Vadodara

પાણીની પળોજણ દૂર કરવા આખરે તંત્ર હરકતમાં આવ્યું

વડોદરા : વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઉભી થઇ છે જેને નિવારવા માટે હવે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે.ત્યારે પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી પાણીગેટ ,નાલંદા અને બાપોદ પાણીની ટાંકીની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.જરૂરી સૂચન પણ કર્યા હતા.
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે કર્મચારીઓને સાથે રાખી બાપોદ પાણીની ટાંકી ,નાલંદા પાણીની ટાંકી તથા પાણીગેટ પાણીની ટાંકી મુલાકાત લઈ ટાંકીઓમાં રહેતુ પાણીનું લેવલ , પાણીનુ વિતરણ, કેટલો સમય અને કયા કયા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે.તેની ઝોન દીઠ યાદી અને કયા કયા વિસ્તારમાં એકથી વધુ નળીકાઓ છે. પાણી નિયમીત રીતે છોડવામાં આવે છે કે કેમ તેની જાણકારી લીધી હતી.તેમજ ટાંકીઓની જરૂરી સાફ સફાઇ કરાવવામાં આવે તેમજ નાગરીકોને અગવડતા ના પડે તે માટેના કેટલાક સુચન પણ કર્યા હતા.ઉનાળાના સમયમાં નાગરીકોને પુરતા પ્રેશરથી પુરતો સમય પાણી મળી રહે તે માટે પગલાં લેવા અને જરૂર જણાય તે કામો અગ્રીમતાના ઘોરણે કરવા પણ સુચન કર્યા હતા.

Most Popular

To Top