SURAT

સુરત: એક્ટિવામાં છુપાયેલો સાપ બહાર આવતો જ નહોતો, ફાયર બ્રિગેડ પણ થાકી ગયું, આખરે…

સુરત: વાહનોમાં સાપ ઘુસી જવાની ઘટનાઓ હવે પ્રકાશમાં આવી રહે છે. ત્યારે ગુરુવારે ડિંડોલી વિસ્તારમાં એક્ટિવા મોપેડમાં એક પાતળો સાપ દેખાયો તેની જાણ ફાયરને કરવામાં આવતા ભારે જહેમત ઉઠાવ્યા બાદ તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

  • ફાયરની ટીમે સતત એક્ટિવામાં વોટરનો ફોર્સ છોડ્યો હતો, છતાં સાપ બહાર આવી રહ્યો ન હતો, અંતે મીકેનિકને બોલવી ડીકી ખોલાવી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો

ફાયર સૂત્રોએ જણાવ્યું હતું કે,ડિંડોલી વિસ્તારમાં સંતોષી નગર ગરનાળા પાસે એક મોપેડમાં સાપ સરકીને ઘૂસી ગયો હોવાનો કોલ મળ્યો હતો. તેથી ડિંડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એક્ટિવા મોપેડ (GJ-19-BF-5513) માલિકે જણાવ્યું હતું કે તેમણે મોપેડની બોડી ઉપર સાપને સરકતો જોતા ડરી ગયા હતા.

પહેલા તેમણે સાપને બહાર કાઢવા માટે મથામણ કરી હતી. અને ત્યારબાદ ફાયરને જાણ કરી હતી. ફાયર સબ ઓફિસર તરુણ ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ટીમે પણ સાપને બહાર કાઢવા માટે કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. વોટરનો ફોર્સ પણ છોડ્યો હતો પણ સાપ બહાર નીકળી રહ્યો ન હતો.

ત્યાર બાદ મેકેનિક બોલાવીને મોપેડની ડીકીને બહાર કાઢીને એક ખૂણામાંથી સ્ટિકની મદદ વડે આ સાપને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. સાપ અત્યંત પાતળો હતો અને આશરે ત્રણથી ચાર ફૂટની લંબાઈ ધરાવતો હતો. લીલપણ પ્રજાતિનો આ સાપ બિનઝેરી હોવાનું જાણવા મળ્યું હતું. તેને પછીથી દૂરના અવાવરું જગયાએ છોડી મુકવામાં આવ્યો હતો.

યુવક પત્ની સાથે રેસલ વાઈપર સાપ લઈ સિવિલ આવ્યો
સુરત: ‘સાહેબ આ સાપે મારી પત્નીને આંગળી પર ડંખ માર્યો છે કઈ થશે તો નહીં ને સારવાર કરો’, કહી ઓલપાડનો યુવક સાપ લઈ પત્ની ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવતા ડોક્ટરો અને પરિચારિકાઓના રુંવાડા ઉભા થઇ ગયા હતા. જોકે ડોક્ટરોએ રેસલ વાઈપર નામના પ્રજાતિના સાપનું બચ્ચું હોવાથી ઝેર ની અસર એટલી નહીં હોય એમ કહેતા પરિવારે રાહત અનુભવી હતી. એટલું જ નહીં પણ મહિલાને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી ને સારવાર ચાલુ રાખવી પડશે એમ તબીબોએ કહ્યું હતું.

Most Popular

To Top