102 અબજ) જેટલી થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક 100 બિલિયન ડોલર જનરેટ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.

Jio નો નફો રૂ 4,173 કરોડ
દેશની સૌથી પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ રિલાયન્સ જિયોએ પણ શાનદાર પરિણામો રજૂ કર્યા છે. માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો લગભગ 24 ટકા વધીને રૂ. 4,173 કરોડ થયો હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 3,360 કરોડ રૂપિયા હતો. શેરબજારને માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, એકલ આધાર પર કંપનીની ઓપરેટિંગ આવક 20 ટકા વધીને રૂ. 20,901 કરોડ થઈ છે જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં રૂ. 17,358 કરોડ હતી.

શું બિગ બજાર બાદ આ સુપરમાર્કેટ પણ રિલાયન્સનું?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના રિટેલ બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. તાજેતરમાં રિલાયન્સ રિટેલે ફોર્ચ્યુન ગ્રુપના બિગ બજાર સ્ટોર્સ ખરીદ્યા અને હવે દેશમાં વધુ એક સુપરમાર્કેટ કંપની રિલાયન્સની થઇ શકે છે. ભલે રિલાયન્સનો બિગ બજારને હસ્તગત કરવાનો મામલો કાનૂની મુશ્કેલીમાં ફસાયેલો હોય, પરંતુ આ નવો કેસ જર્મન રિટેલર કંપની મેટ્રો એજી સાથે સંબંધિત છે. મેટ્રો કંપની દેશમાં 2003 થી કાર્યરત છે અને 30 થી વધુ સ્ટોર્સ ચલાવે છે.

Most Popular

To Top