Vadodara

પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો કર્યા બાદ સીએનજીમાં ઘટાડો કરવા માંગ

વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલનાં લિટરદીઠ રૂપિયા 9.5, ડીઝલમાં 7 તેમજ એલપીજીમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જોકે બીજી તરફ સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સીએનજી પંપ ખાતે  રીક્ષા પર કાળી પટ્ટી બાંધી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે પ્રજાને ઈંણના વધી રહેલા ભાવને લઇને જાહેરાત કરી હતી. પેટ્રોલના લિટરદીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂ.7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો હતો.

સેન્ટ્રલ એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી છે.જ્યારે બીજી તરફ સીએનજીના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવતા રિક્ષાચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.કાળઝાળ મોંઘવારી વચ્ચે માત્ર સીએનજી રીક્ષા પર જ નિર્ભર રિક્ષાચાલકોની હાલત કફોડી બનવા પામી છે.ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ વીરેન રામીની આગેવાની હેઠળ કાર્યકરોએ સીએનજી પંપ ખાતે ગેસ ભરાવવા આવતા રિક્ષાચાલકોની રીક્ષા પર કાળી પટ્ટી બાંધી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વીરેન રામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે રીતે પેટ્રોલ અને ડીઝલની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે.

પરંતુ સીએનજીની અંદર કોઈપણ જાતનો ઘટાડો કરવામાં આવ્યો નથી.સીએનજી રિક્ષાધારકો જે છે તેઓ પોતાનું ગુજરાન સીએનજી રીક્ષા પર નભતા હોય છે.વડોદરા શહેરની અંદર આશરે 80 હજાર જેટલા રીક્ષા ધારકો છે.તો આ રિક્ષાધારકોને પણ કંઈક ને કંઈક લાભ થાય.કેમકે તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ છે.આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટીની માંગ છે કે બીજા રાજ્યોની અંદર સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં પણ ઘટાડો થાય.જેથી કરી આ ગરીબ અને મધ્યમ વર્ગ છે તે અત્યારે પીસાઈ રહ્યો છે.કેટલાય રિક્ષાચાલકો પોતાનું જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે.ત્યારે આની અંદર તાત્કાલિક અસરથી ઘટાડો કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

Most Popular

To Top