Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામે થયું ફાયરિંગ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં અંગત અદાવતમાંનો ઝઘડામાં ફાયરિંગ (Firing) થયું હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં અંગત અદાવતનો ઝઘડો એટલો વધી ગયો હતો કે બે સમાજના જૂથ સામસામે આવી ફાયરિંગગ કર્યા બાદ ઘરમાં ભરેલી કડબ પણ સળગાવી દેવામાં આવી હતી. બે જૂથ વચ્ચે અથડામણમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.ઘટનાને પગલે ગામમાં પોલીસને તૈનાત કરી દેવામી આવી છે.

  • સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે બે જૂથ વચ્ચે અથડામણ
  • બે જૂથે સામસામે ફાયરિંગ કર્યું
  • ફાયરિંગ બાદ ઘરમાં ભરેલી કડબ પણ સળગાવી દીધી
  • જૂની અંગદ અદાવતમાં બે જૂથ સામસામે આવ્યા હોવાનું જાણવા મળ્યું
  • પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ જૂની બોલાચાલીનો ઘડીકવારમાં ઉગ્ર બની ગયો હતો. વાત વધતા બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ થવા લાગતા મામલો તંગ બન્યો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક સાયલા પોલીસ તથા જિલ્લાની બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફ સાથે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં મેળવી હતી. અને હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા હતા. ગામમાં હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અંગત અદાવતનો ઝઘડામાં થયું ફાયરિંગ
સાયલા તાલુકાના સુદામડા ગામે બે વ્યક્તિના અંગત અદાવતનો ઝઘડો રમખાણમાં ફેરવાય ગયો હતો. વાત એટલી બગડી ગઈ હતી કે બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને ત્યાર બાદ ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવા દેવામાં આવી હતી. બે સમાજના જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ખનીજના ખાડા બાબતે બોલચાલી બાદ મામલો ગરમાયો હતો. બે સમાજના જૂથો વચ્ચે ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી પોલીસને મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ આ ગામમાં પોલીસ છાવણી પાડીને સ્થિતિ પર નજર રાખી રહી છે.

Most Popular

To Top